Connect with us

જામનગર

પગાર કાપ તથા સરકારની મજૂર વિરોધી નીતિના વિરોધમાં બેન્કકર્મીઓ હડતાલ કરશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત બેન્ક વર્કસ યુનિયન દ્વારા તા.26 નવેમ્બરના રોજ શ્રમિક વર્ગના આક્રમણોની ગતિ અને વેધકતાઓ વધતા બેરોજગારી, સરકારની મજૂર વિરોધીનીતિઓ સહિતના પ્રશ્રને હડતાલ ઉપર જશે.

આઇએલયુના નેજા હેઠળ દેશના 12 કર્મચારી સંગઠનો દ્વારા આગામી તા.26 નવેમ્બરના રોજ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. કર્મચારીઓના પગાર પહેલા મહિનો પુરો થયા પછી 7 દિવસમાં થતાં હવે અનિશ્ર્ચિત સમય સુધી થતા ન હોય તેમજ ટ્રેડ યુનિયનોને હવે 51 ટકા સભ્યપદ તો જ યુનિયનની સ્થાપના ઉપરાંત પહેલા લેબર કોર્ટ હતી પરંતુ હવે બંધ થશે આવા અનેક સરકારની મજૂર વિરોધીનીતિઓના વિરોધમાં આ હડતાલ થશે. તેમ ગુજરાત વર્કસ યુનિયન જોઇન્ટ સેક્રેટરી કુલિન ધોળકિયાએ જણાવ્યું છે.

જામનગર

જામનગરમાં શરાબના જથ્થા સાથે બિનવારસુ ઝડપાયેલી કાર કોની છે?

જામનગરમાં શરાબના જથ્થા સાથે બિનવારસુ ઝડપાયેલી કાર કોની છે?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના ખીજડીયા બાયપાસ નજીક બે દિવસ પહેલાં એક આઇ ટવેન્ટી કાર ઝડપાઇ ગઇ હતી. આ કારમાંથી શરાબની 393 બોટલ પેરોલ ફર્લો સ્કવોડે શોધી કાઢી હતી. શરાબનો આ જથ્થો બિનવારસુ મળ્યો હોવાનું જે-તે સમયે જાહેર કરવામાં આવ્યું હતું.
કચ્છના જિલ્લામથક ભુજથી મળતો રિપોર્ટ જણાવે છે કે, જીજે-12-ડીએમ-9776 નંબરની આ આઇ ટવેન્ટી કાર કચ્છના નટુભા સુલતાનસિંહ ગોહિલના નામે નોંધાયેલી છે. જોકે, કારનો ચાલક પોલીસના હાથમાં આવ્યો ન હતો. જામનગર પોલીસ આ કારના ચાલકને શોધી રહી છે. અને શરાબનો આ જથ્થો જામનગરમાં ડિલેવરી આપવાની હતી કે કેમ? વગેરે દિશામાં તપાસ ચલાવી રહી છે.

વધુ વાંચો

જામનગર

ઘાસચારો લેવા લીધેલું બોલેરો વાન રાજસ્થાનમાં ગીરવે મૂકી આવ્યા !

ગોકુલનગરના યુવાન સાથે બે શખ્સોએ આચરી છેતરપિંડી : સાચોરમાં ગીરવી મૂકી દીધાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવાનનું બોલેરો વાહન ઘાંસચારો ભરવાના બહાને લઇ જઈ રાજસ્થાનમાં ગીરવે મુકી છેતરપિંડી આચર્યાની બે શખ્સો વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ મારૂતિનગર સોસાયટી શેરી નં.5 મા રહેતા અને નોકરી કરતા ગીરીશ માધાભાઈ સીંગરખીયા નામના યુવાનનું માલિકીનું રૂા.3 લાખની કિંમતનું જીજે-10-ટીએકસ-2339 નંબરની બોલેરો પીકઅપ વાન ગોકુલનગરમાં રડાર રોડ પર રહેતા રમેશ આલા ચાવડા અને જગદીશ માલદે આંબલિયા નામના બે શખ્સો લીલુ ઘાસ ભરવાના બહાને વિશ્ર્વાસમાં લઇ વાહન લઇ ગયા હતાં. ત્યારબાદ આ બન્ને શખ્સોએ ત્રણ લાખનું બોલેરો વાન રાજસ્થાનના સાચોર ગામમાં ગીરવે મૂકી યુવાન સાથે વિશ્ર્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગેની જાણ થતા ગીરીશએ બે શખ્સો વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે બન્ને શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

જામનગર

જામનગર જિલ્લામાં વધુ 19 દર્દીઓ કોરોના પોઝિટિવ

24 કલાક દરમિયાન કોવિડથી વધુ એક દર્દીનું મોત : શહેરમાં 10 અને ગ્રામ્ય વિસ્તારમાં 9 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના મૃત્યુના દરમાં એકાએક વધારો આવ્યા પછી તેમાં હવે ઘટાડો નોંધાયો છે અને છેલ્લા 24 કલાકમાં માત્ર એક દર્દીનું મૃત્યુ નિપજયું છે. જોકે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે, અને દર્દીઓનો આંકડો ફરીથી સિંગલ ડિજિટમાં આવી ગયો હતો તે હવે ફરી ડબલ ડીઝીટમાં આવ્યો છે.

જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીનું મૃત્યુ નિપજયું છે. જેથી જામનગર જિલ્લામાં કોરોનાથી મૃત્યુનો આંકડો 1,019 નો થયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અને દર્દીઓની સંખ્યાનો આંકડો ફરીથી ડબલ ડિજિટમાં આવી ગયો છે. જામનગર શહેરના મંગળવારે 10 પોઝેટીવ કેસ અને ગ્રામ્ય વિસ્તારના 09 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જામનગર શહેરના 11 અને ગ્રામ્યના 03 દર્દીઓને રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો પાંચ આંકડાએ પહોંચ્યો છે. અને દસ હજારથી વધુ દર્દીઓ કોરોના સંક્રમિત બન્યા છે. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7744 નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારનો આંકડો 2,321 નો થયો છે અને સમગ્ર જિલ્લામાં કુલ 10,076 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ