Connect with us

જામનગર

આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્ને આવેદનપત્ર પાઠવાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજરોજ આરોગ્ય કર્મચારીઓના પ્રશ્ર્નનું નિરાકરણ ન આવતાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો લાંબા સમયથી નિરાકરણ આવ્યું ન હોય, અનેક વખત રજૂઆત છતાં કોઇ ઉકેલ ન આવતાં આજે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી હડતાલ પર પણ ઉતર્યા હતાં. જામનગર આરોગ્યના કર્મચારીઓ દ્વારા પણ જામનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આરોગ્ય કર્મચારીના વિવિધ પ્રશ્ર્નો અંગે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા પડતર પ્રશ્ર્નનું તબક્કાવાર નિરાકરણ લાવવા લેખિત ખાત્રી આપી હતી પરંતુ હજૂ સુધી કોઇપણ પ્રકારનું નિરાકરણ આવ્યું ન હોય, સમગ્ર રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. જેને ધ્યાને લઇ આજે જામનગરના કર્મચારીઓ દ્વારા આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ જ્યાં સુધી આરોગ્ય કર્મચારીના પ્રશ્ર્નનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામસંઘ, ગાંધીનગરના આદેશ અનુસાર જિલ્લાના તમામ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ આંદોલનના કાર્યક્રમના આદેશનો અમલ કરશે.

જામનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ વી.પી. જાડેજા, મહામંત્રી એમ.એમ. બેડવા તથા મુખ્ય કન્વીનર બી.કે. અમૃતિયા સહિતના હોદેદારો તથા આરોગ્યકર્મીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જામનગર

જામનગર જિલ્લા માટે ભારતિય જનતા પાર્ટી દ્વારા નિરીક્ષકોના નામોની જાહેરાત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લા ભાજપાના અધ્યક્ષ રમેશભાઇ મુંગરા દ્વારા, આગામી સમયમાં જિલ્લામાં યોજાનારી જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચુંટણી માટે તેમજ સિકકા નગરપાલિકાની ચુંટણી માટે પ્રત્યેક તાલુકા અને શહેર માટે ત્રણ ત્રણ નિરીક્ષકોની જાહેરાત કરવામાં આવી છે.

આ નિરીક્ષકો 27 જાન્યુઆરીએ સંબંધીત તાલુકામાં સવારે 9.30 વાગ્યે ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારોની તથા મંડળના અપેક્ષિત કાર્યકર્તાઓની વાત સાંભળશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જોડિયા તાલુકા માટે મનોજભાઇ ચાવડીયા, નાથાભાઇ વારસકીયા, રેખાબેન કગથરા, ધ્રોલ તાલુકા માટે દિલિપભાઇ ભોજાણી, રણમલભાઇ કાંબરીયા તથા હિનાબેન રાખોલીયા,કાલાવડ તાલુકા માટે ચેતનભાઇ કડીવાર, કૌશિકભાઇ રાબડિયા તથા સુધાબેન વિરડીયા, જામનગર તાલુકા માટે પ્રવિણસિંહ જાડેજા, ગાંડુભાઇ ડાંગરીયા તથા વનીતાબેન ફળદુ, લાલપુર તાલુકા માટે દિલીપસિંહ ચુડાસમા ગણેશભાઇ મુંગરા તથા હર્ષાબેન રાજગોર, જામજોધપુર તાલુકા માટે ડો.વિનુભાઇ ભંડેરી, ડી.ડી.જીવાણી તથા પ્રતિક્ષાબા જાડેજા અને સિકકા શહેર માટે મનોજભાઇ જાની, લખધીરસિંહ જાડેજા તથા નિતાબેન પરમારની નિયુક્તિ કરવામાં આવી છે.

વધુ વાંચો

જામનગર

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા શ્રીરામ મંદિર નિર્માણનિધિ 1,51,000નું અનુદાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અયોધ્યા ખાતે કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા ભગવાન શ્રીરામના ભવ્યાથિ ભવ્યતા મંદિરનું નિર્માણ થવા જઈ રહયું છે ત્યારે આ મંદિરના નિર્માણ કાર્યમાં વધુમાં વધુ લોકો પોતાના તરફથી અથાયોગ્ય અનુદાન આપી રહયાં છે જામનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજયના અન્ન અને નાગરીક પુરવઠા, કુટીર ઉધોગ તથા ગ્રાહક સુરક્ષા વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ઼ જાડેજા(હકુભા)એ ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ અર્થે પોતાના તરફથી રૂા.1,51,000ના અનુદાનનો ચેક જામનગરના મધ્યસ્થ કાર્યાલય ખાતે જામનગરના ઈન્ચાર્જ ભરતભાઈ ફલિયા, રાજકોટ વિભાગ કાર્યવાહ આર.એસ.એસ. ચંદ્રકાંતભાઈ ઘેટીયા, વિશ્ર્વ હિન્દુ પિરષદના પ્રમુખ ભરતભાઈ મોદી, પ્રો. જી.બી.સિંઘ, પાઠકભાઈને અર્પણ કર્યો. આ તકે જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, તેમજ પુર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા સાથે રહયાં હતા. આ ચેક અર્પણ કરતાં રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ જામનગરના શહેરના શહેરીજનોને પણ ભગવાન શ્રીરામના મંદિર કાર્યમાં પોતાના તરફથી યથાશક્તિ અનુદાન આપવા પણ અપિલ કરી હતી.

વધુ વાંચો

જામનગર

આપનું ડ્રાઇવિંગ લાયસન્સ 2010 પહેલાંનું છે?: આપના માટે ખાસ જાણકારી

જુનાં લાયસન્સ માટેની બેકલોગ પ્રોસેસ ઓનલાઇન કરતી ગુજરાત સરકાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ફરી એકવાર રાજ્યના વાહનચાલકો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. જો તમારી પાસે જૂનું લાયસન્સ હોય તો આ સમાચાર ખુબ જ મહત્વપૂર્ણ છે. જો તમારૂ લાયસન્સ વર્ષ 2010 પહેલા ઇસ્યુ થયુ હશે અને તમારે તેને રિન્યુ કરાવવુ હશે તો તમારે તેનુ બેકલોગ કરાવવુ પડશે. પહેલા રિન્યુ કરાવતા પહેલા બેકલોગ કરાવવા માટે અરજદારો એ RTO સુધી ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામા આવતા અરજદારોને રાહત થઈ છે.

અરજદારોને આસાની રહે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ કામીગીરી ઓનલાઇન કરવામા આવી રહી છે, ત્યારે હવે બેકલોગની કામગીરી પણ ઓનલાઇન કરી દેવામાં આવી છે. અરજદારોનું લાયસન્સ જો 2010 પહેલા ઇસ્યુ થયુ હોય તેઓએ લાયસન્સ રિન્યુ કરાવવુ હોય અથવા તો ડુપ્લીકેટ કરાવવુ હોય તો તે માટે અરજદારે બેકલોગ કરાવવા માટે RTO સુધી ધક્કા ખાવા પડતા હતા, કારણ કે RTO પાસે 2010 પહેલાનો ડેટા ઓનલાઇન ઉપલબ્ધ નથી. ત્યારે હવે તેઓ ઘરે બેઠા જ લાયસન્સનુ બેકલોગ કરી શકે છે.

અરજદારે બેકલોગની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરતા પહેલા જુના લાયસન્સની કોપી સ્કેન કરવી પડશે. જો તમારે ઓનલાઇન એપ્લીકેશન સબમીટ કરવી હોય તો પ્રથમ Parivahan.gov.in વેબસાઇટ ઓપન કરો. ત્યારબાદ ઓનલાઇન સર્વિસ સિલેક્ટ કરવું. ત્યારબાદ Driving license related services પર જાઓ. Select state કર્યા બાદ Apply online કરો. Service on driving licence સિલેક્ટ કરો. Enter DL no and date of birth એન્ટર કરો. Fill up backlog form અને એપ્લીકેશન Submit કરો. આ રીતે આખી પ્રોસેસથી તમે ઘરેબેઠા લાયસન્સનું બેકલાગ કરી શકો છો.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ