Connect with us

શહેર

વકીલોને પણ આર્થિક પેકેજ આપો

માસિક રૂા. 20 હજાર આપવા અથવા બે ટકાના દરે પાંચ લાખની લોન આપવા જામનગર બાર એસો.ની મુખ્યમંત્રીને રજૂઆત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યના તમામ વકીલોને પણ આર્થિક પેકેજ આપવા જામનગર બાર એસો. દ્વારા માગણી કરવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવાએ જણાવ્યું છે કે, હાલ વૈશ્ર્વિક મહામારી કોવીડ-19 અનુસંધાને ભારતના લોકડાઉન જાહેરાત કરવામાં આવેલ હોય, મહામારીને અનુલક્ષીને 55 દિવસથી લોકડાઉન છે. જેની અસર ભારતના અર્થતંત્ર ઉપર ગંભીર અસર થયેલ છે. આ મહામારીના કારણે રાજ્યના કરોડો લોકોને આર્થિક હાલાકીનો સામનો કરવો પડેલ છે અને આવા ખૂબ જ કપરા સમયમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રજાને આર્થિક હાલાકીનો સામનો ન કરવો પડે તેવા શુભ આશયથી ગરીબો, પછાતવર્ગ, વેપારીવર્ગ, ખેડૂતગર્વ, દૂધ મંડળીના ઉત્પાદકો વગેરેને આર્થિક સહાયનો પેકેજની જાહેરાત કરેલ છે. જે ખૂબ જ આવકારદાયક અને સરાહનીય છે અને આ આર્થિક પેકેજની સરકારની મદદની ગુજરાત તથા ભારત અર્થતંત્ર ઉપર ખૂબ જ હકારાત્મક અસર આવશે. જેના માટે આપણે ખરા હૃદયથી આભાર વ્યક્ત છે. ગુજરાત સરકાર ગતિશીલ, વિકાસશીલ અને સંવેદનશીલ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી તમામ પ્રકારની સુવિધા મળે તે સરકારની હકારાત્મક પ્રયત્નો ખૂબ જ પ્રશંસનીય છે પણ આ પેકેજમાં રાજ્ય તથા દેશના ધારાશાસ્ત્રીઓને સમાવેશ ન કરવો જોઇએ? ગુજરાત રાજ્યમાં આશરે 80 થી 85 હજાર વકીલો વ્યવસાય કરે છે અને આ વકીલોની કુલ સંખ્યા પૈકી માત્ર પાંચ ટકા આર્થિક રીતે સધ્ધર હશે અને બાકીના પંચાણુ ટકા વકીલ મધ્યમ અને સામાન્ય રીતની આર્થિક સ્થિતિ હોય, આ મહામારીમાં લોકડાઉનના કારણે ગુજરાતના સંખ્યાબંધ વકીલ મિત્રોને આર્થિક હાલાકીનો સામનો કરી રહેલ છે.

લોકડાઉનને કારણે ગુજરાતના વકીલોને ખૂબ જ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડેલ છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ તાત્કાલિક કોઇપણ નવા લિટિગેશન થવાની શકયતા નથી. તેથી રાજ્ય સરકારના જરુરીયાત દ્વારા એડવોકેટની અને ગ્રામ્ય વિસ્તારોના તથા નાના શહેરોના પ્રેક્ટિશ કરતા એડવોકેટને આર્થિક ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવી સ્થિતિનું નિર્માણ થયેલું છે. રાજ્યના વકીલ મિત્રોએ દરેક વખતે કાયદો તથા વ્યવસ્થા જાળવવાની તથા રાજ્યની પ્રજાના તથા સરકારના તમામ પ્રશ્ર્નોના સુખદ નિરાકરણ માટે એડવોકેટ તૈયાર અને તત્પર રહેલ છે.

રાજ્યના વિકાસ માટે પણ વકીલોનો બહોળો ફાળો રહેલો છે અને વકીલ ખૂબ જ સ્વાવલંબી અને આત્મનિર્ભર હોય છે. તેના કારણે એડવોકેટ કોઇની સામે હાથ ધરી શકતા નથી. આજ દિવસ સુધી સરકાર દ્વારા વકીલોને કોઇપણ આર્થિક પેકેજનો કે સહાયનો લાભ આપવામાં આવેલ નથી. ત્યારે રાજ્યના તમામ જરુરીયાતવાળા વકીલોને માસિક રૂા.20,000 તેના બેન્ક એકાઉન્ટમાં જમા કરી આપવા. જો આવી જાહેરાત/સહાય રાજ્ય સરકાર ન કરી શકે તો તેના વિકલ્પે રાજ્યના જરુરીયાતવાળા વકીલોને રૂા. 5 લાખ વાર્ષિક બે ટકાની લોનની વ્યવસ્થા પેકેજના ભાગરુપે મળે તેવી વ્યવસ્થા કરવા તેવું જામનગર બાર એસો. પ્રેસિડેન્ટ ભરતભાઇ એસ. સુવા દ્વારા મુખયમંત્રી વિજયભાઇ રુપાણીને રજૂઆત કરવામાં આવી હતી.

શહેર

જામનગરના ક્યા વિસ્તાર ક્યારે કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થશે ?

જાણો કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના જુદા-જુદા 6 કન્ટેઈનમેન્ટ વિસ્તારને તબક્કા વાર મુક્તિ આપવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા આજે આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્તિની તારીખ જાહેર કરવામાં આવી છે.

કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામા અનુસાર જામનગર શહેરના ઇબા ચોક, હમીદા મંજીલ વાળી ગલીનો વિસ્તાર, 3 જૂનના રોજ કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત ગણાશે. જ્યારે સનરાઇઝ એપાર્ટમેન્ટ 4 જૂનના રોજ, બજરંગ ફ્લોર મીલની ગલીથી માં-ખોડલ આશિષ મકાન સુધીનો વિસ્તાર પણ 4 જૂનના રોજ, સત્યસાંઇ નગર શેરી નં.6 તા.5 જૂનના રોજ, ધોળિયાફળી અનુરાગ મુખવાસની શેરી તા.5 જૂનના રોજ તથા નૂરી પાર્ક શેરી નં.3 તા.6 જૂનના રોજ કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થયેલા ગણાશે.

વધુ વાંચો

શહેર

હાપા જલારામ મંદિરમાં આંબા મનોરથ

હાપા જલારામ મંદિરમાં આંબા મનોરથ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હાપામાં આવેલ જલારામ મંદિરમાં આજે પ્રથમ વાર આંબા મનોરથના દર્શન યોજવામાં આવ્યા હતાં. લેસ્ટરવાળા જલારામ ભક્ત ઇલાબેન દિપેશ કુમાર મશરૂ પરિવાર તરફથી આજે સવારે 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી જલારામ મંદિરમાં આંબા મનોરથ યોજવામાં આવ્યો હતો.

વધુ વાંચો

શહેર

જામનગર એનસીસી ગ્રુપ દ્વારા માસ્ક બનાવાયા

જામનગર એનસીસી ગ્રુપ દ્વારા માસ્ક બનાવાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટરના એનસીસી કેડેટસ દ્વારા માસ્ક બનાવી કોરોનાની મહામારી સામે રક્ષણ માટે આ માસ્કનું વિતરણ કરાયું હતું. જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટર દ્વારા 1400 જેટલા માસ્ક બનાવી જામનગર શહેરના એસડીએમ હર્ષવર્ધનસિંહ સોલંકીને સુપ્રત કરાયા હતા.

આ તકે ચાર એએનઓ તથા બે પીઆઇ સ્ટાફ તેમજ ત્રણ એનસીસી કેડેટસ ઉપસ્થિત રહી આ માસ્ક સોંપવામાં આવ્યા હતા. એનસીસી કેડેટસે ગ્રુપ કમાન્ડર કે.એસ. માથુર તથા લેફ. કમાન્ડર ચંદ્રેશ મિત્તલના માર્ગદર્શન હેઠળ આ માસ્ક તૈયાર કર્યા હતા.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ