Connect with us

સ્પોર્ટ્સ

રવિન્દ્ર જાડેજા સહિત પાંચ ક્રિકેટરોને એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા નોટિસ

રવિન્દ્ર જાડેજા સહિત પાંચ ક્રિકેટરોને એન્ટછ ડોપિંગ એજન્સી દ્વારા નોટિસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા અને લોકેશ રાહુલ(કેએલ રાહુલ) સહિત પાંચ કેન્દ્રીય કરાર ભારતીય ક્રિકેટરોને રહેવાની વિગતો પૂરી પાડવામાં નિષ્ફળતા માટે રાષ્ટ્રીય એન્ટી ડોપિંગ એજન્સી(નાડા) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે, બીસીસીઆઈએ વિલંબ માટે ‘પાસવર્ડ ગડબડી’ નો હવાલો આપ્યો છે. જે ખેલાડીઓને નોટિસ મળી છે તેમાં મહિલા સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના અને દિપ્તી શર્મા પણ શામેલ છે, જે રાષ્ટ્રીય રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ(એનઆરટીપી) માં શામેલ 110 ક્રિકેટર્સમાંથી છે.

રિપોર્ટ મુજબ, મીડિયા સાથે વાત કરતાં નાડાના ડાયરેક્ટર જનરલ નવીન અગ્રવાલે પુષ્ટિ કરી કે બીસીસીઆઈએ તેના પાંચ એનઆરટીપી ખેલાડીઓના સ્થાનની માહિતી જાહેર કરવામાં નિષ્ફળ થવા માટે સત્તાવાર સ્પષ્ટીકરણ મોકલ્યું છે. અગ્રવાલે કહ્યું કે એડીએએમએસ(એન્ટી-ડોપિંગ એડમિનિસ્ટ્રેટિવ અને મેનેજમેન્ટ સિસ્ટમ) સોફ્ટવેરમાં, ‘Where Aboutsફોર્મ’ ભરવાની બે રીત છે, કાં તો ખેલાડીઓ તેને ભરે અથવા ફેડરેશન તેના વતી ફોર્મ ભરે.

તેમણે કહ્યું કે કેટલીક રમતોમાં ખેલાડીઓ એટલા શિક્ષિત નથી હોતા અથવા તેમની પાસે ઇન્ટરનેટ સુવિધા નથી હોતી, તો પછી તેઓ જાતે એડીએએમએસનો આ ‘Where Abouts’ અનુચ્છેદ શોધી શકતા નથી અથવા ફોર્મ ભરીને અપલોડ કરી શકતા નથી. અગ્રવાલે કહ્યું કે તેઓએ તેમના સંબંધિત સંઘની મદદ લેવી પડે છે. તેથી ફેડરેશન તેમના રહેવાની જગ્યાની માહિતી ફોર્મ અપલોડ કરવાની જવાબદારી લે છે. તેમણે કહ્યું કે, ક્રિકેટરોને પણ કેટલીકવાર આ પ્રક્રિયા જાતે કરવામાં મુશ્કેલ થાય છે.

કોવિડ-19 મહામારીના કારણે દેશમાં લોકડાઉન હતું. પરંતુ ખેલાડીઓને પોતાના સ્થાન વિશે માહિતી આપવી ફરજિયાત નિયમ છે. આ ત્રણ વખત કરવાથી બે વર્ષ માટે સસ્પેન્શન પણ થઈ શકે છે. બીસીસીઆઈએ મીડિયા સાથે વાતચીત કરવા માટે તેના અધિકારીઓને લગાવ્યા છે, પરંતુ મામૂલી પાસવર્ડની ગડબડી દૂર કરવામાં આટલા દિવસો કેવી રીતે લાગ્યા તે જાણી શકાયું નથી.

જાહેરાત
કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત

સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડની ટીમ ચેન્નાઇ પહોંચી

છ દિવસ કવોરન્ટાઇનમાં રહેવાની વ્યવસ્થા: શ્રીલંકા સામેના વિજયથી મહેમાન ટીમ આત્મવિશ્ર્વાસથી છલોછલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શ્રીલંકાને ક્લિનસ્વિપ કર્યાં બાદ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ બુધવારે ભારત પહોંચી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની શ્રેણીના પહેલા બે મેચ ચેન્નાઇમાં રમાવાના છે. પહેલો મેચ પ ફેબ્રુઆરીથી શરૂ થશે. જો રૂટના સુકાનીપદ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ અને સપોર્ટ સ્ટાફ ખાસ વિમાન દ્રારા સવારે ચેન્નાઇ આવી પહોંચ્યા હતા. વિમાની મથકેથી ઇંગ્લેન્ડની ટીમ સીધી જ હોટેલ પહોંચી ગઇ હતી જ્યાં બન્ને ટીમ માટે બાયો બબલ બનાવવામાં આવ્યું છે.
ભારતનો સ્ટાર બેટસમેન રોહિત શર્મા અને ઉપસુકાની અજિંકય રહાણે આગલી રાત્રે અહીં પહોંચી ચૂકયા હતાં. જ્યારે ચેતેશ્વર પુજારા, ઋષભ પંત અને જસપ્રિત બુમરાહ બુધવારે સવારે પહોંચ્યા હતા. કોચ રવિ શાત્રીનું પણ ચેન્નાઇમાં આગમન થયું છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી બુધવારે મોડી સાંજે ટીમ સાથે જોડાયો હતો. બન્ને ટીમ હોટેલ લીલા પેલેસમાં રોકાણ કરશે જ્યાં બાયો બબલ બનાવાયું છે. ખેલાડીઓ 6 દિવસ ક્વોરન્ટાઇમાં રહ્યા બાદ 2 ફેબ્રુઆરીથી અભ્યાસ શરૂ કરશે. ખેલાડીઓના ત્રણ કોરોના ટેસ્ટ પણ થશે. શ્રેણીનો બીજો મેચ 13મીથી રમાશે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 2-1ના ઐતિહાસિક વિજયથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. જ્યારે પ્રવાસી ટીમ ઇંગ્લેન્ડે પણ શ્રીલંકા સામે 2-0થી જીત મેળવીને શાનદાર દેખાવ કર્યોં છે. આથી આ શ્રેણી રોમાંચક બની રહેશે.
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું છે કે ભારત સામેની ટેસ્ટ શ્રેણી ઘરથી દૂર એક મોટો પડકાર બની રહેશે. આ દરમિયાન બાયો બબલમાં રહીને ખેલાડીઓએ એક-બીજાનું ધ્યાન પણ રાખવું પડશે. શ્રીલંકા સામેની સિરીઝ 2-0થી જીત્યા બાદ રૂટે સ્વીકાર્યું હતું કે ભારત સામેની શ્રેણી ચુનૌતિપૂર્ણ હશે. અમારે માટે આ એક કઠિન પડકાર છે. ઇંગ્લેન્ડના સુકાની જો રૂટે વધુમાં જણાવ્યું કે ભારતની ધરતી પર સાતત્ય જાળવી રાખવું પડશે. મને વિશ્વાસ છે કે ખેલાડીઓ આવું કરી શકશે. ખેલાડીઓને ખબર છે કે ભારતમાં અલગ પ્રકારનો જ પડકાર છે. શ્રીલંકા સામેની જીતથી ખેલાડીઓ આત્મવિશ્વાસથી ભરેલા છે. તેઓ ભારત સામેના પડકારનો સારી રીતે સામનો કરી લેશે. અમારે મજબૂત બની રહેવું પડશે. સુધારો કરતા રહેશું. શ્રીલંકા સામે જેટલો અનુભવ હાંસલ કરવાનો હતો તેટલો કર્યોં. ભારત સામે અલગ અલગ પડકાર હશે અને અલગ અલગ પરિસ્થિતિ હશે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ટવેન્ટી-20 વર્લ્ડકપમાં કઇ મેચ ‘ફિકસ’ થયેલી ?

કયા બે ખેલાડીઓ પર ICC એ પ્રતિબંધ ફરમાવ્યો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ બે ખેલાડીઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ બે ખેલાડીઓ પર મેચ ફિકસીંગનો આરોપ હતો. ICCની તપાસમાં આ આરોપ ખરો સાબિત થયો છે. આ ખેલાડીઓ સંયુકત આરબ અમીરાત (UAE)ના છે. તેમનાં નામો મોહમ્મદ નાવિદ અને શૈમાન અનવર છે.

2019માં રમાયેલ ટવેન્ટી-20 વર્લ્ડકપ ક્વોલીફાયર મેચમાં આ ખેલાડીઓએ મેચ ફિકસીંગમાં ભાગ લીધો હતો. આ બંનેને ગઇકાલે મંગળવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.નાવિદ ટીમનો પૂર્વ કેપ્ટન છે. શૈમાન ઓપનિંગ બેટસમેન છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

8 વર્ષથી એક પણ ટ્રોફી વિના, કોહલી કેપ્ટન શા માટે?: ગૌતમ ગંભીર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આઇપીએલ-2021ની સિઝન માટે તમામ ટીમો તૈયારી કરી રહી છે. ખેલાડીઓની પસંદગી અને રિલીઝની પ્રક્રિયાઓ ચાલી રહી છે. એપ્રિલમાં ભારત ખાતે આ રમતોત્સવ યોજાશે.

આ બધી તૈયારીઓ વચ્ચે રોયલ ચેલેન્જર બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી પર ગૌતમ ગંભીરે નિશાન તાકયું છે. સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેકટેડમાં ગંભીરે કહ્યું કે, 8 વર્ષથી આપ એકપણ ટ્રોફી મેળવી શકયા નથી. આ લાંબો સમય છે. કોઇ એવો ખેલાડી કે, કેપ્ટન દેખાડો જે 8 વર્ષથી કોઇ ટાઇટલ મેળવ્યા વિના રમી રહ્યો હોય.

ગૌતમે કહ્યું: આ પ્રકારની નિષ્ફળતા માટે કેપ્ટનની જવાબદારી હોવી જોઇએ. હું કોહલી વિરૂધ્ધ કશું કહેવા ઇચ્છતો નથી પરંતુ કોહલીએ પોેતે આગળ આવીને કહેવું જોઇએ કે હા, હું આ માટે જવાબદાર છું. અત્રે નોંધનીય છે કે, આવતા મહિને આઇપીએલ માટે ખેલાડીઓની હરાજી થવાની છે. આરસીબીએ હાલમાં પોતાના 10 ખેાલડીઓને રિલીઝ કર્યા છે. આ રીતે મોટી સંખ્યામાં આરસીબીએ ખેલાડીઓને રિલીઝ કર્યા પછી ગંભીરે આ ફ્રેન્ચાઇઝી પર આ પ્રકારનો કટાક્ષ ટીવી શોમાં કર્યો છે. ક્રિસ મોરિસ અને ઉમેશ યાદવને આરસીબીએ રિલીઝ કર્યા તેના પર પણ ગંભીરે સવાલો ઉઠાવ્યા હતાં.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ