ગુજરાત
સરકારી વિકાસ કાર્યોની રકમ ઉચાપત પ્રકરણમાં બે પૂર્વ સરપંચોની ધરપકડ
જામજોધપુર તાલુકાના ચૂર ગામના પૂર્વ સરપંચોનો કોવિડ ટેસ્ટ કરાવી અટકાયત: પાણીની ટાંકી અને પાઈપલાઈનના કામના 1.89 લાખનું કામ કર્યા વગર ચૂકવણુ

પ્રકાશિત
2 months agoon
By
ખબર ગુજરાત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ચુર ગામના બે ભૂતપૂર્વ સરપંચોએ પોતાની સત્તાનો દૂરૂપયોગ કરીને વર્ષ 2016-2017 દરમિયાન રૂા.1,89,400 ની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી ગેરરીતિ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા રાજકોટ એસીબી મદદનીશ નિયામક એ.પી.જાડેજાની સૂચનાથી પીઆઈ એ.ડી.પરમાર તથા સ્ટાફે ચૂર ગામના બન્ને ભૂતપૂર્વ સરપંચની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગત મુજબ,જામજોધપુર તાલુકાના ચુર ગામના પૂર્વ સરપંચ મોતીબેન નથુભાઈ રાઠોડ તેમજ નીતેશસિંહ ગંભીરસિંહ જાડેજા બન્ને પૂર્વ સરપંચોએ પોતાના સમયગાળા દરમિયાન સત્તાનો દૂરૂપયોગ કરીને જુદી – જુદી યોજના હેઠળના વિકાસકામો પૈકી રબારીવાસમાં પાણીની ટાંકી તથા ગામતળમાં પાઈપલાઈનનું જે કામ કરવાનું હતું તે કામ થયું ન હોવા છતાં રૂા.1,89,400 ની રકમનું ગેરકાયદે ચૂકવણુ કરી દીધું હતું. આ ચૂકવણું કરતા પહેલાં જવાબદાર અધિકારીઓએ સ્થળ પર કામ થયાની ચકાસણી કર્યા વગર જ વાઉચર બનાવીને કામ થઈ ગયું છે તે દર્શાવી ખોટા દસ્તાવેજો અને રેકર્ડ કરી લીધું હતું.
આમ બન્ને પૂર્વ સરપંચોએ સત્તાનો દૂરૂપયોગ કરી સરકાર સાથે વિશ્ર્વાસઘાત કરી નાણાંની ઉચાપત કરી હોવાની ફરિયાદ જામજોધપુરના ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી પ્રફુલ્લચંદ સંચાણિયાએ એસીબીમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ બન્ને તત્કાલિન સરપંચની અટકાયત કરી હતી. જે બન્નેને જી.જી.હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટ કરાવતા બન્નેના રિપોર્ટ નેગેટિવ આવતા બન્નેની ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તમને વાંચવા ગમશે
-
ભાણવડ તાલુકા સેવાસદન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
-
જામનગર બાર એસોસીએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
-
હિન્દુ સેના દ્વારા ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી
-
ખંભાળિયા ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન
-
EXCLUSIVE: ગણતંત્રદિન નિમિત્તે પીએમ મોદીએ પહેરેલ પાઘડી બનાવી છે જામનગરના આ વ્યક્તિએ
-
જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે
ગુજરાત
નિર્ણયો લેવાની સત્તા, ચૂંટાયેલી મહિલાઓના પતિદેવો પાસે શા માટે ?!
હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થતાં, ચૂંટણીપંચને નોટિસ: સુનાવણી ફેબ્રુઆરીમાં





પ્રકાશિત
3 hours agoon
January 26, 2021By
ખબર ગુજરાત

સામાન્ય રીતે ગામડાંઓમાં સરપંચપદે ચૂંટાઇ આવતી મહિલાઓથી માંડીને કોર્પોરેશનોમાં ચુંટાતી નગરસેવિકાઓ સુધીના કિસ્સાઓમાં મોટે ભાગે આ પદ સંબંધી નિર્ણયો, આ મહિલાઓના પતિઓ લેતાં હોય છે. જેને પરિણામે ઘણાં પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે અને નિયમભંગ સહિતની અનિયમિતતાઓ અને ગેરરિતીઓ પણ થતી હોય છે. આ આખો મામલો રાજયની વડી અદાલતમાં પહોંચ્યા પછી, અદાલતે રાજય ચૂંટણીપંચને જવાબ મેળવવા નોટીસ મોકલાવી છે. અને આગામી સુનાવણી ફેબ્રુઆરીમાં રાખવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજય સહિતની ચૂંટણીઓમાં મહિલાઓ ચૂંટાયા બાદ તેમના પરિવારના પુરુષો મહિલાઓને માત્ર નામની રાખીને સત્તા પર રાજ કરતા હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે ચૂંટણીપંચને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.વધુ સુનાવણી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરવામાં આવશે.
તાલુકા અને જીલ્લા સ્તરે સરપંચ, પાલિકા પ્રમુખ,કોર્પોરેટર કે અન્ય હોદ્દા માટે ચૂંટણી જીત્યા બાદ મહિલાઓને પતિ કે પુત્ર દ્વારા હાંસિયામાં ધકેલીને પોતે જ સત્તા ભોગવતા હોવાની અરજીમાં રજૂઆત કરાઇ છે. પરિવારના પુરુષ સભ્યો દ્વારા રબર સ્ટેમ્પની જેમ મહિલાઓને માત્ર ચૂંટણી લડવા સિવાય કોઇ નિર્ણય લેવા દેવામાં આવતા નથી. આ પ્રકારે વહીવટી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતા પરિવારજનો સામે ચૂંટણી પંચે પગલા લેવા જોઇએ.
મહિલાઓને તેમની રીતે વહીવટી નિર્ણયો લેવા દેવાની સ્વતંત્રતા મળે તે જોવાની જવાબદારી ચૂંટણીપંચની છે. મહિલાને માત્ર ચૂંટણીમાં જીતી ગયા બાદ સાઇડ લાઇન કરીને તમામ નિર્ણયો તેમના પતિ કે પુત્ર કરે છે.
બસપાના મહામંત્રી નિરંજન ઘોષે કરેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, શીડયૂલ કાસ્ટ અને શીડયૂલ ટ્રાઇબની મહિલાઓ જનરલ કેટેગરીની મહીલાઓ કરતા અલગ જીવન જીવે છે. તે પોતાના પરિવારના ભોગે પોતાની કારકિર્દીને છોડી દે છે. જેનો ગેરલાભ તેના પતિ કે પુત્રો લેતા હોય છે.
ગુજરાત
પાંચ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત
સ્વ. કેશુભાઇ પટેલ-સ્વ. ફાધર વાલેસ-સ્વ.મહેશ-નરેશ(કનોડીયા બંધુ)-ડો.ચંદ્રકાંત મહેતા અને કવિ દાદુદાન ગઢવીનું સન્માન





પ્રકાશિત
4 hours agoon
January 26, 2021By
ખબર ગુજરાત

કેન્દ્ર સરકારે વર્ષ 2021ના પદ્મ અવોર્ડની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ, જ્યારે કનોડિયા બંધુ બેલડી મહેશ-નરેશ (મરણોત્તર), દાદુદાન ગઢવી, ડો. ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસ(મરણોત્તર)ને પદ્મશ્રી અવોર્ડ એનાયત કરવામાં આવશે.
ફાધર વાલેસની વાત કરીએ તો જન્મ સ્પેનના લોગ્રોનોમાં ચોથી નવેમ્બર, 1925ના રોજ થયો હતો. મૂળ નામ વાલેસ કાલોસ જોસેફ. માતાનું નામ મારિયા અને પિતાનું નામ જોસેફ. 1941માં તેમણે એસએસસી કર્યું. 1945માં ગ્રીક વિષય સાથે બી.એ. થયા અને 1949માં તત્ત્વજ્ઞાન વિષય સાથે બીજી વખત સ્નાતક કર્યું. 1953માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમણે ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેમની વય દસ વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. સ્પેનિસ આંતરવિગ્રહને કારણે તેમનું ઘર છૂટી ગયું અને ચર્ચમાં તેઓ શરણાર્થી તરીકે રહ્યા હતા. માત્ર 15 વર્ષની વયે તેમણે દીક્ષા લીધી હતી. ઉલ્લેખનીય છે કે તેમનું 9 નવેમ્બર 2020ના રોજ નિધન થઈ ગયું હતું.
કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એટલું નહીં, તેમણે અમદાવાદના ડોન લતીફને તેના હોમગ્રાઉન્ડ એવી પોપટિયાવાડમાં જઈ પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રીપદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો હતો. વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. ઉલ્લેખનીય છે કે 29 ઓક્ટોબર 2020ના રોજ તેમનું નિધન થઈ ગયું હતું.
મહેશ અને નરેશ કનોડિયા મૂળ કનોડા ગામના. મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં કનોડા ગામ આવ્યું છે. કનોડાથી પાટણ, અમદાવાદ અને ત્યાંથી મુંબઈ આવ્યા હતા, જ્યાં ભારે સંઘર્ષ કરીને દક્ષિણ મુંબઈમાં પેડર રોડ જેવા પોશ વિસ્તારમાં ઘર વસાવ્યું હતું. આ પછી લોકપ્રિય ગાયકો થયા, મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે ઓર્કેસ્ટ્રા અને ત્યાંથી ઠેઠ સંસદભવન સુધીની સફર બંને ભાઈઓએ કરી. મહેશ કનોડિયાએ પોતાના ભાઈ નરેશ કનોડિયા સાથે મળીને મહેશ-નરેશ તરીકે સંગીતકાર તરીકે સંગીત આપ્યું હતું, જેમાં વેલીને આવ્યાં ફૂલ (1970)જિગર અને અમી (1970)તાના-રીરી (1975)તમે રે ચંપો ને અમે કે વણઝારી વાવ, ભાથીજી મહારાજ, મરદનો માંડવો, ઢોલા મારુ, હિરણને કાંઠે, જોડે રહેજો રાજ, સાજણ તારાં સંભારણાં જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 25 ઓક્ટોબરના રોજ 25 ઓક્ટોબરે સિંગર-મ્યુઝિશિયન એવા મહેશ કનોડિયાનું નિધન થયું જ્યારે 27 ઓક્ટોબરે નરેશ કનોડિયા અનંતની સફરે ઊપડી ગયા હતા.
ગુજરાત
દાહોદ ખાતે પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી
રાજયપાલ તથા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ





પ્રકાશિત
4 hours agoon
January 26, 2021By
ખબર ગુજરાત

ગુજરાતના દાહોદ ખાતે દેશના 72મા પ્રજાસતાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. રાજ્યપાલ તથા સીએમ વિજય રૂપાણી સહિતના નેતાઓ હાજર રહ્યા છે. 750થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ થયા છે. મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું હતું. ટૂંક સમયમાં જ આદિવાસી સંસ્કૃતિ આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાશે.
સમગ્ર દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. દાહોદના નવજીવન કોલેજ મેદાન પર સવારે 9 વાગ્યાથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. CM રૂપાણીએ ધ્વજારોહણ કરી ઉજવણીની શરૂઆત કરી છે. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરેડનું નિરીક્ષણ કરશે. મેદાનમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ અને રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા બંને મહાનુભાવોને પોડિયમ ખાતે લઈ જશે. પરેડનું નિરીક્ષણ કર્યા બાદ પરેડ માર્ચ પાસ્ટ કરશે. આ પરેડમાં પુરુષોની સાથે વિવિધ જિલ્લાની મહિલા પોલીસની ટીમ પણ જોડાઈ છે.



ભાણવડ તાલુકા સેવાસદન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો



જામનગર બાર એસોસીએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો



હિન્દુ સેના દ્વારા ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી
ટ્રેન્ડીંગ
-
રાજ્ય2 weeks ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય1 week ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત