Connect with us

મનોરંજન

દબંગ ગર્લ સોનાક્ષી, તબ્બુ, તાપસી અને અનુષ્કા શર્માથી બચજો, શકય છે આપનો ડેટા લીક થાય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એન્ટી વાયરસ બનાવનારી કંપની કે જે સાયબર સુરક્ષા સાથે સંકળાયેલી છે, મેકેફી નામની આ કંપનીએ 10 વ્યક્તિઓનું એક લિસ્ટ જાહેર કયુર્ર્ં છે અને જણાવ્યું છે કે, આ વ્યક્તિઓને ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી વાયરસ આપના સુધી પહોંચે એવું સૌથી વધારે જોખમ છે. આ 10 સેલિબ્રિટીમાં ભારતની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ, તબ્બુ અને અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે.

આ કંપનીએ 2020 માટેની જે આંતરરાષ્ટ્રીય યાદી ત્ કરી છે તેમાં વાયરસના મુદ્દે આ યાદીમાં નામ ધરાવતા લોકોને ખતરનાક લેખાવ્યાં છે. આ યાદીમાં સૌ પ્રથમ નામ વિશ્ર્વવિખ્યાત ફૂટબોલર રોનાલ્ડોનું છે. બીજા સ્થાન પર તબ્બુ છે. તબ્બુ તાજેતરમાં જ એ-સૂટેબલ બોય પર આધારિત મિરા નાયરની એક સિરીઝમાં જોવા મળી હતી. ત્રીજા ક્રમ પર તાપસી પન્નુ છે. જે ફિલ્મ થપ્પડની અભિનેત્રી છે અને ચોથા ક્રમ પર નિર્માત્રી તથા અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ છે. પાંચમુ નામ સોનાક્ષી સિન્હાનું છે. છઠ્ઠા સ્થાન પર ગાયક અરમાન મલિક, સાતમા ક્રમે અભિનેત્રી સારાઅલી ખાન, આઠમા ક્રમે ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, નવમા ક્રમે શાહરૂખ ખાન અને દશમા ક્રમે ગાયક અરિજીતસિંહ છે.

કંપનીની આ યાદીમાં ખેલની દુનિયા સાથે જોડાયેલા રોનાલ્ડોને બાદ કરતા મોટાં ભાગના નામો મનોરંજન જગત અને ગ્લેમરની દુનિયા સાથે સંકળાયેલા છે. કંપનીએ જણાવ્યું છે કે, લોકો મફત મનોરંજન માટે વધુને વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે અને લોકોની આ માનસિકતાનો ફાયદો સાયબર અપરાધીઓ ઉઠાવે છે.

લોકો મફતમાં રમત-ગમતના સમારોહ, ફિલ્મો અને વેબ સિરીઝ જોવા માટે પુષ્કળ સમય ખર્ચે છે. આ મફત સુવિધાના બદલામાં ઈન્ટરનેટ વપરાશકારોની સુરક્ષા જોખમાય છે અને તેઓના ડિજીટલ જીવનની સામે મોટો પ્રશ્ર્નાર્થ સર્જાય છે તેથી ખરેખર તો લોકોએ મફતમાં ઈન્ટરનેટ વાપરવાની આદતથી છૂટકારો મેળવવો જોઇએ અથવા આ આદતનું પ્રમાણ ઘટાડવું જોઇએ એવું કંપનીએ સલાહના અર્થમાં કહ્યું છે.

મનોરંજન

પ્રીતિ ઝિન્ટાએ 35 દિવસમાં 20 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આઇપીએલમાં પંજાબની ટીમની માલકિન પ્રીતિ ઝિન્ટાએ યુએઇમાં 35 દિવસમાં 20 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો છે. આવું કરાવીને પ્રીતિએ પોતાને કોવિડ ટેસ્ટ ક્વિન ગણાવી છે.

IPLની 13મી સીઝન દુબઇમાં ચાલી રહી છે જ્યાં કિંગ્સ ઈલવેન પંજાબની માલિક અને એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પણ ટીમ સાથે હાજર છે. પ્રીતિએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે ખુદને કોવિડ ટેસ્ટ ક્વીન ગણાવી છે. આવું એટલા માટે કે તે દુબઇ પહોંચ્યા પહેલાંથી લઈને 20 ઓક્ટોબર સુધી 20 વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂકી છે. દરેક વખત રિઝલ્ટ નેગેટિવ જ આવ્યું છે.

પ્રીતિ 15 સપ્ટેમ્બરથી UAEમાં છે. પ્રીતિએ આ વીડિયો સાથે લખ્યું છે, દરેક મને પૂછે છે કે IPL બાયો બબલમાં હોવાનો અર્થ શું છે. તો હું જણાવવા ઈચ્છું છું કે આ 6 દિવસના ક્વોરન્ટીનથી શરૂ થાય છે. દર 4 દિવસે કોવિડ ટેસ્ટ થાય છે. કોઈ બહાર નથી જતું, તમારો રૂમ, ગાડી, રેસ્ટરાં, જીમ અને સ્ટેડિયમ બસ. ડ્રાઈવર, કુક પણ બાયો બબાલમાં છે. બહારનું જમવાનું, લોકોને મળવાનું બંધ છે. મારા જેવા લોકો માટે આ અઘરું છે પણ હું બધા વોરિયર્સનો આભાર માનું છું જેને કારણે મહામારી વચ્ચે IPL થઇ શક્યો છે.

વધુ વાંચો

મનોરંજન

લંડનમાં શાહરૂખ ખાન અને કાજોલનું સ્ટેચ્યુ મૂકાશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની રિલીઝને 25 વર્ષ પૂરા થતા લંડનના લેસ્ટર સ્કવેરમાં ફિલ્મના લીડ એક્ટર્સ શાહરુખ-કાજોલનું બ્રોન્ઝનું સ્ટેચ્યૂ મૂકવામાં આવશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ અંગેની માહિતી આપી હતી કે આ પ્રતિમાનું અનાવરણ આવતા વર્ષે કરવામાં આવશે. UKમાં કોઈ પણ બોલિવૂડ ફિલ્મનું પહેલી જ વાર આ રીતે સ્ટેચ્યૂ મૂકવામાં આવશે. સ્ટેચ્યૂમાં ફિલ્મનો એક સીન ક્રિએટ કરવામાં આવશે.

શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ૨૫ વરસના પૂરા થવા નિમિત્તે લંડનમાં સ્ટેચ્યુ મુકવામાં આવશે. આ પૂતળું ૨૦૨૧માં મુકવામાંઆવશે. આ સ્ટેચ્યુ ભારતના બોલીવૂડનું પ્રતિનિધિત્વ કરતું પહેલુ સ્ટેચ્યુ હશે.

લંડનના લેસ્ટર સ્કેવરમાં દિલવાલે દુલ્હનિયા ફિલ્મની રિલીઝના ૨૫ વરસ પૂરા થયાને કારણે કાજોલ-શાહરૂખનું પૂતળું મુકવામાં આવવાનું છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ ૧૯૯૫માં રિલીઝ થઇ હતી જે સૌથી વધુ ચાલનારી ફિલ્મ બની હતી.

વધુ વાંચો

મનોરંજન

થલાઈવીના સેટ પરની તસવીરો શૅર કરતી કંગના રનૌત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કંગનાએ હાલમાં જ હૈદરાબાદમાં પોતાની આગામી ફિલ્મ ‘થલાઈવી’નું એક શિડ્યૂઅલ પૂરું કર્યું હતું. કંગનાએ સેટ પરની કેટલીક તસવીરો પણ શૅર કરી હતી. આ ફિલ્મ તમિળનાડુના પૂર્વ CM જયલલિતાના જીવન પર આધારિત છે. કંગના લીડ રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું નહોતું.કંગના શૅર કરેલી તસવીરોમાં જયલલિતા જેવી જ જોવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં કંગના બ્લેક એન્ડ વ્હાઈટ સાડીમાં જોવા મળે છે. તસવીરો શૅર કરીને કંગનાએ કહ્યું હતું, ‘જયા માના આશીર્વાદને કારણે ‘થલાઈવી’નું અન્ય એક શિડ્યૂઅલ પૂરું થઈ ગયું. કોરોનાકાળમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જોકે, એક્શન તથા કટની વચ્ચે કંઈ જ બદલાયું નથી. પૂરી ટીમનો આભાર.

કંગનાએ ગયા વર્ષે નવેમ્બરમાં ‘થલાઈવી’નું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મને વિષ્ણુ ઈન્દુરી પ્રોડ્યૂસ કરી રહ્યાં છે જ્યારે ડિરેક્શન એલ વિજયનું છે. 1965થી લઈને 1973 સુધી જયલલિતાએ એમજીઆર સાથે 28 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 1965માં ‘આઈરાથિલ ઓરુવન’ જયલલિતાની એમજીઆર સાથેની પહેલી ફિલ્મ હતી. ‘થલાઈવી’ હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ થશે

વધુ વાંચો

ટ્રેન્ડીંગ