Connect with us

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં એરલાયન્સનું પ્લેન ક્રેશ થયું

પાકિસ્તાનમાં એરલાયન્સનું પ્લેન ક્રેશ થયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના ર્સજાઇ છે. લાહોરથી કરાંચી જઇ રહેલું પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાયન્સનું વિમાન દુર્ઘટનાનું શિકાર થયું છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાયન્સનું પેસેન્જર વિમાન કરાંચી એરપોર્ટ પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના કરાંચીમાં વિમાનના લેન્ડીંગ થવા પહેલા સર્જાય હતી.

એવું જાણવા મળી રહ્યું છે કે, વિમાનનમાં 98 યાત્રીઓ હતા.પી.આઇ.એ.ના પ્રવકતા એ આ દુર્ઘટનાની માહિતી આપી હતી. આ વિમાન લાહોરથી કરાંચી જઇ રહ્યું હતું. ત્યારે પાકિસ્તાનના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું.

આંતરરાષ્ટ્રીય

ટિવટરે અમેરિકાના રાષ્ટ્રપતિને પણ ચેતવણી આપી

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું – ટિવટર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દરમિયાનગીરી કરી રહ્યું છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંકટનો સામનો કરવા માટે તેમના પગલા લઈને ટિકાઓની વચ્ચે ઘેરાયેલા છે. આ વચ્ચે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે પહેલી વખત ટ્રમ્પને ચેતવણી આપી છે. ટ્વિટરે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની કેટલીક ટ્વીટ્સને ફ્લેગ કરીને ફેક્ટ-ચેકની વોર્નિંગ આપી છે. ત્યાંજ ચેતવણી બાદ આને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરુદ્ધ ગણાવ્યું છે.

મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પની બે ટ્વીટ્સ પર ટ્વિટરે ચેતવણી આપી છે. મેલ-ઈન બેલેટ્સને બોગસ અને મેલ બોક્સ લૂંટી લેવામાં આવશે કહેતા ટ્રમ્પના સત્તાવાર એકાઉન્ટ્સ પરથી કેટલાક ટ્વીટ્સ કરાયા હતા. હવે આ ટ્વિટ પર એક લિંક આવી રહી છે જેમાં લખ્યું છે કે, મેલ-ઈન બેલેટ્સ અંગે તથ્ય જોઈએ. આ લિંક ટ્વિટર યુઝર્સના મૂવમેન્ટ્સ પેજ પર ફેક્ટ ચેક માટે લઈ જાય છે. અહિંયા ટ્રમ્પના અપ્રમાણિત દાવા સંબંધિત સમાચાર આવે છે.

ત્યાંજ ડોનાલ્ડ ટ્રમ્પે સતત બે ટ્વીટ દ્વારા ટ્વિટરના પગલા પર નિશાન તાક્યું છે. ટ્રમ્પે પહેલા ટ્વિટમાં લખ્યું છે કે, ટ્વિટર હવે 2020ની અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દરમિયાનગીરી કરી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે મેલ-ઈન બેલેટ્સ અંગે મારું નિવેદન મોટા ભ્રષ્ટાચાર અને છેતરપિંડીને જન્મ આપે છે. આ ખોટું છે. આ ફેક ન્યૂઝ સીએનએન એમેઝોન વોશિંગ્ટન પોસ્ટના ફેક્ટ ચેકિંગ પર આધારિત છે.

અન્ય એક ટ્વીટમાં જણાવ્યું કે, ટ્વિટર અભિવ્યક્તિની સ્વતંત્રા પર હુમલો કરી રહ્યું છે. એક રાષ્ટ્રપતિ તરીકે હું આવું થવા દઈશ નહીં. હાલમાંજ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર જો બિડને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાને કારણે 1 લાખ લોકોના મોત થયા છે અને ટ્રમ્પ ગોલ્ફ રમીને દિવસ પસાર કરી રહ્યા છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

આપને વિટામીન ડી ની ઉણપ છે ? તો ચેતી જજો

આવા લોકો માટે કોરોના જીવલેણ સાબિત થાય છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિટામિન ડી ની ખામી ધરાવતા લોકોને બીજાની સરખામણીમાં કોરોના વાયરસ વધારે જીવલેણ સાબીત થાય છે એવો અમેરિકાના વૈજ્ઞાાનિકોએ દાવો કર્યો છે આ માટે દુનિયા ભરમાં કોરોના વાયરસથી મોત થયેલા કેટલાક માણસોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અમેરિકાની નોર્થ વેસ્ટર્ન યૂનિવર્સિટીના એક રિસર્ચમાં અમેરિકા ઉપરાંત ચીન, ફ્રાંસ, જર્મની, ઇરાન, દક્ષિણ કોરિયા, સ્પેન અને બ્રિટનના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

સંશોધકોની ટીમના પ્રોફેસર વાદિમ બેકમેન અને તેમની ટીમ કોરોના વાયરસ અંગે વિશ્વની હેલ્થ કેર સિસ્ટમ પર તુલનાત્મક સંશોધન કરવા ઇચ્છતા હતા. તેઓ કોરોનાથી થતા મુત્યુદરને ટેસ્ટની સંખ્યા અને દેશના સરેરાશ આયુષ્ય સાથે જોડવા સાથે સંમત ન હતા. બેકમેનનું માનવું હતું કે આમાંથી એક પણ કારણ મહત્વનું જણાતું નથી. ઉત્તર ઇટલીનું હેલ્થ કેર સિસ્ટમ દુનિયામાં સૌથી ગુણવત્તાવાળું ગણાય છે છતાં એક જ ઉંમરના લોકોના મુત્યુદરમાં પણ ઘણો તફાવત જોવા મળ્યો હતો. એક સરખા કોરોના ટેસ્ટ કર્યા હોય એવા દેશોના મુત્યુદરના આંકડાનો પણ અભ્યાસ કર્યો જેમાં વિટામિન ડી ની  ઉણપ સાથેનો સંબંધ સ્પષ્ટ જણાઇ આવતો હતો.

વિટામિન ડી ના પ્રમાણમાં અને સાઇટોકાઇનને સિધો સંબંધ જોવા મળ્યો હતો. સાઇટોકાઇન સૂક્ષ્મ પ્રોટિનોનું એક એવું ગ્રુપ છે જેનો કોશિકાઓ સંકેત આપવા માટે ઉપયોગમાં લે છે. જો સાઇટોકાઇન ઇમ્યૂન સિસ્ટમ ઓવર રિએકશન કરે તો પણ આ સ્થિતિ જીવલેણ સાબીત થાય છે. કોરાના વાયરસના ઘણા કેસમાં દર્દીના મોત ઇમ્યૂન સિસ્ટમના ઓવર રિએકશનથી થયા છે.

નોર્થ વેસ્ટર્ન યૂનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર વિટામિન ડી ની ખામીથી ખૂબ સાઇટોકાઇનનો સ્ત્રાવ જોવા મળ્ચો હતો. સાઇટોકાઇન વધવાથી ફેફસાને ખૂબ નુકસાન થાય છે એટલું જ નહી ઘાતક રેસ્પેરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમને ઉત્તેજના આપી શકે છે. કોવિડ-૧૯ના મોટા ભાગના દર્દીઓના મોત આ રીતે જ થાય છે. જયારે વાયરસે ખુદ ફેફસામાં વધારે નુકસાન પહોંચાડતો નથી. વિટામિન ડી ઇમ્યૂન સિસ્ટમને સારી રાખે છે એટલું જ નહી તેને ઓવર રિએકટ કરતા પણ રોકે છે.

વિટામિન ડી નો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે આ ઉપરાંત દૂધ અને દૂધ ઉત્પાદનો તથા માછલીમાં સારા પ્રમાણમાં હોય છે. આમ નોર્થ વેસ્ટર્ન યૂનિવર્સિટીના વૈજ્ઞાાનિકોના મત મુજબ વિટામિન ડી અને મુત્યુદરના સંબંધ અંગે દુનિયામાં વધુ સંશોધનો માટે માર્ગ ખુલ્યો છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

અખબારના ફ્રન્ટ પેજ પર એક લાખ મૃતકોની નામાવલી

ન્યુયોર્ક ટાઇમ્સે અનોખી રીતે રજુ કર્યો કોરોનાનો ગંભીર ચિતાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમેરિકાના જાણીતા સમાચાર પત્રોમાંથી એક ન્યૂયોર્ક ટાઈમ્સે દેશમાં કોરોના વાયરસની ગંભીરતાને એક અલગ જ રીતે રજૂ કરી છે. 24 મે ના તેમના ફ્રન્ટ પેજ પર નતો કોઈ સમાચાર છે નતો કોઈ ગ્રાફિક્સ છે નતો કોઈ જાહેરાત પ્રકાશિત કરવાામાં આવી છે પરંતુ દેશમાં કોરોના વાયરસ માર્યા ગયેલા લોકોના નામ પ્રકાશિત કર્યા છે જેની સંખ્યા એક લાખ પહોંચી ગઈ છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે હેડિંગ આપ્યું છે કે, યુએસ ડેથ નિયર 1,00,000 એન ઈન્કેલક્યુલેબલ લોસ (અમેરિકામાં લગભગ એક લાખ લોકોના મોત, અગણિત નુકસાન). ત્યારબાદ નીચે તેમને શ્રદ્ધાંજલિ આપતા લખવામાં આવ્યું છે કે, ધ વર નોટ સિમ્પલી નેમ્સ ઈન એ લિસ્ટ, ધ વર અસ (યાદીમાં માત્ર નામ જ નથી, તેઓ આપણામાંથી એક હતા).

સમાચાર પત્રના ફ્રન્ટ પેજ પર મૃતકોના નામ કેમ પ્રકાશિત કર્યા તેના પર તેમણે ટાઈમ્સ ઈન્સાઈડરમાં એક લેખ પણ લખ્યું છે. હકીકતમાં ન્યૂયોર્ક ટાઈમ્સના એડિટર્સે આ ભયાવહ સ્થિતિને રજૂ કરવાનો નિર્ણય લીધો. ગ્રાફિક્સ ડેસ્કના આસિસ્ટન્ટ એડિટર સિમોન લૈંડન સંખ્યામાં આ સ્થિતિને રજૂ કરવા માગતા હતા તેથી લોકોને જાણ થાય કે કેટલી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના તમામ વિભાગના પત્રકાર આ મહામારીને કવર કરી રહ્યા છે. સિમોને જણાવ્યું કે, અમને ખબર હતી કે અમે માઈલ સ્ટોન ઉભું કરવા જઈ રહ્યા છે. અમને ખબર હતી કે તે સંખ્યાઓને રજૂ કરવાની રીત હોવી જોઈએ. એક લાખ ડોટ કે પછી એક લાખ સ્ટિક ફિગર પેજ પર લગાવવાથી તમને કંઈ ખબર પડશે નહીં કે તે લોકો કોણ હતા અને તેઓ આપણા માટે શું હતા.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ