આંતરરાષ્ટ્રીય
ઉંચુનીચું થયા પછી, નેપાળના પગ ધ્રુજ્યા
ભારત સાથે સારાં સંબંધો હોવા અંગે નિવેદન

પ્રકાશિત
1 week agoon
By
ખબર ગુજરાત

નેપાળની આંતરિક રાજનીતિમાં ચીનની વધતી દખલની વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ચીનને સખ્ત સંદેશ આપ્યો છે. ઓલીએ કહ્યું કે, અમને આઝાદી પસંદ છે અને અમે બીજાના આદેશ નથી માનતા. તેમણે કહ્યું કે, નેપાળ પોતાના મુદ્દાઓમાં સ્વતંત્ર રહીને નિર્ણય લે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નેપાળી પીએમએ એક તરફ જ્યાં ચીનને સખ્ત સદેશ આપ્યો છે, તો ભારતની પ્રશંસા કરીને ભારતીય નેતૃત્વ તરફ દોસ્તીનો હાથ લાંબો કર્યો છે.
ઓલીએ એક ભારતીય ટીવી ચેનલે આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ભારતની સાથે સંબંધો ઘણા સારા છે. એટલા સારા છે કે જેટલા પહેલા ક્યારેય નહોતા. નેપાળી સમાચાર પત્ર કાઠમાંડૂ પોસ્ટ પ્રમાણે રાજકીય સંકટથી ઘેરાયેલા ઓલીએ પોતાના નિવેદનથી એક તીરથી બે નિશાન સાધ્યા. પહેલા ઓલીએ પોતાની દેશની જનતાને સંદેશ આપ્યો કે નેપાળના હિતથી વધીને કંઈ નથી. તો બીજો સંદેશ તેમણે ભારતીય નેતૃત્વને આપ્યો. સત્તારૂઢ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના ઓલીના જૂથના એક નેતાએ કહ્યું કે, આ વિચારેલી-સમજેલી રણનીતિનો ભાગ છે, જેથી ભારતની સાથે સંબંધોને ફરીથી પાટા પર લાવી શકાય.
કેટલાક વિશ્લેષકો કહે છે કે ઓલીએ સંદેશ આપ્યો છે કે તેઓ ભારતની સાથે છે અને તેમણે ચૂંટણીની જાહેરાત કરી હોવાથી તેમને ટેકાની જરૂર છે. ભારતમાં નેપાળના ભૂતપૂર્વ રાજદૂત લોકરાજ બરલે કહ્યું કે ઓલીએ નિવેદન આપીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નેપાળ અને ભારત બંનેને એક-બીજાની જરૂર છે. ઓલીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નેપાળના વિદેશ મંત્રી અને ઓલીની ખૂબ નજીકના પ્રદીપ ગ્યાવલી 14 જાન્યુઆરીએ ભારત આવી રહ્યા છે.
તમને વાંચવા ગમશે
-
જામનગરમાં ચૂંટણી આચારસંહિતાના અમલ સાથે હોર્ડીંગ્સ હટાવવાની કાર્યવાહીનો પ્રારંભ
-
છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ
-
દ્વારકામાં પ્રજાસતાકપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી
-
મદદનીશ ટીડીઓને વાહનની ઠોકર: ઇજાઓ
-
જામનગરના ગુરૂદ્વારા વ્યસ્ત જંકશન પર ધણીધોરી વિના ચાલતો ટ્રાફિક : વાહનચાલકો પરેશાન
-
કે.ડી.જવેલર્સ દ્વારા ‘THE TRUNK SHOW’ એકિઝબીશનનું આયોજન
આંતરરાષ્ટ્રીય
રશિયાના બોસ પુટીન ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચે છે ધૂમ સરકારી નાણું !
પૂર્વપત્ની પાછળ પણ લખલૂંટ ખર્ચ: મહેલની ‘કામવાળી’ રાતોરાત કરોડપતિ બન્યાનો વિરોધીઓનો દાવો





પ્રકાશિત
2 days agoon
January 22, 2021By
ખબર ગુજરાત

રશિયાના વ્લાદિમીર પુતિનના રાજકીય વિરોધી અલેકસી નાવલની એ દાવો કર્યો છે કે રશિયાના પ્રેસિડેન્ટની પાસે 100 અબજ રૂપિયાનું ઘર છે. માત્ર આટલું જ નહીં, પુતિન તેમની ગર્લફેન્ડ પર સરકારી ખજાનામાંથી ધૂમ પૈસા ઉડાવી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્થો છે કે પુતિન દુનિયાના સૌથી ધ્રનિક વ્યકિત છે અને પોતાની 17 વર્ષીય દીકરીને પણ પૈસા આપી રહ્યા છે. નાવલનીએ દાવો કર્યો છે કે પુતિનનો કાળા સાગર તટ પર 100 અબજ રૂપિયાનો મફેલ છે. જેમાં ડાન્સ અને કેસિનોની સુવિધા છે.
નાવલનીએ એવો પણ દાવો કર્યો છે કે પુતિનના ઘરે સફાઈ કરનાર એક યુવતી હવે અવિશ્વસનિયરીતે ખૂબ પૈસાવાળી થઈ ગઈ છે. કોઈ નથી જાણતું કે આ પૈસા કેવી રીતે આવ્યા. તેમણે જણાવ્યું કે રશિયનપ્રેસિડેન્ટ જે લોકો પર પૈસા ખર્ચ કરી રહ્યા છે તેમાં તેમની કથિત પાર્ટનર અલીના કબાયેવા અને પૂર્વ પત્ની સ્વેતલાના સામેલ છે.
નાવલનીએ એવો પણ દાવો કર્યો છે કે દેશમાં 2 કરોડ ગરીબ છે પણ પુતિન પોતાની ગર્લફેન્ડ માટે યાટ ખરીદી શકે છે. નાવલનીએ કહ્યું કે કબાયેવા પર ચોરીના અબજો રૂપિયા બરબાદ કરવામાં આવ્યા. કબાયેવા હવે રશિયામાં મોટા ન્યૂઝપેપર્સ અને ટીવી સ્ટેશનને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યું કે કબાયેવાનો ઓફિશિયલ પગાર 7.8 મિલિયન પાઉન્ડ છે.
નાવલનીએ એવો દાવો કર્યો છે કે પુતિનના 100 અબજ રૂપિયાના ઘરમાં એક કલબ, કેસિનો અને થિયેટર આવેલું છે. આ ઘરમાં પુતિન માટેના આલીશાન રૂમ તૈયાર કરાયા છે. આ ઘરની બહાર દ્રાક્ષનું ગાર્ડન આવેલું છે. નાવલનીએ તેના બ્લોગમાં આ ઘર વિશેની તમામ જાણકારી આપી છે. આ રશિયાની અંદર એક અલગ રાજય જેવું છે. નાવલનીએ એવો દાવો કર્યો છે કે આ આખા મહેલની કિંમત આશરે રૂપિયા 100 અબજ છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રશિયન સુરક્ષાબળ હાજર છે. મહેલથી તટ સુધી એક સુરંગ બનાવવામાં આવી છે. આ આખો વિસ્તાર સૌથી રહસ્યમય અને સુરક્ષાવાળો છે.
આંતરરાષ્ટ્રીય
યુક્રેન: ખાનગી હોસ્પિટલમાં આગથી 33 પૈકી 15 ભૂંજાઇ ગયાં
હીટીંગની પ્રક્યિામાં બેદરકારી કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસનું તારણ





પ્રકાશિત
2 days agoon
January 22, 2021By
ખબર ગુજરાત

યુક્રેન શહેરના ખારકિવમાં એક ખાનગી નર્સિંગ હોમમાં આગ લાગતા 15 લોકોના મોત થયા છે અને 11થી વધુ લોકો દાઝી ગયા છે. અધિકારીઓએ આ માહિતી આપી. બે માળના બિલ્ડિંગમાં આગ લાગવાનું કારણ ખબર પડી શકી નથી. ‘ઇંટરફેક્સ’ સમાચાર એજન્સીએ ખારકિવ પોલીસના હવાલે કહ્યું કે, નર્સિંગ હોમના માલિક અને કર્મચારીઓની પૂછપરછ ચાલી રહી છે.
મળતી માહિતી પ્રમાણે ગુરૂવારે બપોરે બીજા માળ પર આગ લાગી હતી. કહેવાય છે કે જ્યારે આગ લાગી એ સમયે બિલ્ડિંગમાં અંદાજે 33 લોકો હાજર હતા. તેની એક તસવીર પણ સામે આવી છે, જેમાં બીજા માળથી ધુમાડો નીકળતો દેખાઇ રહ્યો છે અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાની કોશિષ કરતાં દેખાય છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કીએ આંતરિક બાબતોના મંત્રીને આ ઘટનાની સંપૂર્ણ તપાસના નિર્દેશ આપ્યા છે. યુક્રેનના પ્રોસીક્યુટર એ કહ્યું કે અધિકારીઓએ તપાસ શરૂ પણ કરી દીધી છે અને શરૂઆતની તપાસમાં એવું લાગી રહ્યું છે કે કોઇ હીટિંગ ડિવાઇસને વ્યવસ્થિત રીતે હેન્ડલ ના કરી શકવાની બેદરકારીના લીધે આ આગ લાગી છે.
આંતરરાષ્ટ્રીય
થાઇલેન્ડના આ ગામમાં બધાં પુરૂષો, મહિલાઓના વસ્ત્રો શા માટે પહેરે છે ?!





પ્રકાશિત
2 days agoon
January 21, 2021By
ખબર ગુજરાત

સોશિયલ વાયરલ આજે વિજ્ઞાનમાં આટલી પ્રગતિ થઈ હોવા છતાંય લોકો ભૂત-પ્રેત જેવી ચીજોમાં વિશ્વાસ કરે છે. જેને અંધવિશ્રાસથી વધુ કંઈ કહી ન શકાય. આવું જ કંઈ જોવા મળ્યું થાઈલેન્ડના એક ગામમાં, જયાં કેટલાક લોકો ભૂતથી બચવા માટે મહિલાઓના કપડા પહેરવા લાગ્યા. જેનાથી ભૂત તેમની પર હુમલો ન કરે અને તેમનો જીવ બચી જાય. અહેવાલો મુજબ, થાઈલેન્ડના નાખોન ફેનમ પ્રાંતના એક ગામમાં પુરુષો મહિલાઓના કપડા પહેરવા લાગ્યા. કારણ કે અહીં લોકોમાં ભૂતનો ભય ઊભો થઈ ગયો છે. મહિલાઓના કપડા પહેરવાનું કારણ પણ ખૂબ જ વિચિત્ર જણાવવામાં આવ્યું. એવું કહેવામાં આવ્યું કે લોકો એક વિધવાના ભૂતના ડરથી આવું કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ ગામમાં નીંદર માણી રહેલા પાંચ લોકોના મોત થયા ફતા. ત્યારબાદ ગામ લોકએ તેમના મોત માટે વિધવા ભૂતને જવાબદાર માન્યું.
લોકોનું માનવું હતું કે. વિધવાનું ભૂત ગામના પુરુષો અને યુવકોને શિકાર બનાવી રહ્યું છે. ગામની મહિલાઓને પોતાના પતિઓ અને દીકરાઓને બચાવવા માટે તેમને મહિલાઓના કપડા પહેરાવવાનું શરુ કરી દીધું. તેમનું માનવું છે કે આવું કરવાથી વિધવાના ભૂતને લાગશે કે ગામમાં મહિલાઓ જ છે અને પુરુષો નથી. આ રીતે તે ગામથી ભાગી જશે. નોંધનીય છે કે, ગામમાં પુરુષો મહિલાઓના કપડા પહેરી રહ્યા છે સાથોસાથ બીજો એક ઉપાય પણ કરવામાં આવ્યો છે. લોકો પોતાના ઘરોમાં ચાડિયા રાખવાનું પણ શરૂ કરી દીધું. ગામ લોકોએ આ ચાડિયાને પણ ભૂત ભગાવવાના ઉપાય તરીકે ખાસ પ્રકારે બનાવ્યો છે. મળતી માહિતી મુજબ, લોકોએ ચાડિયાનો એક પ્રાઇવેટ પાર્ટ પણ બનાવ્યો છે, જેની લંબાઈ 80 સેન્ટીમીટર હતી. ચાડિયાના પ્રાઇવેટ પાર્ટના આગળના હિસ્સાને લાલ રંગ કરવામાં આવ્યો છે અને તેની પર લખ્યું છે, અહીં કોઈ પુરુષ નથી.
ચાડિયાને ઘરની બાહર રાખવામાં આવ્યા છે જેથી ભૂત તેને જોઈ ભાગી જાય. કમાલની વાત એ છે કે ચાડિયાને મૂકયા બાદથી કોઈ પુરુષનું મોત નથી થયું. જોકે લોકોના મોતનું અસલી કારણ જાણવા નથી મળ્યું. નજીકના ગામમાં પણ પુરુષોના મોતની અફવાઓ આવતી રહી. ગામના વડિલો-વૃધ્ધોને ડર છે કે આવતી વખતે ભૂત કિશોરોને પોતાનો શિકાર ન બનાવી દે. એક વ્યકિતએ જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે સ્વસ્થ લોકોના મોતની પાછળ વિધવાનું ભૂત કારણ છે. અહીં પાંચ લોકો પહેલા જ મરી ચૂકયા છે. મારી પત્ની અને બાળકો ડરેલા છે કે કયાંક હું મરી ન જાઉં, તેથી તેઓએ મને સુરક્ષિત રાખવા માટે ચાડિયા મૂકવા માટે કહ્યું.



જામનગરમાં ચૂંટણી આચારસંહિતાના અમલ સાથે હોર્ડીંગ્સ હટાવવાની કાર્યવાહીનો પ્રારંભ


છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ


દ્વારકામાં પ્રજાસતાકપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી
ટ્રેન્ડીંગ
-
રાજ્ય1 week ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય6 days ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત