Connect with us

રાષ્ટ્રીય

દેશમાં આયુર્વેદ તબિબોને 58 પ્રકારની સર્જરી કરવા મંજુરી

ઇન્ડિયન મેડિકલ એસોસીએશને નોંધાવ્યો વિરોધ : કહ્યુ ‘ બે અલગ ચિકિત્સા પધ્ધતિનું મિશ્રણ ન કરો ’

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો હવે 58 પ્રકારની સર્જિકલ પ્રોસીજરમાં તાલિમ મેળવવાની સાથે પ્રેક્ટિસ પણ કરી શકશે. આયુર્વેદના ડૉક્ટરો હવે જનરલ અને ઑર્થોેપેડિક સર્જરીની સાથે આંખ, કાન અને ગળાની સર્જરી પણ કરી શકશે.

સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિને ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) નિયમ, 2016માં સુધારો કરીને આયુર્વેદનાા ડૉક્ટરોને 39 સામાન્ય સર્જરી અને આંખ, કાન, નાક અને ગળા સહિત 19 અન્ય સર્જરી કરવાની મંજૂરી આપી છે.

જોકે, મોદી સરકારના આ નિર્ણય સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ વિરોધ નોંધાવ્યો છે અને આયુર્વેદના ડૉક્ટરોની સર્જરીને આધુનિક સર્જરી એટલે કે એલોપથી ડૉક્ટરોની સર્જરીથી અલગ રાખવા કેન્દ્ર સરકારને સલાહ આપી છે.

આયુષ મંત્રાલય હેઠળ કાયદાકીય સંસ્થા સીસીઆઈએમે જણાવ્યું હતું કે, આ નિયમને ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) અમેન્ડમેન્ટ રેગ્યુલેશન, 2020 કહેવાશે. આ નિયમ હેઠળ આયુર્વેદના શલ્ય અને શાકલ્યના પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર્સને અભ્યાસ દરમિયાન પ્રેક્ટિકલી તાલીમ આપી શકાશે અને પીજીની ડિગ્રી પૂરી કર્યા પછી તેઓ સ્વતંત્ર રીતે 58 પ્રકારની સર્જરી કરી શકશે.

આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે સીસીઆઈએમનું જાહેરનામુ કોઈ નીતિવિષયક પરિવર્તન નથી અથવા કોઈ નવો નિર્ણય નથી. આ જાહેરનામુ એક પ્રકારે ખુલાસો છે. આ જાહેરનામુ ચોક્કસ પ્રક્રિયાના સંદર્ભમાં આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી સંબંધિત વર્તમાન નિયમોને સરળ અને સુવ્યવસ્થિત કરે છે.

વધુમાં આ જાહેરનામુ આયુર્વેદના ડૉક્ટરો માટે સર્જરીનું સંપૂર્ણ ક્ષેત્ર ખુલ્લું નથી મુકતું. તે ચોક્કસ સર્જરીની જ મંજૂરી આપે છે. ઉપરાંત તેમાં એમ પણ જણાવાયું છે કે આયુર્વેદના બધા જ પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર્સ સર્જરી કરી શકશે નહીં. માત્ર શલ્ય અને શાકલ્યમાં સ્પેશિયલાઈઝ્ડ ડૉક્ટરોને જ સર્જરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સીસીઆઈએમના ચેરમેન વૈદ્ય જયંત દેવપુજારીએ ખુલાસો કર્યો હતો કે, આયુર્વેદ સંસ્થાઓમાં આ સર્જરી 20 વર્ષ કરતાં વધુ સમયથી થઈ રહી છે. આ જાહેરનામુ માત્ર આ પ્રક્રિયાને કાયદેસરતા આપે છે. ઉપરાંત આ જાહેરાનામાનો એક આશય આયુર્વેદના ડૉક્ટરો માટે એક હદ નક્કી કરવાનો પણ હતો, જેથી પ્રેક્ટિશનર્સ નિયમોમાં જણાવ્યા મુજબના ક્ષેત્રમાં જ સર્જરી કરી શકે.

જોકે, સીસીઆઈએમના આ પગલાં સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ વિરોધ નોંધાવ્યો છે. આઈએમએનું કહેવું છે કે સીસીઆઈએમ આયુર્વેદની ચોક્કસ સ્ટ્રીમ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરોને સર્જરીની તાલિમ આપવાની મંજૂરી આપીને બે અલગ અલગ મેડિકલ શાખાઓનું મિશ્રણ કરી રહી છે.

આ પ્રકારનું મિશ્રણ દર્દીઓની સલામતીના મૂળભૂત માપદંડો સાથે જોખમી છે. તેણે સીસીઆઈએમને આ જાહેરનામુ પાછું ખેંચવાની માગણી કરી હતી અને કહ્યું કે તેણે આયુર્વેદના પૌરાણિક જ્ઞાાનથી તેની પોતાની સર્જરી શાખા વિકસાવવી જોઈએ અને આધુનિક મેડિકલની સર્જરીને તેનાથી અલગ રાખવી જોઈએ.

રાષ્ટ્રીય

મહેસૂલ કર્મચારી સંગઠનના પૂર્વ પ્રમુખની બિનહસાબી સંપતિ કેટલી?!

રાજયની લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓની આંખો ચાર થઇ ગઇ !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત ACB દ્વારા એક બાદ એક મોટી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. મામલતદાર સામે 25 લાખની લાંચનો કેસ, આણંદના ASI સામે 50 લાખની લાંચનો કેસ બાદ હવે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કેસ ACB એ કર્યો છે. ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે ACB એ 30 કરોડની આવક કરતા વધારે સંપત્તિનો કેસ કર્યો છે.
ગુજરાત ACB ના ઈતિહાસનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે. ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ થઇ હતી. જેમા લાંચ રૂ્શ્વત વિરોધી શાખાએ તપાસ હાથ ધરી હતી, જેમા નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી રૂ.30 કરોડથી વધુની સંપત્તિ મળી આવતા આખા ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એ.સી.બીને 4 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન, 3 કરોડ રૂપિયાની કાર, 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાન, એક ઓફિસ, 2 પ્લોટ ફણ મળી આવ્યા છે. આ સાથે જ આરોપી વિરમ દેસાઈ રેવન્યુ કર્મચારી સંગઠનના પ્રમુખ પણ રહી ચુક્યા છે. વિરમ દેસાઇ પાસે ઔ઼ડી, BMW , જેગુઆર, મર્સિડિઝ, હોન્ડા સિટી જેવી અનેક કારો મળી આવી છે.
ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે ACB એ 30 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કર્યો છે. કલોલ ખાતે ફરજ બજાવતા નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી ACN ને 30 જેટલા બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે અને 4 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે. આ સિવાય રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

હડતાળ પર ઉતરેલાં આરોગ્ય કર્મચારીઓ કહે છે, સરકારની ધમકીથી ડરતાં નથી!

ગમે તે એકટ હેઠળ ગુના નોંધો, હડતાળ ચાલુ જ રહેશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલુ રહેશે. ગમે તે એક્ટ લગાવો રાજ્યભરના 33000 આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા રહેશે તેમજ ટસના મસ થશે નહી. આરોગ્ય કર્મચારીઓની હડતાલને તોડવા માટે એપીડેમીક ડીસીઝ એક્ટ મુજબ હાજર થવાનો આદેશ આરોગ્ય કમિશ્નરે કર્યો છે.
3 વર્ષથી પોતાના પ્રશ્નોના ઉકેલ માટે સતત 7 વખત આવેદનપત્ર આપવા છતાં જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો ઉકેલાયા નથી. ત્યારે પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાજ્યભરના 33000 હજાર આરોગ્ય કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જેની સીધી અસર વેક્સિનેશન, કોવિડના સર્વે સહિતની અલગ અલગ 7 પ્રકારની આરોગ્ય સેવાની કામગીરી ઉપર પડી રહી છે. જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર હોવાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં અલગ અલગ આરોગ્ય સેવાઓની કામગીરી હાલમાં અટકી પડી છે. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે હડતાલ ઉપરના આરોગ્ય કર્મચારીઓએ કોવિશિલ્ડ વેક્સિન લેશે નહી અને કોવિશિલ્ડ વેક્સિન આપવાની કામગીરી નહી કરવાની પણ ચીમકી રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ ઉચ્ચારી છે.
પંચાયતના આરોગ્યના કર્મચારીઓની હડતાલને તોડી નાંંખવા માટે રાજ્યના આરોગ્ય કમિશનરે એપીડેમીક ડિસીઝ એક્ટ-1897 અંતર્ગત હડતાલ ઉપરના કર્મચારીઓને તાત્કાલિક ફરજ ઉપર હાજર થવાનો આદેશ કર્યો છે. હડતાલ ઉપરના તમામ કર્મચારીઓ બિનશરતી ફરજ ઉપર હાજર નહી થાય તો દર્શિત ધ એપીડેમીક ડિસીઝ એક્ટ-1897ના જાહેરનામાની જોગવાઇ મુજબ કલેક્ટરોને કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. જોકે મંગળવારના રાજ્યભરના 33 જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખોની બેઠક મળી હતી હડતાલી આ કર્મચારીઓ ઉપર એક્શન લેવાને બદલે તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને પ્રશ્નો ઉકેલવાની માંગણી કરી છે. હકુમતના પાવરથી કર્મચારીઓ ડરશે નહી તેમ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના પ્રમુખ કિરીટસિંહ ચાવડા વતી મહાસંઘના હોદ્દેદારોએ જણાવ્યું છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

કેન્દ્ર સરકાર બે વર્ષ માટે નવા કૃષિ કાયદાઓ ‘ભુલી’ જવા તૈયાર

11મી બેઠક પછી પણ, ખેડૂતો સરકારનો એક પણ પ્રસ્તાવ સ્વિકારવા તૈયાર નથી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સરકાર અને ખેડૂતોની વચ્ચે 11માં રાઉન્ડની બેઠકમાં પણ કોઈ જ પરિણામ સામે આવ્યું નથી. કેન્દ્રએ ખેડૂતોની સામે બે પ્રપોઝલ મુક્યા છે. કેન્દ્રએ ખેડૂતોને કહ્યું કે બે વર્ષ સુધી કૃષિ કાયદાને સ્થગિત કરવામાં આવશે અને MSP પર વાતચીત માટે નવી કમિટીનું ગઠન કરવામાં આવશે. જો કે આ પ્રસ્તાવ પર પણ ખેડૂત સંગઠનોએ સ્વીકાર કર્યો નથી. આ પ્રપોઝલ પર ખેડૂત અલગથી બેઠક કરી રહ્યાં છે.
આ પહેલાં 10 બેઠકમાંથી 9 બેઠકમાં કોઈ પરિણામ આવ્યું નહોતું. ખેડૂતો ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની માગણી કરી રહ્યા છે, જ્યારે સરકારનું કહેવું છે કે કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે, ખેડૂતોએ હવે આ સિવાયની બીજી માગણીઓ વિશે વાત કરવી જોઈએ.
કૃષિ કાયદા મુદ્દે સમાધાન લાવવા સુપ્રીમ કોર્ટ તરફથી ત્રણ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. તેમણે મંગળવારે દિલ્હીમાં એક મીટિંગ કરી હતી. એમાં આગામી પ્રક્રિયા, ક્યારે-ક્યારે મીટિંગ કરશે, કેવાં સૂચનો આપવામાં આવશે અને રિપોર્ટ તૈયાર કરવા વિશે ચર્ચા કરી હતી. કમિટીના જણાવ્યા પ્રમાણે, તેઓ 21 જાન્યુઆરીએ ખેડૂત સંગઠન સાથે મીટિંગ કરશે. જે ખેડૂતો મળવા નહીં આવે તેમને મળવા પણ જશે. ઓનલાઈન સૂચનો લેવા માટે પણ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. 15 માર્ચ સુધી ખેડૂતો સૂચનો આપી શકશે.

અત્યારસુધીની 10 બેઠકમાં શું થયું

પહેલી વખત-14 ઓક્ટોબર
શું થયું- મીટિંગમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કૃષિસચિવ આવ્યા. ખેડૂત સંગઠનોએ મીટિંગનો બોયકોટ કર્યો. તેઓ કૃષિમંત્રી સાથે જ વાત કરવા માગતા હતા.

બીજી બેઠક-13 નવેમ્બર
શું થયું- કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવેમંત્રી પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે મીટિંગ કરી. 7 કલાક વાતચીત ચાલી, પણ એનું કોઈ પરિણામ ન આવ્યું

ત્રીજી બેઠક-1લી ડિસેમ્બર
શું થયું- ત્રણ કલાક વાત થઈ. સરકારે એક્સપર્ટ કમિટી બનાવવાનું સૂચન આપ્યું, પણ ખેડૂત સંગઠન ત્રણ કાયદાને રદ કરવાની માગ પર અડગ છે.

ચોથી બેઠક-3 ડિસેમ્બર
શું થયું- સાડાસાત કલાકની વાતચીત થઈ. સરકારે વાયદો કર્યો કે એમએસપી સાથે કોઈ ચેડાં કરવામાં નહીં આવે. ખેડૂતોનું કહેવું હતું કે સરકારે એમએસપી પર ગેરંટી આપવાની સાથે સાથે ત્રણ કાયદા પણ રદ કરે.

5મી બેઠક- 5 ડિસેમ્બર
શું થયું- સરકાર એમએસપી પર લેખિત ગેરંટી આપવા માટે તૈયાર, પણ ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું, કાયદો રદ કરવા અંગે સરકાર હા કે નામાં જવાબ આપે.

6ઠ્ઠી બેઠક – 8 ડિસેમ્બર
શું થયું- ભારત બંધના દિવસે જ ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી. અગાઉના દિવસે સરકારે 22 પેજનો પ્રસ્તાવ આપ્યો, પણ ખેડૂત સંગઠને નકારી દીધો.

7મી બેઠક 30 ડિસેમ્બર
શું થયું-નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનોના 40 પ્રતિનિધિ સાથે બેઠક કરી. બે મુદ્દા પર મતભેદ યથાવત્, પણ બે માટે રાજી થઈ ગયા.

8મી બેઠક 4 જાન્યુઆરી
શું થયું- 4 કલાક ચાલેલી બેઠકમાં ખેડૂત કાયદો પાછો લેવાની માગ પર અડગ. મીટિંગ સમાપ્ત થયા પછી કૃષિમંત્રીએ કહ્યું, તાળી બન્ને હાથેથી વાગે છે.

9મી બેઠક: 8 જાન્યુઆરી
શું થયું: વાતચીતનું કોઈ પરિણામ ન આવ્યું. ખેડૂતોએ બેઠકમાં કડક વલણ અપનાવ્યું. બેઠકમાં ખેડૂતોએ પોસ્ટર પણ લગાવ્યાં, જેના પર ગુરુમુખીમાં લખ્યું હતું, મરીશું અથવા જીતીશું. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ માન્યું કે 50 ટકા મુદ્દાના ઉકેલ નથી આવ્યા.

10મી બેઠક: 15 જાન્યુઆરી
શું થયું: મીટિંગ અંદાજે 4 કલાક ચાલી હતી. ખેડૂતો કાયદો પરત લેવા પર અડગ રહ્યા. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને અપીલ કરતાં કહ્યું હતું કે અમે તમારી અમુક માગણીઓ સ્વીકારી લીધી છે. કાયદો પરત લેવાની એક જ માગ પર અડગ રહેવાની જગ્યાએ તમારે અમારી પણ અમુક વાતો માનવી જોઈએ.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ