Connect with us

રાજ્ય

દેશમાં ગોબર ગેસના ઇંધણનો પહેલો પંપ શરૂ કરશે બનાસ ડેરી

આઠ કરોડના ખર્ચે સ્થપાયો પ્લાન્ટ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બનાસકાંઠાની બનાસ ડેરીએ ગાયના છાણમાંથી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) બનાવવાનો પ્લાન્ટ શરુ કર્યો છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત થતા ગેસનું ટૂંક સમયમાં કોમર્શિયલ વેચાણ પણ શરુ કરવામાં આવશે. બનાસકાંઠાના ડિસા નજીક આ પંપ બનાવાયો છે. ગોબર ગેસમાંથી બનતા CNGનું વેચાણ કરતો દેશનો આ પહેલો પંપ હશે. બનાસ ડેરીના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરીએ આ અંગે એક ટ્વીટ પણ કરી હતી.
ડેરીના મેનેજીંગ ડિરેક્ટર કામરાજ ચૌધરીએ જણાવ્યું કે, આગામી એક સપ્તાહમાં અમારા CNG પંપ પરથી વેચાણ શરુ થઇ જશે. આ માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવાઈ છે. ડિસાથી આશરે 10 કિલોમીટર દુર અમારા બાયોગેસ પ્લાન્ટની નજીક CNG પંપ બનાવવામાં આવ્યો છે જેથી ગેસની સપ્લાય સરળતાથી થઇ શકે.

બનાસકાંઠા જીલ્લાના 25 ગામોમાંથી પશુપાલકો પાસેથી રોજ છાણ ખરીદવામાં આવે છે અને તેના માટે તેઓને કિલો દિઠ રૂ. 1 ચુકવણું કરાય છે. કલેક્શન માટે એક ખાસ વાહન બનાવવામાં આવ્યું છે જેમાં વજન કાંટો છે. હાલમાં રોજના 40 ટન ગાયનું છાણ એકત્રિત કરવામાં આવે છે.

ચૌધરીએ જણાવ્યું કે, ગોબર ગેસનો પ્લાન્ટ બનાવવા અને તેમાંથી CNGના ફિલ્ટરેશન માટેની ટેકનોલોજી પર રૂ. 8 કરોડ જેવો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યારે તો બનાસ ડેરીએ આ ખર્ચ કર્યો છે, પરંતુ અમે સરકાર પાસે સબસિડીની માગ કરી છે. ગોબર ગેસ પ્લાન્ટના પ્રોજેક્ટ મેનેજર પ્રિયંક મહેતાએ જણાવ્યું કે, આ પ્લાન્ટમાં 40 કિલો છાણને પ્રોસેસ કરતાં અંદાજે 2000 ક્યુબીક મીટર બાયોગેસ ઉત્પન્ન થાય છે. તેને પ્રોસેસ કરતાં 700-800 કિલો CNG ગેસ મળે છે. આ ઉપરાંત બાય પ્રોડક્ટ તરીકે તેમાંથી લિક્વિડ અને સોલિડ ફર્ટિલાઇઝર મળે છે જે સંપૂર્ણ ઓર્ગેનિક છે. આ ફર્ટિલાઇઝરનું ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. આ ફર્ટિલાઇઝરમાં વેલ્યુ એડિશન પણ કરવામાં આવશે.

રાજ્ય

ભાણવડ પોરબંદર રોડ પર અકસ્માત માં આધેડ નું મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભાણવડ તાલુકાના ભેનકવડ ગામ ના પાટિયા નજીક રોડ વચ્ચે ખાડો હોવાથી મોટરસાયકલ ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આધેડનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભેનકવડ ગામના પાટિયા પાસે ભારે વરસાદ ના કારણે ઘણા સમયથી રોડ વચ્ચે ખાડો થયો હોવા છતાં તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યું ન હોય, આજે ત્યાંથી પસાર થતાં મોટરસાયકલનું આ ખાડામાં કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાયકલ ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.


વધુ વાંચો

રાજ્ય

સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ તથા 50,000નો દંડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શામપર ગામની સગીરા ભોગ બનનાર ધો. 10માં અભ્યાસ કરતી ત્યારે તેના જ ગામના પુંજા હીરા બાંભવા નામનો શખ્સ તેની પાછળ પાછળ જતો હતો અને હેરાન કરતો અને તેમને ખેતીનું કામ હોય, ખેતીના ઓજાર લેવાના બહાને આવતા અને ભોગ બનનારના માતા-પિતા ઘરે ન હોય ત્યારે શારીરિક અડપલા કરતા અને એક દિવસ આરોપી ભોગ બનનાર ઘરે એકલી હોય, ખપારી લેવાના બહાને ઘરે આવેલા ભોગ બનનાર તેના વાડામાં ખપારી લેવા જતાં આરોપી તેની પાછળ ગયેલ અને ભોગ બનનારને પકડી લઇ જબરજસ્તી કરી સંબંધ બાંધેલ અને કોઇને કીધુ છે તો તને જાનથી મારી નાખીશ તારા ભાઇને મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ અવાર-નવાર 3 વર્ષ સુધી આરોપી ભોગ બનનારના ઘરે આવતો અને જબરજસ્તી કરી શારીરિક સંબંધ બાંધતો છેલ્લે ભોગ બનનાર તેનાથી કંટાળીને દવા લઇને આરોપીના ઘરે જઇને મરી જવા ગયેલ અને તે વખતે તેના ઘરના સભ્યોએ ભોગ બનનારના ઘરના સભ્યોને બોલાવતા ભોગ બનનારે તેની મમ્મીને આ બધી વાત કરેલ અને ત્યારબાદ અન્ય લોકોએ હિંમત આપતા પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદના અનુસંધાને જામનગર સ્પે. પોકસો કોર્ટમાં આ સંબંધે કેસ ચાલતા સ્પે. કોર્ટ દ્વારા ફરિયાદ પક્ષનો કેસ સાબિત માનીને આરોપી પુંજા હિરા બાંભવાને આઇપીસી કલમ 376ના ગુનામાં આજીવન કેદ તથા રૂા. 50 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજા તથા આઇપીસી કલમ 506(2)ના ગુનામાં 2 વર્ષની તથા 5,000 દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા તથા પોકસો એકટ કલમ 6ના ગુના સબબ 10 વર્ષની શખ્ત કેદ તથા 25,000 દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે ડીજીપી જમનભાઇ ભંડેરી તથા મળ ફરિયાદી વતી વકીલ પરેશ વી. અનડકટ રોકાયા હતાં.

વધુ વાંચો

રાજ્ય

BSFએ ગુજરાત-રાજસ્થાન સરહદે પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હવે ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પાસેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાની પહેલી ઘટના બની છે. જો કે, BSFના જવાનોએ આ પ્રયાસને નાકામ બનાવતા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો. BSFના જવાનોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઘૂસણખોર ભાગ્યો હતો અને ઝાડવા પાછળ છુપાઈ ગયો હતો. BSFના જવાનોએ ફાયરિગ કર્યું હતું, જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે પાકિસ્તાન તરફથી કેટલીક હિલચાલ પણ જોવા મળી હતી. આ ઘૂસણખોર અંગેની માહિતી BSFએ પાકિસ્તાન પાસેથી માગી છે.

આ પહેલા પણ દિવસ દરમિયાન પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને જવાનોએ નાકામ બનાવ્યો હતો. જોકે ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાકિસ્તાનની આ સરહદ પાસે આવી રીતે પહેલી વાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસને લઇને પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર છે, ત્યારે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતા BSF વધુ સતર્ક બન્યું છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ