Connect with us

શહેર

જામનગરમાં વધુ 34 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં વધુ 34 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ કરવામાં આવ્યા છે. જેની યાદી નીચે મુજબ છે.

1 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરૂ સેકશન રોડ, સત્યમ હોટલની પાછળ હિના ટેનામેન્ટ કિરીટભાઈ શાહના એક મકાનનો વિસ્તાર.
2 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્વરીનગરી સેફરોન એપાર્ટમેન્ટ, સન સાઈન સ્કુલ પાસે, જગદીશ ચંદારાણાના ફલેટ નં. ૪૦૧ સહિત ર ફ્લેટનો વિસ્તાર.
3 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેહુ્લનગર એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ શિવ દર્શન રેસીડન્સી બ્લોક નં. ૧૦૩ ધર્મેશ ચરોતરાના ફલેટ સહિત ર ફ્લેટનો વિસ્તાર.
4 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી નિવાસ કોલોની, જૈન વિજય ફરસાણ માર્ટ પાસે, કુશાલ શેરી નં. ર, નર્મદાબેન પ્રવિણચંદ્ર ખીમસીયાના એક મકાનનો વિસ્તાર.
5 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૧ દિ. પલોટ ખડપીઠ પાસે હિનાબેન નંદાના એક રહેણાંક મકાનનો વિસ્તાર.
6 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાપા રોડ, લાલવાડી પ્રાયમરી સ્કુલની સામે શ્રી રામ સોસાયટી પાંભર ગીતાબેન ચુનીભાઈના એક મકાનનો વિસ્તાર.
7 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તાલુકા પંચાયત ઓફીસની સામે ૧૩-૧૪ પત્રકાર સોસાયટી સુખપરીયા પાર્થ બીપીનભાઈના એક મકાનનો વિસ્તાર.
8 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હીરજી મીસ્ત્રી રોડ, દિ. પ્લોટ ૬૦૩ રોયલ ટાવર, પ્રણામી હાઈસ્કુલની સામે દર્શન કિશોરચંદ્ર પાડલીયાના ફલેટ સહિત 3 ફ્લેટનો વિસ્તાર.
9 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૪, રોડ નં. ર, વ્રજવિહાર, પટેલ અશોક લાંબાભાઈના એક મકાનનો વિસ્તાર.
10 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર હનુમાન મંદિરની સામે શેરી નં. ૩3 જયેશ કોરડીયાના એક મકાનનો વિસ્તાર.
11 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સત્યમ કોલોની ઓશવાળ શેરી નં. ૪, પરીવલ્લભ એપાર્ટમેન્ટ – ૩, ચોથો માળ પરેશ જેન્તીભાઈ પોપટના ફલેટ સહિત ચાર ફ્લેટનો વિસ્તાર.
12 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવાઈ ચોક શ્રીજી એપાર્ટમેન્ટ વીંગ – બી, ફ્લેટ નં. ર૦ર, ધારા હિતેષભાઈ કણજારીયાના ફલેટ સહિત ચાર ફ્લેટનો વિસ્તાર.
13 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની-૧૦, ગોકુલધામ સોસાયટી, “કિર્તન” સચિન ગોકાણીના એક મકાનનો વિસ્તાર.
14 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની-૮, અર્થ એવન્યુ-૪૦૧, ફોર્થ ફલોરના ૩ ફ્લેટનો વિસ્તાર.
15 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કડિયાવાડ કામ્બઈફળીમાં અરૂણાબેન અશોકભાઈ નાનાણીના ૧ રહેણાંક મકાનથી જયોતિબેન રાઠોડનું મકાન મળી કુલ ૩ રહેણાંક મકાનનો વિસ્તાર.
16 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલાર હાઉસ ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર વાળી ગલીમાં ડો. પટેલની બાજુમાં એક રહેણાંક મકાનનો વિસ્તાર.
17 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, સિધ્ધાર્થનગર રીટાબેન ચુડાસમાના એક મકાનનો વિસ્તાર.

18 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૬૨/ડી વાલ્કેશ્વરીનગરી મહાલક્ષ્મી રેસીડેન્સી સામે અતુલ સામજી રાણીપાના ૧ બંગલાનો વિસ્તાર.
19 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેડીકલ કેમ્પસ ડાયમંડ સર્કલ પાસે શીતલબેન પાઢેર, રેખાબેન ખુંટીના રહેણાંક મકાનનો વિસ્તાર.
20 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હરીયા કોલેજ પાછળ મૌલીક પાર્ક મિલન ડાયા માલવીના એક મકાનનો વિસ્તાર.
21 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડી.કે.વી. કોલેજ સામે, હોન્ડા શોરૂમના સર્વીસ સ્ટેશનની બાજુમાં એમ.કે. ટ્રેઈલર સામે રેશમા મહેશ ડાંગવાન સહિત બે ધરનો વિસ્તાર.
22 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલપુર રોડ, ભાનુ પેટ્રોલ પંપ પાછળ સરસ્વતી પાર્ક શેરી નં. ૩ માં પ્લોટ નં. ૬૬, વિનોદ જીણાભાઈ ભંડેરીના એક રહેણાંક મકાનનો વિસ્તાર.
23 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૩, શેરી નં. ર, દિનેશ સોહલીયા ના “મયુરી” નામના એક રહેણાંક મકાનનો વિસ્તાર.
24 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ. પ્લોટ શેરી નં. ૧૭, પ્રકાશ એપાર્ટમેન્ટમાં સેકન્ડ ફલોર પરના ત્રણ ફ્લેટનો વિસ્તાર.
25 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હર્ષદમીલની ચાલી મહાવીરનગર કુલદિપ સ્કુલની બાજુમાં મુકેશભાઈ ઝાલા “જય મહાબલી” એક રહેણાંક મકાનનો વિસ્તાર.
26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેહુલનગર કૃષ્ણનગર – પ, શ્રીરાજ એપાર્ટમેન્ટ થર્ડ ફલોર પર બ્લોક નં. ૩૦૧ સહિત બે ફ્લેટનો વિસ્તાર.
27 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરૂ સેકશન રોડ, ખોડીયાર કોલોની, સોઢા સ્કુલની સામે પ્રભાબેન ભરતભાઈ ચૌહાણ ‘દિવ્યભાવી” તથા રમેશભાઈ ગઢવીનું મકાન મળી કુલ બે રહેણાંક મકાનનો વિસ્તાર.
28 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભાનુશાળીવાસ હરની ચોકની બાજુમાં શેરી નં.૩ ભાનુ કૃપા મંગી જયસુખ કરશનના એક મકાનનો વિસ્તાર.
29 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખંભાળીયા નાકા શ્રીજી વિંગ-સી ફર્સ્ટ ફલોર પર ચાર ફલેટનો વિસ્તાર.
30 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ વસંતવાટીકા શેરી નં.૮ માં હરેશ દયાળદાસ ભોલાણીના એક મકાનનો વિસ્તાર.
31 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જલાની જાર તરકેશ્વર એપાર્ટમેન્ટ થર્ડ ફલોર પર બે ફ્લેટનો વિસ્તાર.
32 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જલાની જાર, મજરીયાફળી રવિ એપાર્ટમેન્ટની બાજુમાં સાંઈકૃપા અને માવજીભાઈના ૨ રહેણાંક મકાનનો વિસ્તાર.
33. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના ફોરેસ્ટ ઓફીસ કવાર્ટરમાં આવેલ જેન્તીભાઈ મેપાભાઇ સદીયાનું ઘર કુલ ઘર ૧.
34 જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના વાલ્મીકીવાસમાં આવેલ પ્રથમ લક્ષ્મણ કાનજી પરમારના ધરથી છેલ્લે રામીબેન ચમનભાઈ પરમારના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૪.

શહેર

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ઈ-બુકનું લોન્ચિંગ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિશ્વ મહામારી કોરોના લોકડાઉન દરમિયાન પક્ષના પ્રત્યેક કાર્યકર્તા, પ્રત્યેક ચૂંટાયેલ સભ્યો, નેતા, શહેર સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓએ પ્રજાહિત અર્થે અનેકવિધ કામગીરી કરી, આ તમામ કામગીરીની આંકડાકીય માહિતી, લાભાર્થીઓના મંતવ્યો સહીતના અહેવાલને ડિજિટલ ઈ-બુકના સ્વરૂપે રજુ કરી શહેર ભાજપ કાર્યાલયે લોન્ચ કરવામાં આવેલ હતી. આ તબક્કે શહેર અધ્યક્ષ હસમુખ હિંડોચા, મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, ડો. વિમલ કગથરા, કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખ જેઠવા, ડે મેયર કરશન કરમુર, સ્ટે.કમિટી ચેરમેન સુભાષ જોશી, પૂર્વપ્રમુખ હિતેનભાઈ ભટ્ટ, મુકેશ દશાણી, ધીરુભાઈ કનખરા ઉપાધ્યક્ષ ખુમાનસિંહ સરવૈયા, ગોપાલભાઈ સોરઠીયા, એસ.એમ.આઈ.ટી. વિભાગના પારસ ઘેલાણી, અશ્વિનભાઈ કોઠારી સહીત વોર્ડ પ્રમુખો તથા કાર્યકર્તાઓ વેબમિટિંગ થકી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા દ્વારા ઉદબોધન કરવામાં આવેલ. ભાજપ મીડિયા વિભાગના આશિષભાઈ કંટારીયા તથા ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વધુ વાંચો

શહેર

ધ્રોલમાં દિનદહાડે હત્યા નિપજાવનાર મુખ્ય સૂત્રધાર સહિતના બે શખ્સો ઝડપાયા

છ માસ અગાઉ ટોલનાકાની બોલાચાલી અને જમીનના પ્લોટના પૈસાની લેતી-દેતી મામલે યુવાનની ફાયરીંગ કરી હત્યા : ચાર શખ્સો અગાઉ ઝડપાયા : ઝડપાયેલા બે શખ્સો પાસેથી ત્રણ પિસ્તોલ અને મોબાઇલ કબજે કરતું આરઆર સેલ-એલસીબી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ ગામમાં ત્રિકોણબાગ પાસે ગત માર્ચ માસમાં યુવાન ઉપર ફાયરીંગ કરી હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા બે શખ્સોને આરઆર સેલ અને જામનગર એલસીબીએ ત્રણ પિસ્તોલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ છ માસ પૂર્વે ધ્રોલ ગામમાં ત્રિકોણ બાગ પાસે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જદુવિરસિંહ જાડેજા નામના યુવાન ઉપર જીજે-03 જેઆર-8218 નંબરની સ્વિફટ કારમાં આવેલા અનિરુધ્ધસિંહ સોઢા અને મુસ્તાક પઠાણ તથા બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ આડેધડ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં દિવ્યરાજસિંહનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

આ હત્યાના બનાવમાં પોલીસે અનિરુધ્ધસિંહ સોઢા, મુસ્તાક રફીક પઠાણ, અજીત વિરપાલસિંહ ઠાકુર અને અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુર નામના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા નામના બે શખ્સો ફરાર હોય જેની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.

દરમિયાન રાજકોટ રેન્જ ડીઆઇજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા શ્ર્વેતા શ્રીમાળીની સૂચનાથી સાઇબર સેલ પીઆઇ આર.એ. દોડીયા, એલસીબી પીઆઇ એમ.જે. જલુ તેમજ એલસીબી અને આરઆર સેલના સ્ટાફની જુદી જુદી પાંચ ટીમો બનાવવામાં આવી હતી અને આ હત્યાના બે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન આ બંને શખ્સો જામનગરથી રાજકોટ થઇ ચોટીલા આવવાની મળેલી બાતમીના આધારે પોલીસે ચોટીલાથી જસદણ પરના માર્ગ પર વોચ ગોઠવી મુખ્ય સૂત્રધાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા (રે. બંને હાડાટોડા) નામના બંને શખ્સોને આંતરીને તલાસી લેતાં તેના કબજામાંથી ત્રણ પિસ્તોલ અને મોબાઇલ ફોન મળી આવતાં કબજે કર્યા હતાં.

વધુમાં મળતી વિગત મુજબ મૃતક દિવ્યરાજસિંહ જદુવિરસિંહ જાડેજા અને અનિરુધ્ધસિંહ સોઢાને પડધરી ટોલનાકે વાહનોનો ટોલ ન ઉઘરાવવા બાબતે બોલાચાલી થઇ હતી અને તેમજ આ બંને વચ્ચે જમીનના પ્લોટના રૂા. 50 લાખની લેતી-દેતીના વિવાદમાં અનિરુધ્ધસિંહ સહિતનાઓએ દિવ્યરાજસિંહની હત્યા નિપજાવી હતી. જેમાં શૂટરો બોલાવી રેકી કરાવનાર ઓમદેવસિંહ જાડેજા અને મૃતકની ગતિવિધિઓ ઉપર વોચ રાખી રેકી કરનાર નરેન્દ્રસિંહ નામના બંને શખ્સોને આજે આરઆર સેલ અને એલસીબીએ ઝડપી લીધા હતાં તેમજ અગાઉ અનિરુધ્ધસિંહ ઉર્ફે અનોપસિંહ વિશુભા સોઢા (મુખ્ય આરોપી), મુસ્તાક રફીક પઠાણ (ફાયરીંગ કરનાર), અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામદાસ ઠાકુર (ફાયરીંગ કરનાર) અને અજીતસિંહ વિરપાલસિંગ ઠાકુર (હથિયાર સપ્લાય કરનાર) નામના ચાર શખ્સોને અગાઉ દબોચી લેવામાં આવ્યા હતાં. હજી આ ઘટનામાં ફાયરીંગ કરનાર ત્રીજો શખ્સ રોહિતસિંહ ઉર્ફે સોનુસિંગ રાપ્રસાદસિંગ ઠાકુર (ઉત્તરપ્રદેશ) ફરાર હોય જેની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં અને ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર સહિતના બે શખ્સોની રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

શહેર

મંજૂર થયેલા સ્મશાનના ત્વરીત નિર્માણ માટે આવેદન

મંજૂર થયેલા સ્મશાનના ત્વરીત નિર્માણ માટે આવેદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં લાલપુર બાયપાસ પાસે મંજૂર થયેલા સ્મશાનના તુંરત નિર્માણ માટે ગઇકાલ થી ત્રણ દિવસના ધરણાં ઉપવાસ પર બેસેલા વોર્ડ નં.15ના કોર્પોરેટર દેવશી આહિરના આંદોલનનાં સમર્થનમાં વિપક્ષના નેતા અલ્તાફ ખફી, ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર ક્રોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેટર જેનબ ખફી તેમજ અન્ય કોર્પોરેટરો જોડાયા હતા. તેમજ આ મુદ્ે ડી.એમ.સીને આવેદન પાઠવી તાકીદે સ્મશાન નિર્માણની કાર્યવાહી કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં વધુ જલદ આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ