Connect with us

ગુજરાત

સીસીટીવી કેમેરામાં પણ ઘાલમેલ

ખાનગી સીસીટીવી કેમેરામાં તારીખ, સમય યોગ્ય નહીં હોય તો ગુનો નોંધાશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તમારી દુકાન, સોસાયટી, કોમ્પલેક્સ કે અન્ય કોઈ સ્થળે ખાનગી સીસીટીવી હશે તો તેના પર પોલીસની નજર રહેશે. લાખો સીસીટીવીમાં હવે એકસરખી તારીખ અને સમય હોય તે ફરજીયાત બની ગયું છે.

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે તે મુજબ હવે શહેરના કોઈપણ ખાનગી સીસીટીવીમાં તારીખ અને સમય સરખાં નહીં હોય તો પોલીસ એફઆઈઆર નોંધવામાં આવશે. દરેક ખાનગી સીસીટીવીમાં તારીખ અને સમય જુદા આવતાં હોવાથી ગુનાના ઉકેલમાં સમસ્યા સર્જાય છે. સાથે જ, કોર્ટમાં પુરાવાની સમસ્યા સર્જાતી હોવાથી ગુનેગારો ગેરલાભ લઈ જતાં હોવાથી નોંધપાત્ર નિર્ણય લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે કે, ગુનાઓની તપાસમાં સીસીટીવી કેમેરાની ભૂમિકા અત્યંત મહત્વની જણાઈ આવે છે. અનુભવે જણાય છે કે, જુદા જુદા સૃથળોએ લાગેલા સીસીટીવી કેમેરાઓમા દર્શાવવામાં આવતાં તારીખ અને સમય અલગ અલગ હોય છે. આ કારણે તપાસ દરમિયાન અગવડતાઓ ઉભી થાય છે.

પોલીસની તપાસમાં મહત્વનો સમય વ્યર્થ જાય છે. આવા સીસીટીવી ફૂટેજ જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે સમયની વિભિન્નતાના કારણે પુરાવાની વિશ્વસનીયતા ઉપર પ્રશ્ર્ન ઉભા થવાની શક્યતાઓ રહેલી છે. શહેરમાં તમામ સીસીટીવી કેમેરા દ્વારા દર્શાવાતા સમય અને તારીખમાં એકસૂત્રતા જળવાય તે માટે તમામ સીસીટીવી કેમેરામાં ચોક્કસ તારીખ અને ભારતીય માનક સમય અનુસાર ચોક્કસ સમય બતાવવામાં આવે તે જરૂરી છે.

આથી, અમદાવાદ શહેર વિસ્તારના તમામ સીસીટીવી કેમેરાઓના માલિક, સંચાલકો અને વ્યવસ્થાપકોએ તેમના હસ્તક તમામ સીસીટીવી કેમેરા ચોક્કસ તારીખ અને સમય સેટ કરવાના રહેશે. જો આ આદેશનું પાલન કરવામાં ચૂક થશે તો હેડ કોન્સ્ટેબલ અને તેમનાથી ઉપરના દરજ્જાના કોઈપણ પોલીસ અધિકારી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરશે તેમ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જારી કરેલા જાહેરનામામાં જણાવાયું છે.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ શહેરમાં ખાનગી સીસીટીવીની સંખ્યા લાખોમાં થવા જાય છે. લોકોએ પોતાના ઘર, સોસાયટી, કોમ્પલેક્સ, શાળાઓ સહિત અનેક સૃથળોએ સીસીટીવી લગાવેલાં છે કે જે બહારની બાજુએ રસ્તાને કવર કરતાં હોય છે.

એ જ રીતે કોઈ ઘર કે સંકુલમાં બનાવ બને ત્યારે અંદર લગાવવામાં આવેલા સીસીટીવી પણ ઉપયોગી બનતાં હોય છે. જ્યારે કોઈ ગુનો બને ત્યારે પોલીસ તપાસ સીસીટીવીના આધારે કરવામાં આવે છે. સાથે જ, અદાલતમાં કેસ મુકવામાં આવે ત્યારે પુરાવારૂપે સીસીટીવી રજૂ કરવામાં આવે છે. પણ, સમય અને તારીખમાં બદલાવનો ગેરલાભ ગુનેગારો લઈ જતાં હોવાથી આ નોંધપાત્ર નિર્ણય લેવાયો છે.

આ નિર્ણયથી કોમ્પલેક્સ, સોસાયટીઓ, શાળાઓ અને ઘરોમાં લગાવવામાં આવેલા લાખો ખાનગી સીસીટીવીમાં સમય અને તારીખ સેટ કરવામાં મહિનાઓ વિતી જશે. જો કે, સીસીટીવીના સમય અને તારીખના નિયમનું પાલન કરવામાં ચૂક થશે તો સીસીટીવી કેમેરાઓના માલિક, સંચાલકો અને વ્યવસૃથાપકોને જવાબદાર ગણી કાર્યવાહી કરાશે. આ નિયમ લાખો લોકોને લાગુ પડશે.

ગુજરાત

હંગામી બઢતી સાથે અધિકારીઓની નિયુકિત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજયના આરોગ્ય વિભાગના 18 અધિકારીઓને હંગામી ધોરણે નવા સ્કેલ સાથે બઢતી આપી વિવિધ જિલ્લામથકોએ નિયુકિત કરવામાં આવી છે.

જામનગરમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો.એ.જી.બથવારને મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરાના ડો.આર.આર.ફિનાવકરને વડોદરાથી બઢતી આપી દ્વારકા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે તથા પોરબંદરના આરસીએચઓ ડો.કે.જે.દવેને પોરબંદરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.

વધુ વાંચો

ગુજરાત

રાજ્યમાં 13 ખાણ ખનિજ અધિકારીની તત્કાલિક અસરથી સામુહિક બદલી

દ્વારકા જિલ્લામાં અંજારથી ઘનશ્યામ અરેઠિયા મુકાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત રાજ્યના જિલ્લા જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-2ના અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડર ગઈકાલે શુક્રવારે રાજ્યકક્ષાએથી થયા છે. જેમાં અંજાર (કચ્છ- પૂર્વ)ના ઘનશ્યામ અરેઠીયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના જગદીશભાઈ વાઢેરને રાજકોટ, પંચમહાલના એમ.એચ. શેખને નર્મદા, આણંદના વિપુલ સોલંકીને મુખ્ય કચેરી- ગાંધીનગર, સુરતના એ.ડી. ચૌધરીને વલસાડ, બનાસકાંઠાના મિત પરમારને મહેસાણા, સુરેન્દ્રનગરના કિરણ પરમારને આણંદ, પોરબંદરના વાય.કે. મહેતાને ભુજ (કચ્છ- પશ્ચિમ) મુખ્ય કચેરી- ગાંધીનગરના મન ચૌધરીને અરવલ્લી, મહિસાગરના રવિ મિસ્ત્રીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જૂનાગઢના યશ જોશીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જ્યારે ગાંધીનગર સ્થિત મુખ્ય કચેરીના આર્જવ શુક્લાને બોટાદ તથા સુરતના પીઆર સિંગને અંજાર (કચ્છ- પૂર્વ) ખાતે મુકવામાં આવ્યા છે.

વધુ વાંચો

ગુજરાત

જામનગર સહીત 6 મહાનગરપાલિકા ની ચુંટણી 21 ફેબ્રુઆરી

નગરપાલિકા અને પંચાયતોનું 28 ફેબ્રુઆરીએ મતદાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે.

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, એની સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજવામાં આવશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ