Connect with us

રાજ્ય

રાજ્યના નવા ડીજીપી તરીકે આશિષ ભાટીયાની નિમણૂક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતનાં હાલનાં ડીજીપી શિવાનંદ ઝા સેવાનિવૃત થયા છે. અને તેઓ રિટાયર થતાં તેમનાં સ્થાને હાલાનાં પોલીસ કમિશનર આશિય ભાટિયાને રાજ્યનાં નવા પોલીસ વડા નિયુક્ત કરાયા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આશિયા ભાટિયાના નામની ઘોષણા કરી હતી. ક્રાઈમ ડિટેક્શનમાં આશિષ ભાટિયાને મહારત હાંસલ છે.

આશિષ ભાટિયા ગુજરાતનાં 38મા ડીજીપી બન્યા છે. પોલીસ ભવન ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સમયે સિનિયર પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. આશિષ ભાટિયા 7.15 કલાકે પોતાનો ચાર્જ સંભાળશે.

રાજ્યના નવા પોલીસ વડા (DGP) તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની પસંદગી થઇ છે.  આશિષ ભાટિયા મૂળ હરિયાણાના વતની છે અને તેઓ છેલ્લા 20 વર્ષમાં ગુજરાત પોલીસના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે.આશિષ ભાટિયાના નામે 2008નાં સિરિયલ બ્લાસ્ટને ઉકેલવાનો શ્રેય જાય છે.

આ સિવાય આશિષ ભાટિયા ગુજરાત પોલીસની મહત્ત્વની તમામ પોસ્ટ પર ફરજ બજાવી ચુક્યા છે. આ સિવાય આશિષ ભાટિયા અમદાવાદ અને સુરત પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કમાન પણ સંભાળી ચુક્યા. છે. ભાટિયાને 2001માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે.

આશિષ ભાટિયા ડીજીપી બનતાં અમદાવાદ પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી પડશે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર પદે સંજય શ્રીવાસ્તવ અને કેશવકુમારના નામો ચર્ચામાં છે.

રાજ્ય

ભાણવડ પોરબંદર રોડ પર અકસ્માત માં આધેડ નું મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભાણવડ તાલુકાના ભેનકવડ ગામ ના પાટિયા નજીક રોડ વચ્ચે ખાડો હોવાથી મોટરસાયકલ ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આધેડનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભેનકવડ ગામના પાટિયા પાસે ભારે વરસાદ ના કારણે ઘણા સમયથી રોડ વચ્ચે ખાડો થયો હોવા છતાં તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યું ન હોય, આજે ત્યાંથી પસાર થતાં મોટરસાયકલનું આ ખાડામાં કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાયકલ ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.


વધુ વાંચો

રાજ્ય

સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ તથા 50,000નો દંડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શામપર ગામની સગીરા ભોગ બનનાર ધો. 10માં અભ્યાસ કરતી ત્યારે તેના જ ગામના પુંજા હીરા બાંભવા નામનો શખ્સ તેની પાછળ પાછળ જતો હતો અને હેરાન કરતો અને તેમને ખેતીનું કામ હોય, ખેતીના ઓજાર લેવાના બહાને આવતા અને ભોગ બનનારના માતા-પિતા ઘરે ન હોય ત્યારે શારીરિક અડપલા કરતા અને એક દિવસ આરોપી ભોગ બનનાર ઘરે એકલી હોય, ખપારી લેવાના બહાને ઘરે આવેલા ભોગ બનનાર તેના વાડામાં ખપારી લેવા જતાં આરોપી તેની પાછળ ગયેલ અને ભોગ બનનારને પકડી લઇ જબરજસ્તી કરી સંબંધ બાંધેલ અને કોઇને કીધુ છે તો તને જાનથી મારી નાખીશ તારા ભાઇને મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ અવાર-નવાર 3 વર્ષ સુધી આરોપી ભોગ બનનારના ઘરે આવતો અને જબરજસ્તી કરી શારીરિક સંબંધ બાંધતો છેલ્લે ભોગ બનનાર તેનાથી કંટાળીને દવા લઇને આરોપીના ઘરે જઇને મરી જવા ગયેલ અને તે વખતે તેના ઘરના સભ્યોએ ભોગ બનનારના ઘરના સભ્યોને બોલાવતા ભોગ બનનારે તેની મમ્મીને આ બધી વાત કરેલ અને ત્યારબાદ અન્ય લોકોએ હિંમત આપતા પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદના અનુસંધાને જામનગર સ્પે. પોકસો કોર્ટમાં આ સંબંધે કેસ ચાલતા સ્પે. કોર્ટ દ્વારા ફરિયાદ પક્ષનો કેસ સાબિત માનીને આરોપી પુંજા હિરા બાંભવાને આઇપીસી કલમ 376ના ગુનામાં આજીવન કેદ તથા રૂા. 50 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજા તથા આઇપીસી કલમ 506(2)ના ગુનામાં 2 વર્ષની તથા 5,000 દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા તથા પોકસો એકટ કલમ 6ના ગુના સબબ 10 વર્ષની શખ્ત કેદ તથા 25,000 દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે ડીજીપી જમનભાઇ ભંડેરી તથા મળ ફરિયાદી વતી વકીલ પરેશ વી. અનડકટ રોકાયા હતાં.

વધુ વાંચો

રાજ્ય

BSFએ ગુજરાત-રાજસ્થાન સરહદે પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હવે ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પાસેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાની પહેલી ઘટના બની છે. જો કે, BSFના જવાનોએ આ પ્રયાસને નાકામ બનાવતા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો. BSFના જવાનોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઘૂસણખોર ભાગ્યો હતો અને ઝાડવા પાછળ છુપાઈ ગયો હતો. BSFના જવાનોએ ફાયરિગ કર્યું હતું, જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે પાકિસ્તાન તરફથી કેટલીક હિલચાલ પણ જોવા મળી હતી. આ ઘૂસણખોર અંગેની માહિતી BSFએ પાકિસ્તાન પાસેથી માગી છે.

આ પહેલા પણ દિવસ દરમિયાન પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને જવાનોએ નાકામ બનાવ્યો હતો. જોકે ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાકિસ્તાનની આ સરહદ પાસે આવી રીતે પહેલી વાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસને લઇને પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર છે, ત્યારે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતા BSF વધુ સતર્ક બન્યું છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ