Connect with us

શહેર

કેન્દ્રના એક નિર્ણયથી જામનગરનો મહત્વાકાંક્ષી ફલાયઓવર પ્રોજેકટ ફરી અધ્ધરતાલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરનો મહત્વાકાંક્ષી ફલાયઓવર પ્રોજેકટ ફરી એક વખત ધોંચમાં પડી શકે છે. આજે કેન્દ્ર સરકારે કરેલાં એક નિર્ણયને કારણે વર્ષોથી લટકતો રહેલો જામનગર મહાનગરપાલિકાનો ફલાયઓવર પ્રોજેકટ વધુ એક વર્ષ લટકતો જ રહે તેવી શકયતાઓ જોવાઇ રહી છે.

નાણાંકીય કટોકટીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના નાણાં મત્રાલય દ્વારા આજે દેશમાં મજુંર થયેલા પરંતુ હજુ સુધી શરૂ નહી થઇ શકેલા પ્રોજેકટ શરૂ કરવા પર એક વર્ષનો પ્રતિબધ મુકવામાં આવ્યો છે. કેન્દ્રના આ નિર્ણયની દુરોગામી અસર જામનગર શહેરના ફલાયઓવર સહીતના પ્રોજેકટ પર પડી શકે છે. જોકે, આ પ્રોજેકટ રાજય સરકાર દ્વારા ફંડેડ છે. પરંતુ કેન્દ્ર સરકારે કરેલા નિર્ણયને રાજય સરકાર દ્વારા પણ ફોલોવ કરવામાં આવે તેવી પુરી સંભાવનાઓ જોવાઇ રહી છે. કેમ કે, કેન્દ્રની સાથે રાજય સરકાર પણ લોકડાઉનને કારણે નાણાંકીય કટોકટીનો સામનો કરી રહી છે. તેવામાં આવા ગંજાવર પ્રોજેકટ માટે નાણાંકીય ફાળવણી મુશ્કેલ બનશે.


આ અંગે જામ્યુકોના સીટી ઇજનેર શૈલેષ જોષીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આધારીત કોઇ મોટા પ્રોજેકટ હાલ શહેરમાં પેડિંગ નથી. પરંતુ જો રાજય સરકાર પણ કેન્દ્રની નીતી અખ્ત્યાર કરે તો જામનગર શહરેના વિકાસ કામો ને ગંભીર અસર પડી શકે છે. તેમણે જણાવ્યું કે મુળ ડિઝાઇન મુજબના ફલાયઓવરને રાજય સરકાર દ્વારા હજુ સુધી સતાવાર મંજૂરી સાપડી નથી. પરંતુ અબંર ચોકડી અને ગુરૂદ્રારાચોકડી ને જોડતા નવી ડિઝાઇનના ઓવરબ્રીજ માટે રૂા.65 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી રૂા.5 કરોડ ની રકમ જામ્યુકોને ફાળવી દેવામાં આવી છે.

બીજી તરફ આ નિર્ણયની અસર ભુજીયાકોઠા રેસ્ટોરેસન પ્રોજેકટ ઉપર પણ પડી શકે છે. રાજય સરકાર દ્વારા આ માટે રૂા.23 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. ઉપરોક બન્ન્ો મોટા પ્રોજેકટ મંજુર થઇ ગયા હોવા છતાં તેના કામ શરૂ કરી શકાયા નથી. ત્યારે કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ એક વર્ષ સુધી આ કામ શરૂ થાય તેવી સંભાવનાઓ ખુબઓછી જણાય રહી છે. આમ, જામનગરનો ફલાયઓવર પ્રોજેકટ ફરી એક વાર અધ્ધરતાલ બન્યો છે. જામનગર વાસીઓએ ફલાય ઓવર પર મુસાફરી કરવા માટે હજુ લાંબો ઇન્તજાર કરવો પડે તેવું જણાય રહ્યું છે.

શહેર

જામનગર જિલ્લામાં 24 કલાકમાં કોરોનાના 18 પોઝિટિવ કેસ

ચિંતાજનક વધી રહેલું કોરોનાનું લોકલ સંક્રમણ: 

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 

ખબર-જામનગર

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 10 દિવસથી કોરોના વાઈરસનું લોકલ સંક્રમણ ચિંતાજનક રીતે સતત વધી રહ્યું છે. વચ્ચે બે દિવસ કોરોના કેસમાં ઘટાડો આવ્યો હતો. પરંતુ ફરીથી કોરોના કેસમાં સતત વધારો જ થતો જાય છે. દેશભરમાં સતત વધી રહેલા કોરોનાના કેસો અને તેમાં નિપજતાં મોતથી વડાપ્રધાન ખૂદ ચિંતિત છે અને દેશવાસીઓને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અને માસ્ક ફરજિયાત પહેરવા તથા બાળકો અને વૃદ્ધોને બહાર ન નિકળવા વધુ એક વખત હાથ જોડી અપીલ કરી હતી. તેમ છતાં કોરોનાના કેસો વધતાં જ જાય છે. જામનગર જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન 18 કેસો પોઝિટિવ નોંધાયા છે. આ પોઝિટિવ કેસોના વિસ્તારને વહીવટી તંત્ર દ્વારા સીલ કરી ક્ધટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર દેશનો કોરોના વાઈરસ મહામારીમાં પોઝિટિવ કેસનો આંકડો સતત વધતો જાય છે. આજની સ્થિતિએ દેશભરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 19,248 નવા દર્દીઓ ઉમેરાયા છે. દેશમાં અનલોક થયા પછી લોકલ સંક્રમણ સતત વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં દેશમાં 17,848 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં ગુજરાતમાં કોરોનાનો આંકડો 33,318 સુધી પહોંચી ગયો છે અને 1869 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 675 કેસ નોંધાયા છે. જ્યારે 21 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના કેસો જામનગર શહેર અને જિલ્લામાં પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને છેલ્લાં 10 દિવસથી લોકલ સંક્રમણને કારણે દરરોજ 10 થી 15 કેસો આવે છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામના 60 વર્ષના વૃધ્ધ, અલિયાબાડામાં રહેતા 68 વર્ષના વૃદ્ધ, ધ્રોલમાં રહેતા 72 વર્ષના વૃદ્ધ અને જામનગર શહેરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતા 51 વર્ષના પ્રૌઢ તથા હરિયા સ્કૂલ પાસેના વિસ્તારમાં રહેતા 35 વર્ષના યુવાન, ખોડિયાર કોલોની ક્રિષ્ના સ્કૂલ પાસે રહેતા 33 વર્ષના યુવાન, શંકરટેકરી નહેરૂ નગર વિસ્તારમાં રહેતા 44 વર્ષના મહિલા, ગુલાબનગરના મોહનનગર ઢાળિયા પાસે રહેતા 43 વર્ષના મહિલા અને સત્યમ કોલોની રોડ પર આવેલી રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા 34 વર્ષના યુવાન તથા રણજીતનગરમાં રહેતાં 51 વર્ષના પ્રૌઢ તેમજ ચમન સોસાયટી રોઝી સ્કૂલ પાસે  રહેતા 46 વર્ષના યુવાન અને મધુવન ઈન્દીરા સોસાયટીમાં રહેતા 30 વર્ષના મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

તેમજ બુધવારે મોડીરાત્રીના સમયે જડેશ્ર્વર પાર્ક પાસે આવેલ પ્રણામી ટાઉનશીપમાં રહેતા 60 વર્ષના વૃધ્ધ, રતનબાઈની મસ્જિદ પાસે રહેતા 46 વર્ષના મહિલા, ખંભાળિયા નાકા કનખરા સમાજ પાસે રહેતા 45 વર્ષના યુવાન, દરબાર ગઢ વોરા ફળી સામે આવેલી મીનારા ફળીમાં રહેતા 47 વર્ષીય મહિલા અને કિસાન ચોક પવનચકકી પાસે રહેતાં 34 વર્ષના યુવાન તેમજ ગુલાબનગર મોહનગરના ઢાળિયા પાસે રહેતા 40 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવાનના પત્નિનો રિપોર્ટ પણ બુધવારે પોઝિટિવ આવ્યો હતો.

સતત વધી રહેલા લોકલ સંક્રમણનું મુખ્ય કારણ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તતા નથી અને લોકો જાહેર માર્ગ પર એક ટોળામાં બેસતા હોય છે અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવતા નથી અને માસ્ક પણ પહેરતા નથી. કોરોનામાં લોકલ સંક્રમણ વધવાનું મુખ્ય કારણ પ્રજામાં સાવચેતીનો અભાવ જોવા મળે છે.  જેને કારણે કોરોનાનો ભોગ બનવું પડે છે. વહીવટી તંત્ર દ્વારા સતત હાથ જોડી વિનંતી કરવા છતાં આ મહામારીમાં સાવચેતી રાખવા માટે પ્રજા જરા પણ દરકાર રાખતી નથી. જેથી શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો સતત વધી રહ્યો છે. શહેરના ધન્વન્તરિ મેદાન પાસે, ગાંધીનગર બ્રુક બોન્ડ ગ્રાઉન્ડ, ચાંદીબજાર, રણજીતરોડ જેવા અનેક વિસ્તારોમાં લોકો બેરોકટોક ફરતા હોય છે. આ લોકો જાણે કે કોરોનાથી સુરક્ષિત હોય તે રીતે શહેરમાં લટારો મારતા હોય છે.

 

 

 

 

વધુ વાંચો

શહેર

જામનગરમાં 6 કોરોના પોઝીટીવ કેસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં ગઈ રાત્રે સેમ્પલ પરીક્ષણ દરમ્યાન પોઝેટીવ આવેલા વધુ ૬ કેશ  ની વિગતો કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ છે .

  1. 60 વર્ષ પુરુષ, પ્રણામી ટાઉનશીપ
  2. 46 વર્ષ સ્ત્રી, રતનબાઇ મસ્જીદ પાસે
  3. 45 વર્ષ પુરુષ, કનખરા સમાજ પાસે
  4. 47 વર્ષ સ્ત્રી, દરબારગઢ
  5. 34 વર્ષ પુરુષ, પવનચક્કી
  6. 40 વર્ષ પુરુષ, મોહનનગર ઢાળિયા આવાસ, ગુલાબનગર

 

વધુ વાંચો

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 11 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના 9 તથા ગ્રામ્ય વિસ્તારના બે એરિયાના સમાવેશ : માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
ખબર-જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસને પગલે વધુ 11 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યાં છે. કલેકટર દ્વારા જાહેર કરાયેલા નવા કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં 11 પૈકી 9 વિસ્તારો જામનગર શહેરના છે જ્યારે અન્ય બે વિસ્તારો જામનગર ગ્રામ્યના છે. આ વિસ્તારોમાં આવશ્યક સેવાઓ સિવાઈની અન્ય તમામ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકોટ રોડ પર રીલાયન્સ પંપ ઢાળીયા પાસે આવેલ અક્ષરધામ સોસાયટીમાં સુશીલાબેન રામાણીના મકાનથી હીરાલાલભાઈ સોનગરાના મકાન સુધીના સમાવિષ્ટ થતાં સમગ્ર શેરીના 6 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચાંદી બજાર વિસ્તારમાં સોઢાનો ડેલો કે જે જનરલ પોસ્ટ ઓફીસ પાછળ આદીનાથ, પાર્શ્ર્વ, વિ. મકાનોનો સમાવિષ્ટ કરતો 12 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દરબારગઢ નાકા બહાર તાહેરીયા સ્કુલની સામે આવેલ ગોલારાણાના ડેલા તરીકે ઓળખાતા વિસ્તારના ગેઈટમાં સમાવિષ્ટ 12 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાલાવડ નાકા બહાર નેશનલ પાર્ક સોસાયટીના શેરી નં.4 કે જેમાં તાસમાણી મંજીલ, મરીયમ વિલા તેમજ આબેદાલી તાહેરઅલીના મકાન સહિતનો 11 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અંબીકા ડેરી પાછળ આવેલ દિગ્વીજય પ્લોટ 21/27 કે જેમાં હરીલાંલ બંગલાનો સમાવેશ થાય છે તે ગરબી ચોકવાળી શેરીનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની 80 ફુટના રોડ પર ક્રિષ્ના સ્કુલ પાસે આવેલ ગ્રીન રેસીડેન્સી એપાર્ટમેન્ટના 10 માળના 60 ફલેટનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એરફોર્સ-2 ના ગેઈટની સામે આવેલ વાછરાડાડા મંદિર પાસે અક્ષરધામ એપાર્ટમેન્ટના ફલેટ નં.101 થી શરૂ કરી 10 ફ્લેટનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદ કોલોની રોડ નં.2 જેમાં જય માતાજી બંગલો તથા આશિર્વાદ બંગલો વિ. નો સમાવેશ થાય છે તે 12 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણનગર શેરી નં.3 જેમાં પ્લોટ નં.126 નો સમાવેશ થાય છે. તે બાનાભાઈ હમીરભાઈ મંધાના ઘરથી મકાન નં.135/3 સુધીનો સમાવિષ્ટ થતો 50 મી. લંબાઈનો વિસ્તાર.
જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં વરીયા પ્રોવિઝન સ્ટોરથી સંધી વાસના ખુણા સુધી કુલ ઘર 10.
જામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયાબાડા ગામ ખાતે ગરીબ નવાઝ સોસાયટીમાં વિઝન સ્કુલની પાછળ યુનુશભાઈના ગોડાઉન સામેના કુલ ઘર 6.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ