Connect with us

આંતરરાષ્ટ્રીય

ઘૂસણખોરી નિષ્ફળ જતા હવે વાતચીતનો રાગ આલાપ્તું ચીન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ચીનની ચાલબાજી ચાલુ છે. એક બાજુ ચીને ઘૂસણખોરીની કોશિષ કરી જેને ભારતીય સેના એ નિષ્ફળ કરી દીધી તો બીજીબાજુ વિશ્વપટલ પર ચીન શાંતિનો રાગ આલાપી રહ્યું છે. ચીની સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી વાંગ યી એ પોતાની ફ્રાન્સ યાત્રા દરમ્યાન કહ્યું કે ચીન ભારતીય સરહદી પર સ્થિરતા બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સને કહ્યું કે ચીન અને ભારત વચ્ચેની સરહદ હજી સીમાચિહ્નિત થઈ નથી તેથી સમસ્યાઓ છે. ચીન પોતાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને મજબૂત રીતે જાળવશે અને ભારતીય પક્ષ સાથે વાતચીત દ્વારા તમામ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ માટે તૈયાર છે.

29 અને 30 ઑગસ્ટની રાત્રે લદાખમાં આશરે 200 ચીની સૈનિકો આપણી જમીન પર ઘૂસણખોરીના પાક્કા ઇરાદે સાથે આગેકૂચ કરી રહ્યા હતા પરંતુ આપણા લડવૈયાઓએ તેમને ખદેડી નાંખ્યા. લદ્દાખમાં બંને દેશો વચ્ચે તાજેતરની અથડામણ પેંગોંગ તળાવના દક્ષિણ કાંઠે એક શિખર પર થઈ હતી. તે શિખર એલએસીની આ બાજુ એટલે કે ભારતીય સીમામાં છે.

આ શિખર પર કોઈ પણ દેશનો કબ્જો નહોતો. બંને દેશો વચ્ચે કમાન્ડર-સ્તરની વાટાઘાટોમાં પણ તે ચોક્કસ શિખરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ આ મામલે કોઇ ચોક્કસ વાત થઇ નહીં. ભારત આ હકીકતથી વાકેફ હતું કે ચીન તે શિખરો પર કબ્જો કરવાની ફિરાકમાં છે. મળતી માહિતી મુજબ ભારતીય સેનાએ ચીનના ઇરાદાઓને માપીને તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

ઉત્તરાખંડમાં તૈનાત વિકાસ રેજીમેન્ટની બટાલિયનને લદ્દાખ મોકલવામાં આવી હતી. આ બટાલિયન પેંગોંગ તળાવની દક્ષિણ તરફ ગોઠવવામાં આવી હતી. આપણી સેનાએ પેંગોંગની દક્ષિણ તરફ થાકુંગ નજીક ટેન્ક અને ઇનફેન્ટરી ગાડીઓ પણ ગોઠવી દીધી હતી. આ સમગ્ર કામગીરીમાં તિબેટીઓ પણ સામેલ હતા, જેઓ ભારતીય સૈનિકો સાથે વિકાસ રેજીમેન્ટ હેઠળ કામ કરે છે.

તૈયારી હોવાની સાથે જ તક મળતા જ વિકાસ રેજીમેન્ટની બટાલિયન એ પેંગોગ તળાવની ટોચે કબ્જો કરી લીધો. ચીનને ભારતના આ પગલાની જાણ થતાં જ તેની સેના બેચેન થઈ ગઈ. ચીની સૈનિકો ભારતમાં ઘૂસણખોરી કરવા આગળ વધ્યા પરંતુ ટોચ પર કબજો હોવાને કારણે આપણા સૈનિકો મજબૂત સ્થિતિમાં હતા.

આંતરરાષ્ટ્રીય

હાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ

સાઉદી અરેબિયાએ કર્યુ વિશ્વનું પ્રથમ વાદળી એમોનિયાનું ઉત્પાદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિશ્વની પ્રથમ વાદળી એમોનિયાનું વહન સાઉદી અરેબિયાથી જાપાન જઇ રહ્યું છે, જ્યાં તેનો ઉપયોગ કાર્બન ઉત્સર્જન વિના વીજ ઉત્પાદન માટે પાવર સ્ટેશનમાં કરવામાં આવશે.

રવિવારે ઘોષણા કરનાર સાઉદી અરામકોએ ઇંધણનું ઉત્પાદન કર્યું, જે તે હાઇડ્રોકાર્બનને હાઇડ્રોજન અને ત્યારબાદ એમોનિયામાં ફેરવીને અને કાર્બન ડાયોક્સાઇડ બાયપ્રોડક્ટને કબજે કરીને કરે છે. જાપાનને પ્રથમ શિપમેન્ટમાં 40 ટન વાદળી એમોનિયા મળશે, એમ અરામકોએ જણાવ્યું હતું.

કાર્બન ઉત્સર્જનને મુક્ત કર્યા વિના થર્મલ પાવર સ્ટેશનમાં એમોનિયાને બાળી શકાય છે. એનો અર્થ એ કે રાજ્યમાં નિયંત્રિત અરામકોના જણાવ્યા મુજબ, તેમાં “સસ્તું અને વિશ્વસનીય ઓછી કાર્બન ઉર્જા ભાવિમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની સંભાવના છે.”

જાપાનનો હેતુ એમોનિયામાં સમાયેલ હાઇડ્રોજનના ઉપયોગમાં વિશ્વ-નેતા બનવાનો છે. દેશ દ્વારા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને પેરિસ આબોહવા સંધિ હેઠળ 2013 ના સ્તરોથી 2030 સુધીમાં 26% ઘટાડવાની પ્રતિબદ્ધતા છે.

બ્લુ એમોનિયા એ બ્લુ હાઇડ્રોજન માટેનો એક ફીડસ્ટોક છે, અશ્મિભૂત ઇંધણમાંથી બનાવેલ બળતણનું એક સંસ્કરણ, જે સી -2 ઉત્સર્જનને પકડે છે અને સંગ્રહ કરે છે. નવીનીકરણીય ઉર્જામાંથી હાઇડ્રોજન જે ઉત્સર્જન ઉત્પન્ન કરતું નથી તે લીલા હાઇડ્રોજન તરીકે ઓળખાય છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

યુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો

ભારે હિમવર્ષા સાથે તાપમાન ગગડ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સામાન્ય રીતે ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં ઓક્ટોબરના અંતથી શિયાળો શરૂ થાય છે. આ દરમિયાન ઠંડીનું આગમન સામાન્ય હિમપાતથી થાય છે પણ આ વર્ષે યુરોપના આ ત્રણેય દેશમાં શિયાળો 1 મહિનો વહેલો બેસી ગયો છે. શનિવારે આલ્પ્સ પર્વતના પહાડી વિસ્તારો, રસ્તા અને રહેણાક વિસ્તારોમાં બરફની ચાદર પથરાઇ ગઇ હતી.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આ વિસ્તારોમાં 10 ઇંચ સુધી બરફવર્ષા થઇ. તાપમાન પણ માઇનસ 2 ડિગ્રી સુધી પહોંચી ગયું. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે શિયાળો શરૂ થતાં જ ક્યારેય આટલી બરફવર્ષા નથી થઇ. સ્વિટ્ઝર્લેન્ડના હવામાન વિભાગ અને જર્મનીની ઇન્સ્ટિટ્યૂટ આૅફ મેટેરોલોજીના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન લોકો ઘરમાં કેદ રહ્યા. આ દરમિયાન પ્રકૃતિમાં હકારાત્મક ફેરફાર જોવા મળ્યા.

 

આલ્પ્સ પર્વતના મોટા ભાગના વિસ્તારોમાં રાત્રે બરફવર્ષા થઇ. સવારે લોકો ઊઠ્યા ત્યારે આસપાસના વિસ્તારોમાં જામેલો બરફ જોઇને ચોંકી ગયા. મોટા ભાગના લોકો ખુશ દેખાયા, કેમ કે કોરોનાકાળમાં બરફવર્ષાએ તેમને રોમાંચિત કરી દીધા. બીજી તરફ ખુશનુમા વાતાવરણ જોઇને લોકો ફરવા નીકળી પડ્યા. આ દરમિયાન અમુક લોકો ટ્રેકિંગ કરવા નીકળી પડ્યા. કેટલાક લોકો સાઇક્લિંગ કરતા દેખાયા તો કેટલાક કાર લઇને હવામાનનો આનંદ માણવા નીકળી પડ્યા.

 

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

એશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના વાયરસ મહામારીને કારણે પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રની સાથે-સાથે ચીનમાં પણ અર્થવ્યવસ્થામાં 50થી વધારે વર્ષો દરમિયાન સૌથી ધીમો વૃદ્ધિ દર થઈ શકે છે. વિશ્વ બેંકે સોમવારે સોમવારે પોતાની રિપોર્ટમાં આ આશંકા વ્યક્ત કરી છે. આ કારણે લગભગ 3 કરોડ 80 લાખ લોકો પર ગરીબીનું સંકટ તોળાઈ રહ્યું છે. બેંકે કહ્યું કે, 2020માં આ ક્ષેત્ર ફક્ત 0.9 ટકા સુધી જ વધવાની આશા છે. તે 1967 બાદનો સૌથી ઓછો દર છે.

આ વર્ષે ચીનમાં વિકાસ દર 2 ટકા રહેવાની આશા છે. જેમાં સરકારી ખર્ચ, મજબૂત એક્સપોર્ટ અને માર્ચ બાદથી નવા કોરોના વાયરસ સંક્રમણ ઓછો દર હોવાને કારણે આ આશા કરાઈ હતી, પણ ઘીમી ઘરેલું ખપતને કારણે તે શક્ય થઈ શક્યું નહીં. વર્લ્ડ બેંકે કહ્યું કે, પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રના બાકીના ભાગોમાં 3.5 ટકા સંકોચનનું અનુમાન છે.

રિપોર્ટ પ્રમાણે આ દેશોને મહામારીના આર્થિક અને નાણાકીય પ્રભાવને પહોંચી વળવા માટે આવક વધારવા આર્થિક સુધારણા કરવી પડશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ