Connect with us

રાજ્ય

ધ્રોલ પંથકમાં આઠ વર્ષ પૂર્વે હત્યા-ચોરીનો આરોપી ઝડપાયો

માવાપર ગામમાં વૃદ્ધ ઉપર ધોકા વડે હુમલો કરી હત્યા : ચાંદીના દાગીના અને રોકડ મળી 61 હજારની ચોરી : હત્યા અને ચોરીનો વધુ એક આરોપીને ફર્લો સ્કવોર્ડએ દબોચ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ તાલુકાના માવાપર ગામની સીમના વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ ઉપર આદિવાસી ગેંગના અડધો ડઝન જેટલા લૂંટારૂઓએ ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી રોકડ અને ચાંદીના દાગીના મળી રૂા.61 હજારની ચોરી અને હત્યાના બનાવમાં આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને ફર્લો સ્કવોર્ડે ઉપલેટા તાલુકાના અરણી ગામની સીમમાંથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગેની વિગત મુજબ, વર્ષ 2012માં ધ્રોલ તાલુકાના માવાપર ગામની સીમમાં રહેતા વૃદ્ધ ઉપર 12 જેટલા આદિવાસી લૂંટારૂઓએ ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી વૃદ્ધના મકાનમાંથી ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા.61 હજારની કિંમતની માલમતાની ચોરી કરી નાશી ગયા હતાં ત્યારબાદથી આ લૂંટારૂ ગેંગના સાગરિતોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ફર્લો સ્કવોર્ડના કાસમ બ્લોચ, સલીમ નોયડા, મેહુલ ગઢવીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા શ્વેતા શ્રીમાળીની સૂચનાથી પીએસઆઈ એ.એસ.ગરચર, એએસઆઈ હંસરાજ પટેલ, ચંદ્રસિંહ જાડેજા તથા પો.હે.કો. ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા નિર્મલસિંહ એસ. જાડેજા સહિતના સ્ટાફે ઉપલેટા તાલુકાના અરણી ગામમાં જીતુભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા ગુરૂસિંગ સુમલા કટારા ઉર્ફે ગોરસિંગ કટારા નામના આદિવાસી શખ્સને દબોચી લીધો હતો અને આ આરોપીને કોવિડ ટેસ્ટ કરાવી ધ્રોલ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્ય

આવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ

કલ્યાણપુરમાં આવેદનપત્ર પાઠવ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.
કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા રજુઆત કરાઈ હતી. આવકના દાખલામાં વિવિધ પ્રકારની ભૂલો ધ્યાને આવતા એન.એસ.યુ.આઈ. દ્વારા આ અંગે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
અધિકારીઓ લાજવાના બદલે ગાજતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ભૂલ સ્વીકારવાના બદલે રોષે ભરાયા હતા. પોતાની ભુલનો સ્વીકાર કરવાના બદલે અધિકારીએ જણાવ્યું હતું કે કામનું ભારણ હોઈ બીજા ભૂલો કરે છે તો અમે શુ કરીએ? તેમ જણાવી, અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવ્યો છે.
આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની આપી ચીમકી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઇ માડમની આગેવાની હેઠળ કેસુર વારોતરીયા, તુષાર હાથલીયા, જયેશ કંડોરીયા, સાગર ગોજીયા, ભાયા ભાદરકા, સાહિલ ગોસાઈ સહીતના કાર્યકરો જોડાયા હતા.

વધુ વાંચો

રાજ્ય

દ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત

દ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ. મહેશભાઈ શુકલના પત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. 84) ને ગત્ તા. 2 સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું.
આથી તેમને સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડાયાબીટીસ, બ્લડપ્રેશર, ઓક્સિજન કમી વિગેરેની તેમને  22 દિવસની વિવિધ પ્રકારની સારવાર ખુબજ કાળજીપૂર્વક કરવામાં આવતા કોરાનાને મહાત આપી, સ્વસ્થ થતા શારદાબેનને ડિસ્ચાર્જ કરવામાં આવતા મંગળવારે ખંભાળિયામાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના સગા- સંબંધીઓ, લતાવાસીઓ દ્વારા તેમના પર પુષ્પવૃષ્ટિ કરી, તાળી અને થાળી વગાડીને શારદાબેનની હિંમતને વધાવી હતી.
શારદાબેન શુક્લએ તેમના પ્રતિભાવમાં ખંભાળિયા અને જામનગર સરકારી હોસ્પિટલના તમામ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફને ભગવાન સ્વરૂપ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી

ખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વતની એવા હસમુખભાઈ મનજીભાઈ પરમાર નામના 43 વર્ષીય યુવાન ગત તારીખ 24 થી 27 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પ્રસંગ અર્થે તેમના વતન ગયા હતા, અને પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ તેમના રહેણાંક મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી અને મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.
આ મકાનના રૂમની અંદર રહેલા કબાટની તિજોરી તોડી, તેમાં રાખવામાં આવેલા રૂપિયા દસ હજાર રોકડા તથા રૂપિયા પંદર હજારની કિંમતના ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે હસમુખભાઈ પરમારની ફરિયાદ પરથી ધોરણસર ગુનો નોંધી પી.એસ.આઇ. અનિરુદ્ધસિંહ ઝાલાએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ