Connect with us

જામનગર

ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે પ્રૌઢ દંપતી ઉપર હુમલો

નબળી આર્થિક પરિસ્થિતિના કારણે રૂપિયા ન ચૂકવી શકતા પ્રૌઢ ઉપર પાઈપ વડે હુમલો : છોડાવવા પડેલી પત્નીને ઢીકાપાટુનો માર : દંપતીને માર મારી દંપતી દ્વારા પતાવી દેવાની ધમકી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં ઉછીના લીધેલા રૂપિયા પરત ન આપી શકતા પ્રૌઢ ઉપર દંપતીએ લોખંડના પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે દંપતી વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે તપાસ આરંભી હતી.

આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરીના આશાપુરા માતાજીના મંદિર પાસે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા સાગર હરજી કુંઢીયા નામના પ્રૌઢે થોડાં સમય અગાઉ રણજીત થડકીયા પાસેથી રૂા.50 હજાર ઉછીના લીધા હતાં અને આ રકમ પ્રૌઢની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આપી ન શકતા સોમવારે સાંજના સમયે રણજીત કિશર થડકીયા અને તેની પત્ની નૂતનબેન ઉછીના રૂપિયાની ઉઘરાણી કરવા ગયા હતાં ત્યારે પ્રૌઢ સાગરભાઈ એ મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય, હું થોડા સમય પછી તમારા પૈસા ચૂકવી દઇશ તેમ જણાવતા ઉશ્કેરાયેલા રણજીતએ લોખંડના પાઈપ વડે પ્રૌઢ ઉપર હુમલો કર્યો હતો. દરમિયાન પ્રૌઢની પત્ની વચ્ચે પડતા તેને નુતનએ ઢીકાપાટુનો માર માર્યો હતો. દંપતી દ્વારા હુમલો કરી પૈસા તાત્કાલિક નહીં આપો તો પતાવી દેવાની ધમકી આપી હતી.

હુમલાના બનાવમાં ઘવાયેલા પ્રૌઢ દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એ.આર. રાવલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ સાગર કુંઢીયાના નિવેદનના આધારે રણજીત અને તેની પત્ની નૂતન વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ