Connect with us

બિઝનેસ

એલઆઇસીના IPO ની સૌને પ્રતિક્ષા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આ વર્ષે એલઆઈસીનો આઈપીઓ આવી રહ્યો છે. ભારતીય બજારોમાં ચારેક મહિના લાંબી ઠંડક રહ્યા પછી હવે ગરમાવો શરૂ થવાના દિવસો છે. ભારતનું આઈપીઓ બજાર નવેસરથી ગુલઝાર થવા તરફ જઈ રહ્યું છે. જુલાઈમાં રોસરી બાયોટેકના આઈપીઓથી આ શરૂઆત થઈ છે. હવે પછીના પાંચ મહિના દરમિયાન લગભગ એક ડઝન જેટલા આઈપીઓ આવી રહ્યા છે. આ આઈપીઓ મારફત સંખ્યાબંધ રોકાણકારોને કમાણીની તક મળશે.

આ વર્ષે આઈપીઓની દુનિયામાં સૌથી વધુ ચર્ચા અને સૌથી વધુ પ્રતિક્ષા એલઆઇસીના આઇપીઓની થઈ રહી છે. એલઆઈસીનો આઈપીઓ જાહેર થઈ ગયા પછી આ નિગમ રિલાયન્સ અને ટીસીએસ જેવી દિગ્ગજ કંપનીઓની કતારમાં ઉભી રહી શકશે. કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં જ આ પ્રસ્તાવ મુકયો હતો. પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે, એલઆઈસીનો અમુક હિસ્સો આઈપીઓ દ્વારા વેંચાણ કરવામાં આવશે. એલઆઈસીનું માર્કેટ વેલ્યુએશન હાલમાં 8 થી 10 લાખ કરોડ જેટલું અંદાજવામાં આવે છે. રોકાણકારોને એવી આશા છે કે, આ વર્ષે જ એલઆઈસીનો આઈપીઓ આવી જશે.
આ ઉપરાંત બ્રોકરેજ કંપની એન્જેલ બ્રોકિંગ બજારમાંથી રૂા.600 કરોડ એકત્ર કરવા આઈપીઓ લાવશે. ગત વર્ષે તેને સેબીની મંજૂરી મળી ચૂકી છે. સરકારી કંપની એનર્જી એફિશિયન્સી સર્વિસીસ પણ આઈપીઓ લાવશે. આ કંપની બજારમાંથી પાંચ હજાર કરોડ રૂપિયા એકત્ર કરવા ઈચ્છે છે. આ કંપની વિજળી ક્ષેત્ર સાથે જોડાયેલી ચાર દિગ્ગજ કંપનીઓ એનટીપીસી, રૂરલ ઈલેકટ્રીફિકેશન કોર્પોરેશન, પાવર ફાયનાન્સ કોર્પોરેશન અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી સંયુકત કંપની છે.

આ વર્ષે ઈન્ટીગે્રટેડ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પણ આઈપીઓ લાવે તેવી સંભાવના છે. ગત સપ્ટેમ્બરમાં કંપનીને સેબીની મંજૂરી મળી ચૂકી છે. આ એનબીએફસી કંપની બજારમાંથી રૂા. 750 કરોડ મેળવવા તૈયારી કરી રહી છે. સપ્ટેમ્બર સુધીમાં તેનો આઈપીઓ આવે તેવી શકયતા છે. આ ઉપરાંત ડાઈનિંગ રેસ્ટોરન્ટ ચેન ધરાવતી બાર્બેકયુ નેશન નામની કં5ની, બજાજ એનર્જી, લોઢા ડેવલોપર્સ, યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપની, એનએસઈ તેમજ સીએએમએસ નામની ઘણી કંપનીઓ આઈપીઓ માટેની તૈયારીઓ કરી રહી છે પરંતુ, સૌથી વધુ પ્રતિક્ષા રોકાણકારોને એલઆઈસીના આઈપીઓની છે.

બિઝનેસ

બે દિવસમાં ડો.રેડ્ડીઝનાં શેરમાં જબરજસ્ત ઉછાળો

હજુ કેટલો ઉછાળો આવી શકે છે આ શેરમાં જાણો…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની દિગ્ગજ ફાર્મા કંપની ડો.રેડ્ડીઝના શેરના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. રશીયન વેકસીન બનાવવાની પરમીશન મળતા જ છેલ્લા બે દિવસમાં કંપનીના શેરમાં 12 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. જ્યારે છેલ્લા છ માસમાં કંપનીના શેરનો ભાવ લગભગ બમણો થઇ ગયો છે.

ગુરુવારે કંપનીના શેરોએ 4,845.55 રૂપિયાનું શિખર સ્તર હાંસલ કર્યું છે. વાયદા કારોબારીઓ અનુસાર, આગામી એક અઠવાડિયામાં આ શેરની કિંમતમાં 5 ટકા સુધી તેજી-મંદી આવી શકે છે. કંપનીએ અમેરિકામાં કેન્સરની દવા માટે પેટેન્ટના મામલાને ખતમ કરી દીધો છે. આ દવાનું જેનરિક વર્ઝન છે.

આ ઉપરાંત ડો.રેડ્ડીઝ લેબે ભારતમાં રશિયાની કોરોનાની રસી સ્પુતનિક Vનું ક્લિનિકલ ટ્રાયલ અને ડિસ્ટ્રીબ્યુશન કરશે. જેના કારણે પણ રોકાણકારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. પહેલાં રેમેડેસિવિર સહિતની કોરોનાની દવાઓ પર લોકોનું ધ્યાન હતું. પણ રશિયાએ રસી લોન્ચ કરતાં જ લોકોનું ધ્યાન હવે રસી પર વધારે છે. અને તેવામાં ભારતમાં ડો.રેડ્ડીઝને રશિયાની રસી બનાવવાની પરમિશન મળતાં તેના શેરમાં આગામી સમયમાં પણ ભારે ઉછાળો જોવા મળશે.

વધુ વાંચો

બિઝનેસ

ચાર માસમાં દેશમાં 66 લાખ પ્રોફેશનલ્સ બેકાર થયા

CMIE નો ચોંકાવનારો અહેવાલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોનાના પગલે માત્ર ચાર મહિનામાં એંજિનિયર્સ, ફિઝિશ્યન્સ અને પ્રોફેસર્સ જેવા ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા 66 લાખ પ્રોફેશનલ્સ બેકાર થઇ ગયા હતા એવું એક અહેવાલમાં જણાવાયું હતું.

સેન્ટર ફોર ધ મોનિટરીંગ ઑફ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)એ પ્રગટ કરેલા એક અહેવાલમાં આવો દાવો કરાયો હતો. આ અહેવાલમાં જણાવાયું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં જે પ્રગતિ થઇ હતી એ કોરોનાના ચાર માસમાં ધોવાઇ ગઇ હતી એમ કહી શકાય. વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ)ના રોજગારનો આંકડો આ રીતે 2016 પછી પહેલીવાર નીચે ઊતરી ગયો હતો.

CMIEના આ રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો હતો કે છેલ્લા ચાર માસમાં 50 લાખથી વધુ ઔદ્યોગિક શ્રમિકો પણ બેકાર થયા હતા. કન્ઝ્યુમર પિરામિડ હાઉસહોલ્ડના સર્વે મુજબ સૌથી વધુ નુકસાન વ્હાઇટ કૉલર્સ પ્રોફેશનલ્સને એટલે કે એંજિનિયર્સ, ડૉક્ટર્સ, પ્રોફેસર્સ, એકાઉન્ટન્ટ્સ અને એનેલિસ્ટ્ વગેરે થયું હતું.  જો કે આ ડેટામાં સ્વરોજગાર હોય એવા લોકોનો સમાવેશ કરાયો નહોતો. એટલા પૂરતો આ ડેટા અપૂર્ણ હતો.

CMIEએ જણાવ્યા મુજબ 2019ના મે-ઑગષ્ટ વચ્ચે આવા વ્હાઇટ કૉલર્સ કહેવાય એવા એક કરોડ 88 લાખ લોકો કામકાજ કરતા હતા. અત્યારે એ આંકડો ઘટીને એક કરોડ બાવીસ લાખ પર આવી ગયો હતો એટલે કે ઓછામાં ઓછા 66 લાખ લોકો બેકાર થઇ ગયા હતા. 2016 પછી રોજગાર ક્ષેત્રે આ સૌથી મોટો ઘટાડો હતો.

જો કે સૌથી વધુ ફટકો ઔદ્યોગિક શ્રમિકોને પડ્યો હતો. આ વર્ષના મેથી ઑગષ્ટ વચ્ચે 50 લાખથી વધુ ઔદ્યોગિક શ્રમિકો રોજગાર ગુમાવીને બેકાર થઇ ગયા હતા. એટલે કે છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક શ્રમિકોમાં 26 ટકાનો ઘટાડો થઇ ગયો હતો. ખાસ કરીને મિડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને માઇક્રો સ્કેલ ઇન્ડસ્ટ્રીના શ્રમિકો વધુ બેકાર થયા હતા. આવા ઔદ્યોગિક એકમોને લૉકડાઉનની મરણતોલ અસર થઇ હતી.

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૧૭.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૯૩૦૨.૮૫ સામે ૩૯૧૨૦.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૮૯૨૬.૩૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૦૮.૪૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૯૭૯.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૧૬.૪૦ સામે ૧૧૫૨૧.૦૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૪૮૩.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૪.૯૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૫૨૨.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતીય શેરબજારમાં સતત બે દિવસના સુધારાને આખરે ગુરુવારે બ્રેક લાગી હતી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જારી કરેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસિકની સરખામણીમાં વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન મહિના સુધીમાં ભારતની કુલ નિકાસમાં ૨૫.૪૨%નો ઘટાડો નોંધાતા અને ચીન સાથે સરહદ પર સતત તનાવ યથાવત રહેતા અનિશ્ચિતા વચ્ચે રોકાણકારોએ સાવધ વલણ અપનાવતા સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ફ્સ્કિલ સ્ટીમ્યુલસની આશા બાદ વૈશ્વિક સંકેતો નબળા રહેતા અને ફેડ દ્વારા યુ.એસ.ના યથાવત વ્યાજ દરની આગાહી વર્ષ ૨૦૨૩ ના અંત સુધી દેતા, પરંતુ તેનાથી આગળ વધવામાં નહીં આવે તેવા અહેવાલે યુએસ ફેડ રિઝર્વે રોકાણકારોની અપેક્ષાઓનું પાલન કરવામાં નિષ્ફળ થતા વૈશ્વિક બજારો નિરાશ થવા સાથે ભારતીય શેરબજારમાં નેગેટિવ અસરે ઘટાડો નોંધાયો હતો. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે માત્ર હેલ્થકેર, આઈટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૯૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૨ અને વધનારની સંખ્યા ૧૧૨૫ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ સતત યથાવત્ છે. બન્ને દેશો ઉચ્ચસ્તરની મંત્રણા છતાં તણાવ ઘટાડવા માટે સત્તાવાર કોઈ નિવેદનના અભાવે રોકાણકારોએ આ મુદ્દે ધીમી પ્રગતિ માટે સજ્જ રહેવું જરૂરી બની રહેશે. બજારમાં આગામી દિવસોમાં કોન્સોલિડેશન જોવા મળે તેવી શક્યતા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જણાવ્યું હતું કે કોરોનાને કારણે મંદીમાં સરકી પડેલી ઇકોનોમી તેમજ બેન્કિંગ સેક્ટરને ઉગારવા આરબીઆઇ લડાઈ લડવા સજ્જ છે અને તમામ પગલાં લઈ રહી છે તેમજ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની ઇકોનોમીની રિકવરી ધીમી રહેશે પણ તેમાં તબક્કાવાર સુધારો જોવા મળશે. ક્રૂડ ઓઈલના ભાવ નીચા ગયા હોવાથી આગામી દિવસોમાં ભારતને તેનો ફાયદો જોવા મળશે. મ્યુચ્યુઅલ ફંડ્સ માટે સેબીના નવા સરક્યૂલરને કારણે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં વધુ ખરીદી જોવા મળે તેવી શક્યતા છે.

તા.૧૮.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૭.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૫૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૪૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૫૬૦ પોઈન્ટ થી ૧૧૫૮૮ પોઈન્ટ, ૧૧૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૭.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૩૯૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૪૭૪ પોઈન્ટ થી ૨૨૫૦૫ પોઈન્ટ, ૨૨૫૭૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૫૭૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • હેવેલ્સ ઈન્ડિયા ( ૬૮૩ ) :- ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૬૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૬૬૨ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૬૯૬ થી રૂ.૭૦૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૭૧૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ડાબર ઈન્ડિયા ( ૫૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૪૭૫ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૫૧૬ થી રૂ.૫૨૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • કેડિલા હેલ્થકેર ( ૩૯૫ ) :- રૂ.૩૮૩ નો પ્રથમ તેમજ રૂ.૩૭૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૪૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બંધન બેન્ક ( ૩૦૫ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૨૯૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અંબુજા સિમેન્ટ ( ૨૨૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૩૦ થી રૂ.૨૩૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એસ્કોર્ટ્સ લિ. ( ૧૨૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમર્શિયલ વિહિકલ્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૨૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અમર રાજા બેટરીઝ ( ૭૭૫ ) :- રૂ.૭૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૭૫૭ થી રૂ.૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ભારતી એરટેલ ( ૪૮૦ ) : ટેલિકોમ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૦૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૪૭૩ થી રૂ.૪૬૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા કેમિકલ્સ ( ૨૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૯૦ થી રૂ.૨૮૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • પેટ્રોનેટ LNG લિ. ( ૨૩૩ ) :- રૂ.૨૪૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૨૭ થી રૂ.૨૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૫૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ