Connect with us

જામનગર

મધમાખીઓના ટોળાએ ડંખ મારતા વૃધ્ધાનું મોત

હર્ષદમીલની ચાલી પાસેની ઘટના : બુધવારે સવારે વૃધ્ધાના શરીરે મધમાખીઓનું ટોળુ ચોટી ગયું!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં હર્ષદમીલનીચાલી પાસેના પટેલનગર શેરી નં.2 મા રહેતા વૃધ્ધા ઉપર બુધવારે મધમાખીઓના ટોળાંએ ત્રાટકીને ડંખ મારતા વૃધ્ધાનું મોત નિપજ્યું હતું.

અરેરાટીજનકની ઘટનામાં જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાસેના પટેલનગર શેરી નં.2 મા વિજય સોઢા સ્કૂલ પાસે રહેતા ચંદ્રિકાબેન ગાંડાલાલ વાઘેલા (ઉ.વ.60) નામના વૃધ્ધા બુધવારે સવારના સમયે તેમના ઘર પાસે હતાં ત્યારે અચાનક જ મધમાખીઓનું ટોળુ ત્રાકટયું હતું અને વૃધ્ધાના શરીરે ચોટી જઈ ડંખ મારતા વૃધ્ધાને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની મૃતકના પુત્ર શૈલેષભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ એસ દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ