ગુજરાત
અમિત શાહ પતંગ ચગાવવા અમદાવાદ આવશે

પ્રકાશિત
1 week agoon
By
ખબર ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી માટે આજે અમદાવાદ આવી શકે છે. બુધવારે મોડી સાંજે અમિત શાહ અમદાવાદ આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે ઉજવતા હોય છે ત્યારે આ વખતે પણ તેઓ અમદાવાદ આવી શકે છે. કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કર્યાં છે જેના પગલે અમિત શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડવાની મજા માણશે.
દર વર્ષે અમિત શાહ ભાજપના કાર્યકરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે પણ આ વખતે કોરોનાના સંક્રમણને પગલે ઉતરાયણના દિવસે તેઓએ કોઇ જાહેર કાર્યક્રમમાં જશે નહીં, એટલું જ નહીં, ભાજપના કાર્યકરો સાથે ધાબા પર જઇને પતંગ પણ ઉડાડશે નહીં, તેઓ માત્ર પરિવાર સાથે જ ઉતરાયણનો આનંદ માણશે.
હાલ જાણવા મળી રહ્યું છે કે, અમિત શાહ અમદાવાદમાં ગોતા વિસ્તારમાં વંદેમાતરમ ફ્લેટમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં ઉતરાયણના પર્વની ઉજવણી કરશે. તો ગત્ વર્ષે પણ અમિતશાહે અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આનંદનગર રોડ પર આવેલા કનકકલા એપાર્ટમેન્ટ, વાડજ, અને સરખેજ સહિત ચાર જગ્યાએ ઉતરાયણની ઉજવણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે પણ અમિત શાહની મુલાકાત થાય તેવી પણ શક્યતાઓ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અમિત શાહની ગુજરાત મુલાકાત મહત્વની બની રહેશે.
તમને વાંચવા ગમશે
-
8 વર્ષથી એક પણ ટ્રોફી વિના, કોહલી કેપ્ટન શા માટે?: ગૌતમ ગંભીર
-
શેરબજારમાં ફંડોની બજેટ પૂર્વે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાઈ…!!!
-
ધનંજય વિરૂધ્ધની ફરિયાદ પાછી ખેંચતી ગાયિકા
-
નવાજૂની: મતદારો ચૂંટણી પહેલાં ઉમેદવારોનું ઓડિટ કરશે
-
માસ્ક મુદ્દે બબાલ થતાં, બાઇક ચાલકે મહિલા પોલીસને ફડાકો માર્યો
-
જામનગરમાં ઇલેકટ્રોનિક ચૂંટણીકાર્ડ માટેની વિસ્તૃત વિગતો આપતાં કલેકટર
ગુજરાત
નવાજૂની: મતદારો ચૂંટણી પહેલાં ઉમેદવારોનું ઓડિટ કરશે





પ્રકાશિત
3 hours agoon
January 22, 2021By
ખબર ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. અને રાજકિય પક્ષોના નેતાઓ, કાર્યકર્તાઓએ પ્રચાર શરૂ કરી દીધો છે. બધા મતદારો સુધી પહોંચવા લાગ્યા છે. જોકે, આ વખતે મતદારોનો મિજાજ કંઈક અલગ જ છે. કારણકે, તેઓ ઉમેદવારોની કામગિરીનું જાતેજ ઓડિટ કરશે. બાદમાં પસંદગીના ઉમેદવારને મત આપશે. આ વખતે કોઈ જ ભલામણ કે સંબંધ ખાતર મત મેળવવો ઉમેદવારો માટે અઘરો બની જનાર છે. સ્થાનિક સ્વરાજ્યનીચૂંટણી નજીક આવતાંની સાથેજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાજકિય માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકિય પક્ષ દ્વારા મતદારો સુધી પહોંચવા માટે ગુપ્ત બેઠકોનો દોર શરૂ થયો છે. મતદારોમાં પણ હવે જાગૃતિ આવી છે. કોઈપણ ચૂંટણીમાં પક્ષ જોઈને નહીં પરંતુ ઉમેદવારનું વ્યક્તિત્વ, લોકપ્રશ્નો ઉકેલવાની ક્ષમતાની ચકાસણી બાદ જ મત આપશે. આથી જે તે પક્ષના નેતાઓ પણ મુંઝવણમાં મૂકાયા છે. કારણકે, ક્યા ઉમેદવારની પસંદગી કરવી, જો યોગ્ય પસંદગી નહીં થાય તો ઉમેદવારનો પરાજય થશે. અને પક્ષની સીટ પણ તૂટશે.
લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપનાર અને પ્રામાણિક, નિષ્ઠાવાન ઉમેદવારને જ મત આપવો જોઈએ. કોઈપણ પક્ષનો ઉમેદવાર હોય જે લોકોના કામ કરવામાં સક્ષમ છે તેમને જ મત આપી વિજયી બનાવવા જોઈએ.ચર્ચાતી વિગતો મુજબ, મતદારો ઉમેદવારોની કુંડળી કાઢશે. જેમાં નેતાઓ ચૂંટણી પૂર્ણ થયા બાદ કેટલી વખત લોકોના પ્રશ્નો સાંભળવા ગયા. એ બાબતને ધ્યાને લેવાશે. ઉમેદવારનું નામ નહીં કામગીરી જોઈનેજ મતદાન કરવું જોઈએ. પક્ષ કોઈ પણ હોય પણ ઉમેદવાર અમારા પ્રશ્નો સાંભળી હલ કરી શકે તેનીજ પસંદગી કરીને મત આપીશું. આ પ્રકારના અભિપ્રયો માણેકવાડાના મતદારોએ ઉચ્ચાર્યા હોલવાનો રિપોર્ટ છે.
ગુજરાત
માસ્ક મુદ્દે બબાલ થતાં, બાઇક ચાલકે મહિલા પોલીસને ફડાકો માર્યો
અન્ય એક પોલીસકર્મી વચ્ચે પડતાં, તેને પણ માર માર્યો !





પ્રકાશિત
3 hours agoon
January 22, 2021By
ખબર ગુજરાત

સુરત શહેરના પાલનપુર જકાતનાકા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન માસ્ક અને નંબર પ્લેટ વગરની બાઈકના ચાલકે મહિલા પોલીસકર્મીની છેડતી અને તમાચો મારી દીધો હતો. આ ઉપરાંત અન્ય એક પોલીસકર્મી સાથે પણ મારા મારી કરતા રાંદેર પોલીસે જાહેરમાં અશ્લીલ હરકત કરવા અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક અને મહિલા હેડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ પાલનપુર જકાતનાકા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન મહિલા હેડ કોન્સ્ટેબલે માસ્ક પહેર્યા વિના અને આગળની નંબર પ્લેટ વિનાની બાઈકના ચાલકને અટકાવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ ઇશ્વર મોતીભાઇએ માસ્ક કેમ પહેર્યુ નથી અને નંબર પ્લેટ કેમ લગાવી નથી એમ કહેતા જ ચાલકે બાઈક રોડ પર આડી ઉભી કરી દીધી હતી અને જોર જોરથી બૂમાબૂમ કરી તમે પોલીસ લોકોને લૂંટે છે એમ કહી ટોળું ભેગું કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલા હેડ કોન્સ્ટેબલે ચાલકને સમજાવવાનો પ્રયાસ કરતા બાઈક ચાલક જયેશ ગણેશ ચૌધરી (ઉ.વ. 40 રહે. સી 8, 302, સ્તુતિ રેસીડન્સી, પાલ) એ તેમનો હાથ પકડી છેડતી કરી હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલે હાથ છોડાવવાનો પ્રયાસ કરતા જયેશે તેમની સાથે ઝપાઝપી કરી હતી. માર મારવાની સાથે મહિલા હેડ કોન્સ્ટેબલને એક તમાચો મારી દીધો હતો. જેને પગલે અન્ય પોલીસકર્મીઓ પણ દોડી આવ્યા હતા અને બાઈક (GJ-05-LA-5035)ના ચાલક જયેશ ચૌધરી વિરૂધ્ધ મહિલા હેડ કોન્સ્ટેબલ સાથે અશ્લીલ હરકત કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ કરવા બદલ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.
ગુજરાત
ગોડાઉનની લીફટમાં માથું આવી જતા મહિલાનું મોત
પરિવારને આર્થિક મદદ માટે કામ કરતી મહિલાના મોતથી શોક





પ્રકાશિત
3 hours agoon
January 22, 2021By
ખબર ગુજરાત

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગોડાઉનમાં ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું મોત નીપજ્યું હતું. ઉધના ખાતે બેરિંગના સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં મહિલા કામ કરતી હતી. ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેથી પ્રથમ માળે બેરિંગનો સામાનની અવરજવર વેળાએ ઘટના બની હતી. ઘટની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા મૃતક પૂજાબેન ઇન્દોરવાળાને ત્રણ સંતાન એક 17 વર્ષનો પુત્ર, 15 વર્ષની દીકરી અને 7-8 વર્ષનો દીકરો છે. પતિ બેકાર અને દારૂ પીવાની ટેવ ધરાવે છે. પૂજાબેન ઉધના વિસ્તારમાં આવેલા જય અંબે બેરિંગના સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેથી પ્રથમ માળે બેરિંગનો સામાનની અવરજવર દરમિયાન પૂજાબેન સામાન લઈ ઉપર પહેલા માળે ગયા બાદ પરત નહીં ફરતા શંકા ગઈ હતી. જોકે, પૂજાબેનનું ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મોત નીપજ્યું હતું.
માતા બીજા માળે સામાન લીને લિફ્ટમાં ગયા પણ પરત ન ફરતા સાથે કામ કરતો દીકરો ઉપર ગયો હતો. દીકરાને માતાનું માથું કચડાય ગયેલી હાલતમાં અને મૃત હાલતમાં મળી આવતા બૂમાબૂમ કરી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


8 વર્ષથી એક પણ ટ્રોફી વિના, કોહલી કેપ્ટન શા માટે?: ગૌતમ ગંભીર


શેરબજારમાં ફંડોની બજેટ પૂર્વે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાઈ…!!!


ધનંજય વિરૂધ્ધની ફરિયાદ પાછી ખેંચતી ગાયિકા
ટ્રેન્ડીંગ
-
જામનગર4 weeks ago
ટૂંકા અને ઉતેજક વસ્ત્રો ધારણ કરેલી, જામનગરના પાદરે આવેલી એ યુવતીઓ કોણ છે?!
-
રાજ્ય1 week ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
વિડિઓ4 weeks ago
જામનગરની જાણીતી હોટેલના હોલમાં ચાલતાં એકઝીબિશનમાં કોણે દરોડો પાડ્યો ? શા માટે ? શું દંડ કર્યો ?
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી