Connect with us

રાજ્ય

જખૌ નજીક કોસ્ટગાર્ડના ચરસના વધુ 24 પેકેટ મળ્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય કોસ્ટગાર્ડ કચ્છના જખૌ નજીક કદીયારી ટાપુ પાસેથી ચરસનાં વધુ 24 પેકેટ શોધી કાઢ્યા છે. ગઇકાલે પેટ્રોલીંગ દરમિયાન કોસ્ટગાર્ડના જવાનોની ટાપુના વિસ્તારમાંથી ચરસના 24 પેકેટ મળી આવ્યા હતા.

જેની કિંમત 36 લાખ રૂપિયા માનવામાં આવે છે. છેલ્લા એક મહિના દરમિયાન કોસ્ટગાર્ડ તથા અન્ય એજન્સીઓના શોધ અભિયાન દરમિયાન 1200 થી વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે.

રાજ્ય

જાલિયાદેવાણી અને ધુનડામાં ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ

લાલપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે બે ઈંચ ખાબકયો : જોડિયા અને જામજોધપુરમાં એક-એક ઈંચ : જામનગર-કાલાવડમાં ધીમી ધારે અડધો ઈંચ પાણી વરસ્યું 

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન સામાન્ય ઝાપટાંથી સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. જેમાં લાલપુરમાં બે, જોડિયામાં તથા જામજોધપુરમાં એક-એક ઈંચ પાણી પડયું હતું. જ્યારે જામનગર-કાલાવડમાં વધુ અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણી અને જામજોધપુર તાલુકાના ધૂનડામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, જામનગર જિલ્લામાં મેઘમહેર થઈ હતી. જેમાં જિલ્લાના મુખ્ય તાલુકા મથકો પૈકીના લાલપુરમાં વધુ બે ઈંચ પાણી  પડયું હતું. જ્યારે જોડિયાની જામજોધપુરમાં એક-એક ઈંચ તથા જામનગર અને કાલાવડમાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ધ્રોલમાં સામાન્ય ઝાપટું પડયું હતું. જામનગર જિલ્લામાં પડેલા વરસાદમાં ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં અને જામજોધપુરના ધૂનડા ગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો અને જામનગરના ધુતારપર, લાલપુરના મોટા ખડબા અને કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામજોધપુર તાલુકાના જામવાડી, પરડવા, ધ્રાફા, શેઠવડાળામાં સવા બે – સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ લાલપુરના ડબાસંગ, ભણગોર, કાલાવડના ખરેડી, જામનગરના અલિયાબાડામાં પોણા બે ઈંચ વરસાદ પડયો છે અને લાલપુર તાલુકાના પીપરટોડા, પડાણા અને મોડપર, જામજોધપુરના સમાણા, કાલાવડના નવાગામ, જામનગરના ફલ્લા, જામવણથલી, વસઈ, લાખાબાવળમાં એકથી સવા ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે. ઉપરાંત જામનગરના મોટી બાણુંગર, કાલાવડના મોટા વડાળા અને પાંચદેવડા, નિકાવા, જામજોધપુરના વાંસજાળિયામાં એક-એક ઈંચ પાણી વરસ્યું છે તથા જામનગર તાલુકાના દરેડ, જોડિયાના હડિયાણા, બાલંભા, પીઠડ, ધ્રોલના લૈયારામાં અડધો-અડધો ઈંચ ઝાપટારૂપે વરસાદ પડયો છે.

વધુ વાંચો

રાજ્ય

અમદાવાદ મંડળ ને મળ્યું ભારતીય રેલ્વે નું સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રીક એન્જિન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારત સરકાર ની મેક ઇન ઈન્ડિયા યોજના અંતર્ગતપૂર્ણ રીતે દેશ માં બનેલું ભારતીય રેલ નું અત્યાર સુધીનું સર્વાધિક શક્તિશાળી રેલ એન્જિન WAG-12 ત્રણ દિવસ માટે અમદાવાદ મંડળ ને મળ્યું છે જ્યાં આને સફળતા પૂર્વક ચલાવવા માટે સબંધિત સ્ટાફ ને આવશ્યક પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે

અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક  દિપક કુમાર ઝા એ જણાવ્યુ કે માનનીય પ્રધાનમંત્રી ના આત્મનિર્ભર ભારત ના સપના ને સાકાર કરતાં આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રેલ એન્જિન છે જે 12000 હોર્સ પાવર નું છે તથા 6000 ટન ક્ષમતા ની માલગાડીને 100 KMPH ની ક્ષમતા થી ટ્રેક પર દોડી શકે છે અને આમાં હાઈરાઇજ પેંટોગ્રાફ છે. વર્તમાન માં આને અમદાવાદ મંડળ ના 100 લોકોપાયલોટ અને સહાયક લોકો પાયલોટ ને ટ્રેનીંગ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.અત્યાર માં આ4 રેલ એન્જિન ગેરતપુર-સુરેન્દ્રનગર તથા બોટાદ-ધોળા જં રેલ ખંડો માં કાર્ય કરશે તથા સબંધિત મંજૂરી મળ્યા પછી આને અમદાવાદ-પાલનપુર તથા અમદાવાદ-ગાંધીધામ રેલખંડો પર ચલાવવામાં આવશે.

શ્રી ઝા ના અનુસાર આ રેલ એન્જિન નું નિર્માણ મધેપુરા ઇલેક્ટ્રીક લોકોમોટિવ પ્રા.લિ માં કરવામાં આવી રહ્યું છે તથા આ 1GBT બેસ 3 ફેજ ડ્રાઈવ તથા 12000 HP ની વીજળી નું એન્જિન છે જેનાથી આવનારા સમય માં પૂર ઝડપે માલગાડીઓ દોડાવવામાં આવશે તથા ટ્રેક પર ટ્રેનો નું સંચાલન સુગમતા પૂર્વક કરી શકાશે તથા કાર્ગો સ્પીડ વધશે અને રોડ ટ્રાફિક ને પુન: રેલ્વે તરફ આકર્ષિત કરવામાં સહાયક થશે. આ અત્યાધુનિક રેલ એન્જિન ના પરિચાલન થી ડીઝલ અને વિદેશી મુદ્રા ની બચત થશે તથા એર પોલ્યુશન તથા કાર્બન ફૂટપ્રિંટ બને ઓછું થઈ શકશે.ભારતીય રેલ્વે માં જ્યાં ટ્રેક પર વળાંક અને ચઢાઈ થાય છે તથા લોડ પર બેકિંગ પાવર ની જરૂરત પડે છે આ એન્જિન થી તે નિર્ભરતા સમાપ્ત થઈ જશે તથા એકલું આ પોતાની જાતે 6000 ટન ક્ષમતા ની માલગાડી ને પૂરી સ્પીડ થી ચલાવવામાં સક્ષમ છે.

વરિષ્ઠ મંડળ વીજળી એન્જિનિયર એ.સુંદરેસન એ જણાવ્યુ કે ભારત દુનિયા નો છઠ્ઠો આવો દેશ જ્યાં આ શક્તિશાળી રેલ એન્જિન નું પરિચાલન કરવામાં આવી રહ્યું છે.આની નોર્મલ સ્પીડ 100 KMPH છે જેને 120 KMPH પર ચલાવી શકાય છે.આ લોકો ની લંબાઈ 35 મીટર છે તથા આમાં એક હજાર લીટર હાઇ કંપ્રેશર કેપેસિટી ના બે ટેંક છે.આ રેલ એન્જિન ના આવવાથી ઘાટ સેક્શન માં બે એન્જિન લગાવવા માથી પણ મુક્તિ મળશે.

વધુ વાંચો

રાજ્ય

જામનગરના કાલાવડ-જોડિયા- ધ્રોલ-જામજોધપુર પંથકમાં વરસાદ

કાલાવડ 30 મિમી, જોડિયા 20 મિમી અને ધ્રોલમાં 13 મિમી : ધૂતારપર-મોટા ખડબામાં બે ઇંચ, જાલિયાદેવાણી-મોટા વડાળા- ધૂનડામાં દોઢ, લૈયારા-નિકાવા-ખરેડીમાં સવા, નવાગામ તથા મોટા પાંચ દેવડામાં એક-એક ઇંચ વરસાદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન કાલાવડમાં સવા, જોડિયામાં પોણો અને ધ્રોલમાં અડધો ઈંચ પાણી વરસ્યું હતું. જ્યારે ગ્રામ્ય પંથકમાં લાલપુર તાલુકાના મોટા ખડબામાં બે અને જામનગરના ધુતારપુર, કાલાવડના મોટા વડાળામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડયો હતો.

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. આ વરસાદી માહોલ વચ્ચે 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના કાલાવડમાં વધુ 31 મિ.મી., જોડિયામાં 23 મિ.મી.અને લાલપુરમાં 22 મિ.મી. ધ્રોલમાં 12 મિ.મી. વરસાદ પડયો છે. જ્યારે ગ્રામ્ય પંથકમા લાલપુર તાલુકાના મોટા ખડબામાં વધુ બે ઈંચ અને જામનગરના ધુતારપુર તેમજ કાલાવડના મોટા વડાળામાં દોઢ-દોઢ ઈંચ પાણી પડયું હતું.

ધ્રોલ અને જાલિયાદેવાણી, કાલાવડના ભલસાણ બેરાજા, જામજોધપુરના ધૂનડામાં સવા-સવા ઈંચ પાણી વરસ્યું હતું ઉપરાંત ધ્રોલ તાલુકાના લૈયારા, કાલાવડના નિકાવા, ખરેડી, ખરેડીમાં એક-એક ઈંચ તથા કાલાવડના નવાગામ, જામજોધપુરના જામવાડી, વાંસજાળિયા, લાલપુરના પીપરટોડા, જામજોધપુરના પરડવા, ધ્રાફા, શેઠવડાળા, સમાણા, જોડિયાના બાલંભા, જામનગરના અલિયાબાડામાં અડધો-અડધો ઈંચ વરસાદ પડયો હતો.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ