Connect with us

રાજ્ય

ભૂ-માફિયાઓ બાદ હવે વ્યાજ માફિયાઓનો વારો

રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા ડીજીપીનો આદેશ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં વ્યાજખોરોના આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને લઈને થોડા મહિનામાં કેટલાય લોકોએ આપઘાત કર્યો છે. વાતની ગંભીરતાને લઈને ડીજીપી આશીષ ભાટીયાએ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં આવે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. માટે હાલમાં સરકાર દ્વારા કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. જેથી હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી શકાય છે.

અનુસંધાને વ્યાજખોરો દ્વારા વ્યાજના પૈસા માટે થતી લોકોની કનડગત સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જરૂરીયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાંનુ ધીરાણ કરીને, બાદમાં ધીરવામાં આવેલ નાણાનું ગેરકાયદેસર રીતે અનેક ગણું વ્યાજ વસૂલવા માટે ધાકધમકી આપી બળજબરી કરવામાં આવતી હોવાના ઘણા બનાવો બને છે. ઘણી વખત દેણદારની મિલ્કત પણ બળજબરીથી લખાવી લેવામાં આવે છે. પરિણામે આવા ઘણા બનાવોમાં ભોગ બનનાર દ્વારા આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરે છે. દુષણને ડામવા માટે એક ખાસ આદેશ કરીને રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા તમામ જીલ્લા/શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.

આરોપીઓનું લીસ્ટ બનાવી તેમની ગતિવિધી ઉપર વોચ રાખવા સૂચના
ઉપરાંત આવા આરોપીઓ સામે PASA અને The Prevention of Money Laundering Act (PMLA) હેઠળ પણ કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે કે જેથી આવા આરોપીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિથી વસાવેલી સંપત્તિને પણ ટાંચમાં લઇ શકાય. આવા આરોપીઓનું લીસ્ટ બનાવીને તેમની ગતિવિધી ઉપર વોચ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

રાજ્ય

નાનાં-મધ્યમ શહેરોમાં માત્ર 14 ટકા ઇમારતો ‘રેરા’ હેઠળ

રિઅલ એસ્ટેટક્ષેત્રમાં કુલ રોકાણ પૈકી માત્ર 6 ટકા ‘રોકાણ’ જ રેરામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

થોડા વર્ષ પહેલાં રિયલ એસ્ટેટ કારોબારમાં નિયંત્રણ રાખવા માટે સરકારે રેરા નામનો કાયદો અને તે માટેની ખાસ ઓથોરિટી બનાવી. પરંતુ અન્ય કેટલાંક કાયદાઓની માફક આ કાયદો પણ યોગ્ય રીતે અમલી બનાવવામાં આવ્યો નથી. સરકારની અન્ય કેટલીક ઓથોરિટીની માફક રેરા માટેની ઓથોરિટી પણ યોગ્ય અને સક્રિય રીતે કામ કરતી નથી. મોટાભાગના રિયલ એસ્ટેટ પ્રોજેકટ ફરજિયાત હોવા છતાં રેરા હેઠળ નોંધવામાં આવતા નથી. આ પ્રકારના સેંકડો પ્રોજેકટમાં કરોડો રૂપિયાનું રોકાણ વિવિધ માર્ગો દ્વારા થઇ રહયું છે. પરંતુ આ રોકાણને રેરા હેઠળ નોંધવાનું ઓથોરિટીને સૂઝતું નથી. આ પ્રકારના રોકાણ પૈકીનું માત્ર છ ટકા રોકાણ રજિસ્ટર્ડ હોય છે.

ખુદ ગુજરાત સરકારના આંકડાઓ કહે છે કે, નાનાં અને મધ્યમ પ્રકારના એટલે કે, રાજકોટ તથા જામનગર સહિતના શહેરોમાં રેરા હેઠળ માત્ર વધીને 14 ટકા પ્રોજેકટ રજિસ્ટર્ડ થાય છે અને માત્ર છ થી 8 ટકા જેટલું રોકાણ નોંધાયેલું હોય છે. તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં સરકારના આંકડાને ટાંકવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બનાસકાંઠા, કચ્છ, ભરૂચ અને વલસાડ સહિતના શહેરોના નામો છે. આ રિપોર્ટમાં જામનગર તથા જૂનાગઢ જેવા શહેરોના નામો ચમકયા નથી.

રેરા કાયદા હેઠળ નોંધાયેલા રિયલ એસ્ટેટ પ્રોજેકટમાં ઘરનું ઘર ખરીદનાર વ્યકિતને કાનૂની દ્રષ્ટિએ ફાયદો થતો હોય છે તથા સમગ્ર વ્યવહાર પારદર્શી બનવાને કારણે અનેક લાભો મળતાં હોય છે. પરંતુ જે પ્રોજેકટ આ કાયદા હેઠળ ન નોંધાયેલ હોય તે પ્રોજેકટના મિલ્કત ખરીદદારો આ પ્રકારના લાભોથી કાયદો હોવા છતાં વંચિત રહેતાં હોય છે. આગામી દિવસોમાં જામનગર સહિત સમગ્ર રાજયમાં આ મુદે સ્થાનિક ધોરણે નાનાં-મોટાં ઓપરેશનની શકયતાઓ જોવામાં આવી રહી છે. અત્રે નોંધનિય છે કે, ભાવનગર જેવા નાના શહેરોમાં 1500થી માંડીને ર000 કરોડ સુધીના રોકાણો રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થતાં હોય છે અને અમદાવાદ જેવા શહેરોમાં 1,00,000 કરોડ જેવાં રોકાણો આ ક્ષેત્રમાં થતાં હોય છે. પરંતુ રેરાનો અસરકારક અમલ બહુ જૂજ પ્રોજેકટમાં જોવા મળતો હોય છે.

વધુ વાંચો

રાજ્ય

જોડિયા તાલુકાના દુધઇ નજીકથી 43 અબોલ પશુઓ સાથેનો ટ્રક ઝડપાયો

ગૌ રક્ષકની ટીમે ઓપરેશન પાર પાડયું : પોલીસે બે શખ્સોને 10 લાખની કિંમતનો ટ્રક તથા છરી સાથે દબોચ્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જોડિયા તાલુકાના દુધઇ ગામ નજીકથી ગૌ રક્ષકની ટીમે ટ્રકમાં લઇ જવાના 43 અબોલ પશુઓ સાથે બે શખ્સોને ઝડપી લઇ પોલીસને સોંપી આપ્યા હતાં જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના દુધઇ ગામ પાસેથી ટ્રકમાં અબોલ પશુઓની ઘાતકીપણે લઇ જવાતા હોવાની બાતમીના આધારે મોરબીના શિવસેના પ્રમુખ અને ગૌ રક્ષક કમાન્ડો ફોર્સ જિલ્લા પ્રમુખ કમલેશ ભગવાનજીભાઈ રૂજા, ચેતન પાટડિયા (બજરંગદળ ઉપપ્રમુખ), વૈભવભાઈ ગૌરક્ષક, જીતુભાઈ ચાવડા (બજરંગદળ), જીજ્ઞેશભાઈ મીસ્ત્રી (બજરંગદળ) સહિતની ટીમે વોચ ગોઠવી હતી

અને તે સમયે અબોલ પશુ ભરેલો ટ્રક પસાર થતા તેને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.86 હજારની કિંમતના 43 અબોલ પશુઓ (પાડા) ઘાતકીપણે ખીચોખીચ ભરી લઇ જતા હોવાનું જણાતા આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે એએસઆઈ આર.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થર પહોંચી ઈમરાન મહમદ લાડક, હુશેન મીર વાસ્કેલ નામના કચ્છના બે શખ્સોને ઝડપી લઇ 10 લાખની કિંમતનો ટ્રક અને એક છરી કબ્જે કરી અબોલ પશુઓને પાંજરાપોર મોકલવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

રાજ્ય

જામનગરમાં અવિરત મેઘસવારી કાલાવડના નવાગામમાં પોણા બે ઈંચ વરસાદ ખાબકયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લામાં મેઘસવારી અવિરત રહેતા કાલાવડ તાલુકાના નવાગામમાં પોણા બે ઈંચ, અને નિકાવામાં અડધો ઈંચ તથા જામજોધપુર પંથકના વાંસજાળિયામાં પોણો ઈંચ, જામવાડી, ધુનડા અને પરડવામાં અડધો-અડધો ઈંચ વરસાદ પડયો હતો.

જામનગર જિલ્લામાં નોરતા દરમિયાન મેઘમહેર અવિરત રહેતા કાલાવડ તાલુકાના નવાગામમાં ગઈકાલે પોણા બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. તે જ રીતે નિકાવામાં અડધો ઈંચ પાણી પડયું હતું તેમજ જામજોધપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો અને જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામવાડી અને ધુનડા માં 12 મિમી, પરડવામાં 10 મી.મી., શેઠવડાળામાં 8 અને ધ્રાફામાં 3 મીમી વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ