Tuesday, March 2, 2021
Tuesday, March 2, 2021
Home સ્પોર્ટ્સ ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતથી BCCI ખુશ: ઈનામ તરીકે 5 કરોડના બોનસની જાહેરાત

ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતથી BCCI ખુશ: ઈનામ તરીકે 5 કરોડના બોનસની જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેન ટેસ્ટ અને સિરીઝ 2-1થી જીતીને ઈતિહાસ બનાવી દીધો છે. બીજી બાજુ, ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીતથી BCCI પણ ખૂબ ખુશ છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયા માટે ઈનામ તરીકે 5 કરોડના બોનસની જાહેરાત કરી છે.

ગાંગુલીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં જઈને આ રીતે ટેસ્ટ સિરીઝ જીતવી તેને ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં હંમેશાં યાદ રાખવામાં આવશે. BCCIએ ટીમ ઈન્ડિયાને પાંચ કરોડ બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આ જીતનું મહત્ત્વ કોઈપણ આંક કરતાં ઘણું વધારે છે. આ પ્રવાસના દરેક સભ્યને અભિનંદન.

ગાંગુલી સિવાય બોર્ડના સચિવ જય શાહે પણ ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન અને બોનસની માહિતી આપી છે. લખ્યું છે કે યાદગાર છે, BCCI ભારતીય ટીમને બોનસ તરીકે રૂ. 5 કરોડ આપશે.

ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યાભારતની આ ઐતિહાસિક જીત પર સોશિયલ મીડિયા પર અભિનંદનનો તાતો લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત પર અભિનંદન પાઠવ્યા છે. પીએમે ટ્વીટ કરી કહ્યું કે અમે બધા ભારતીય ક્રિકેટ ટીમની ઑસ્ટ્રેલિયામાં સફળતા પર ખુશ છીએ.

Most Popular