Connect with us

શહેર

જામ્યુકોના સ્પોર્ટસ સંકુલના બેડમિન્ટન કોર્ટનું સાંસદ પૂનમબેનના હસ્તે લોકાર્પણ

જામ્યુકોના સ્પોર્ટસ સંકુલના બેડમિન્ટન કોર્ટનું સાંસદ પૂનમબેનના હસ્તે લોકાર્પણ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શહેર

પતિના ઠપકાનું માઠુ લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

ખેતીકામ બાબતે ધ્યાન આપવા ઠપકો : સારવાર દરમિયાન મોત : મોડપરમાં દવાની વિપરીત અસરથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના નંદાણા ગામની સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતી મહિલાએ તેણીના પતિ દ્વારા ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નંદાણા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતી મણીબેન છપનીયા (ઉ.વ.27) નામની મહિલાને તેણીના પતિએ ખેતીકામમાં ધ્યાન નથી આપતી તેવો ઠપકો આપતા માઠું લાગી આવતા મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણના આધારે પીએસઆઈ એ.ડી.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મૃતકના લગ્ન પાંચ વર્ષ પૂર્વે થયા હોય પોલીસે વધુ તપાસ આરંભી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોવા કરણા ડોડિયા (ઉ.વ.52) નામના પ્રૌઢને તેની વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે ઉલટી થવાથી તબિયત લથડતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે માલદેભાઈ દ્વારા જાણ કરાતા હે.કો. જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

શહેર

જામનગરના SPની ‘ઓપરેશન’ પછી, ત્રણ મહિના બાદ બદલી થશે!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં ગુરૂવારે નવા એસપી તરીકે દિપન ભદ્રનએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે એમ પણ કહેવાય છે કે, આગામી દિવસોમાં તેઓ દરિયા કિનારાના વિસ્તારો પર પણ વિજિલન્સ કડક બનાવશે. અત્રે નોંધનિય છે કે, જામનગરનો દરિયા કિનારો પાકિસ્તાન અને મધ્યપૂર્વના દેશોથી નજીક છે અને ડ્રગ્સ તથા દાણચોરી મામલે દાયકાઓથી કુખ્યાત છે. દેશ વિરોધી તત્વો પણ ભૂતકાળમાં જામનગર-હાલારના દરિયા કિનારાનો ગેરલાભ લઇ ચૂકયા છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઇ સરકારે ચોકકસ પ્રકારના ઓપરેશનો માટે દિપન ભદ્રનને જામનગરનો હવાલો સોંપ્યો હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેની સાથે મહત્વનો મુદો એ પણ છે કે, એસપી દિપન ભદ્રન પાસે જામનગર જિલ્લામાં કામ કરી દેખાડવા ખૂબજ ઓછો સમય છે કારણ કે, આગામી ત્રણ મહિના પછી તેઓને પ્રમોશન મળવાનું હોય 90-100 દિવસ પછી તેઓની જામનગરથી ફરી બદલી થવાની સંભાવનાઓ મજબૂત હોવાને કારણે તેઓએ બહુ ટૂંકાગાળામાં જામનગરમાં પોતાના કાર્યકાળ દરમ્યાન ઝડપથી એક પછી એક ઓપરેશનો પાર પાડવા પડશે એવું પણ હાલ વ્યાપક રીતે ચર્ચાઇ રહ્યું છે. દરમિયાન એવું પણ જાહેર થયું છે કે, જામનગર પોલીસનો જેમાં સમાવેશ થાય છે તે રાજકોટ રેંજના આઈજી અને જાણીતી કોર્પોરેટ કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ વચ્ચે ઝરેલી ચકમક આગામી સમયમાં જામનગર ઉપરાંત રાજકોટ રેંજ પોલીસમાં નવા કડાકા-ભડાકા સર્જે તો પણ નવાઇ નહીં લેખાય.

સેવા, સુરક્ષા, શાંતિ મારી પ્રાથમિકતાઓ : SP બોલ્યા

જામનગરમાં ગઇકાલે ગુરૂવારે નવા એસપી તરીકે ચાર્જ સંભાળનાર દિપન ભદ્રનએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, તેઓ જામનગર શહેર જિલ્લામાં પોતાના કાર્યકાળ દરમ્યાન સેવા, સુરક્ષા અને શાંતિનો લોકોને અનુભવ કરાવશે. ગુરૂવારે શહેર-જિલ્લાના તેઓના હાથ નીચેના અન્ય સિનીયર પોલીસ અધિકારીઓએ તેઓને આવકાર્યા પછી ચાર્જ સંભાળતા જ દિપન ભદ્રનએ મીડિયાના માધ્યમથી લોકોને સેવા, સુરક્ષા અને શાંતિનો કોલ આપ્યો છે. ટફ કોપ (સખત અધિકારી) ની છાપ ધરાવતા આ નવા એસપીને ચોકકસ હેતુ સાથે જામનગર મુકવામાં આવ્યા હોવાનું જાહેર થયું છે.

વધુ વાંચો

શહેર

જામનગરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતો શખ્સ ઝડપાયો

વધુ ચાર શખ્સોના નામો ખૂલ્યા : 14,400 ની રોકડ અને ટીવી સહિત કુલ 28,400 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના ખારવા ચકલા વિસ્તારમાં ટાંકફળીમાં રહેતો શખ્સ મોબાઇલમાં ક્રિકેટના લાઈન એપ્લીકેશનમાં રનફેરનો જૂગારનો રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન 14,400 ની રોકડ રકમ અને 10 હજારનું ટીવી મળી કુલ રૂા.28,400 ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો. તેમજ પૂછપરછ દરમિયાન વધુ ચાર નામો ખુલ્યા હતાં.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ખારવા ચકલા વિસ્તારમાં આવેલી ટાંકફળીમાં સાંકળી ગલીમાં રહેતા પ્રવિણ ભાણજી સોનેરી નામનો શખ્સ ક્રિકેટનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન પ્રવિણ સોનેરી તેના મકાનમાં ટીવી પર પ્રસારીત થતી મેચ નિહાળી મોબાઇલમાં ડાઉનલોડ કરેલી ક્રિકેટ લાઈન એપ્લીકેશનમાં આવતા ભાવ જોઇને મોબાઇલ ફોન પર ક્રિકેટનો રનફેરનો જૂગાર રમાડતો ઝડપી લઇ તેના કબ્જામાંથી રૂા.14,400 ની રોકડ રકમ અને રૂા.10 હજારની કિંમતનું એક ટીવી તથા રૂા.1500 ની કિંમતનું સેટઅપ બોકસ અને રૂા.2500 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.28,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ ઝડપાયેલા પ્રવિણની પૂછપરછ હાથ ધરતા ભૂરો મોબાઇલ નં.96626 53531, ધોળકિયાભાઈ મો.98241 26321, લખમણભાઈ મો.90237 70389 અને જયેશભાઈ ખારવા મો.92650 22929 નામના શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ