Connect with us

સ્પોર્ટ્સ

IPL રમાડવા માટે BCCI અધ્યક્ષ ગાંગુલી આશાવાદી

IPL રમાડવા માટે BCCI અધ્યક્ષ ગાંગુલી આશાવાદી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને જલ્દી કરાવવાના સંકેત આપ્યા છે. તેણે ગુરુવારે કહ્યું કે, IPL માટે બધા સંભવિત વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી રહી છે. દર્શકો વગર પણ ટૂર્નામેન્ટ થઈ શકે છે.

ગાંગુલીએ કહ્યું કે, “BCCI આ વર્ષે IPL કરાવવા માટેના તમામ સંભવિત વિકલ્પો પર કામ કરી રહી છે. પછી ભલેને ટૂર્નામેન્ટ પ્રેક્ષકો વિના યોજવી પડશે. આ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.” તાજેતરમાં જ ગાંગુલીએ કહ્યું હતું કે, IPL રદ્દ થાય તો બોર્ડને 4 હજાર કરોડનું નુકસાન થશે.

BCCI અધ્યક્ષે કહ્યું કે, તાજેતરમાં જ ઘણા ભારતીય અને વિદેશી ખેલાડીઓએ IPLમાં રમવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. ચાહકો, ફ્રેન્ચાઇઝ, ખેલાડીઓ, બ્રોડકાસ્ટર્સ, સ્પોન્સર્સ અને તમામ સ્ટેકહોલર્ડ આ વર્ષે IPL થવાની અપેક્ષા રાખે છે. BCCI ટૂંક સમયમાં IPLના ભવિષ્ય અંગે નિર્ણય લેશે.

ગાંગુલીએ તમામ સંબંધિત સંસ્થાઓને લખેલા પત્રમાં કહ્યું છે કે, “BCCI તમામ રાજ્ય ક્રિકેટ એસોસિયેશન માટે કોવિડ -19 સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર (SOP) એટલે ગાઈડલાઇન્સ તૈયાર કરવા પર કામ કરી રહ્યું છે. આ ગાઈડલાઇન્સ દ્વારા તમામ એસોસિએશનો પોતપોતાના ક્ષેત્રમાં ક્રિકેટ શરૂ કરી શકશે. તેણે કહ્યું કે BCCIનો પ્રયાસ આગામી બે મહિનામાં ઘરેલૂ ક્રિકેટ અને ટ્રેનિંગ શરૂ કરવાનો છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે T-20 વર્લ્ડ કપના ભવિષ્ય વિશે વર્ચુઅલ મીટિંગ યોજી હતી. આમાં વર્લ્ડ કપ અંગેનો નિર્ણય એક મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાવાની છે. જો સૂત્રોની વાત માનીએ તો, BCCI વર્લ્ડ કપને લઈને ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે.

સ્પોર્ટ્સ

જયપુરમાં બનશે વિશ્વનું ત્રીજુ મોટું ક્રિકેટ સ્ટેડિયમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજસ્થાનમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. તેની ડિઝાઇન પણ ફાઇનલ થઈ ગઈ છે. 100 એકરમાં સ્ટેડિયમ બનાવવામાં આશરે 350 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. આ જાણકારી રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશન (RCA)ના સચિવ મહેન્દ્ર શર્માએ આપી છે. તેમણે માહિતી આપી હતી કે સ્ટેડિયમની બેઠક ક્ષમતા 75 હજાર દર્શકોની હશે.

અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમ પછીનું આ ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ હશે. મોટેરામાં 1.10 લાખ દર્શકોની બેઠક ક્ષમતા છે, જ્યારે 1.02 લાખ લોકો મેલબોર્ન સ્ટેડિયમમાં બેસીને મેચનો આનંદ માણી શકે છે.

સ્ટેડિયમમાં અલગથી બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ હશે. જેમાં રણજી મેચ કરાવવામાં આવશે. દર્શકો માટે બે રેસ્ટોરન્ટ, ખેલાડીઓ માટે ઇન્ટરનેશનલ લેવલની 30 પ્રેક્ટિસ નેટ અને મીડિયા માટે 250 સીટોનો પ્રેસ કોન્ફરન્સ રુમ અલગથી હશે.

RCA સ્ટેડિયમ બે ફેઝમાં બનશે. પહેલા ફેઝમાં 45 હજાર દર્શકોની બેઠક ક્ષમતા હશે, જ્યારે બીજા ફેઝમાં તેને વધારીને 75 હજાર કરી દેવામાં આવશે. કામ શરૂ થયા બાદ 24 મહિના એક ફેઝ પૂર્ણ થઈ જશે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ જઇ રહેલી પાકિસ્તાની ટીમનાં ત્રણ ક્રિકેટરોને કોરોના

ઇંગ્લેન્ડ જઇ રહેલી પાકિસ્તાની ટીમનાં ત્રણ ક્રિકેટરોને કોરોના

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જીવલેણ કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ક્રિકેટ જગતમાં વાયરસથી સંક્રમિત ખેલાડીઓ સામે આવી રહ્યા છે. હવે પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે ઈંગ્લેન્ડની વિરુદ્ધ સીરિઝ માટે રવાના થવાના હતા.

પાકિસ્તાના ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. પીસીબીના જણાવ્યા મુજબ, ક્રિકેટર શાદાબ ખાન, હારિસ રઉફ અને હૈદર અલી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.

ત્રણેય ક્રિકેટરોને હવે સેલ્ફ-આઈસોલેશનમાં રહેવું પડશે. બોર્ડે જણાવ્યું છે કે, પાકિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થાય તે પહેલા રાવલપિંડીમાં ખેલાડીઓનો કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

બોર્ડે જણાવ્યું હતું કે, પીસીબીની મેડિકલ પેનલ તે ત્રણેય ખેલાડીઓના સંપર્કમાં છે જેમને સેલ્ફ આઈસોલેશનની સલાહ આપવામાં આવી છે. અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ભારતમાં હાલ ક્રિકેટ રમાડવા જેવી સ્થિતિ નથી: રાહુલ દ્રવિડ

ભારતમાં હાલ ક્રિકેટ રમાડવા જેવી સ્થિતિ નથી: રાહુલ દ્રવિડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ રાહુલ દ્રવિડના મતે કોરોના વાયરસનો સામનો કરી રહેલા ભારતમાં આપણે એવી સ્થિતિમાં હજુ સુધી પહોંચ્યા નથી જ્યાંથી ક્રિકેટ શરૂ કરવા પર વિચાર કરી શકાય. તેમણે જણાવ્યું કે, હાલ આપણે ‘વેટ એન્ડ વોચ’ની નીતિ અપનાવવી જોઈએ.

ટેસ્ટ ક્રિકેટમાં ‘ધ વોલ’ના નામથી જાણીતા દ્વવિડે જણાવ્યું કે, મને નથી લાગતું કે આપણે ક્રિકેટને ફરીથી શરૂ કરવાની સ્થિતિમાં છીએ. હાલ આપણે ધૈર્ય રાખવું જોઈએ અને રાહ જોવી જોઈએ. આપણે દરેક મહિનાની આની સમીક્ષા કરવી પડશે. આપણે તમામ વિકલ્પો પર વિચાર કરવું પડશે. જો ઘરેલુ ક્ષત્ર ઓક્ટોબરથી શરૂ થઈ જાય, જે સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પણ શરૂ જાય છે તો જોવું પડશે કે શું આ વખતે સીઝનને ટૂંકાવી શકાય છે.

દ્રવિડે જણાવ્યું છે કે, હાલ બધુ જ અનિશ્ચિત છે. આ વખતે કેટલી ક્રિકેટ રમાશે અને રમવા માટે શું-શું જરૂરી હશે આ બધુ સરકાર અને મેડિકલ એક્સપર્ટની ગાઈડલાન્સ પર નિર્ભર હશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ