Connect with us

રાષ્ટ્રીય

સરકારે એરપોર્ટ બાદ હવે રેલવે સ્ટેશનો પણ વેચવા કાઢ્યા

અદાણીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન ખરીદવા દાખવ્યો રસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

નવી દિલ્હીમાં કનોટ પેલેસસ્થિત નવી દિલ્હી રેલવે સ્ટેશન ખરીદવા અદાણીએ પણ રસ દાખવ્યો છે. રેલવેમંત્રાલયે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ)એ હાલમાં જ નવી દિલ્હી રેલવે સ્ટેશનના ખાનગીકરણના સિલસિલામાં એક પ્રી-બીડ મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં અદાણી જૂથના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં જ અમદાવાદ, લખનઉ અને જયપુર સહિત દેશનાં છ એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હતું, જે બધાં જ અદાણીએ ખરીદી લીધાં હતાં. આ રેલવે સ્ટેશન વેચવાની પ્રી-બીડ મીટિંગમાં દેશવિદેશની કુલ 20 કંપનીએ ભાગ લીધો હતો.

તેમાં અદાણી સહિત ફ્રાંસની સરકારી રેલવે કંપની ધ સોસાયટી નેશનલ ડેસ કૈમિન ડે ફેર ફ્રેંકેઈસ, અરેબિયન કન્સ્ટ્રક્શન કંપની, એંકોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જીએમઆર, આઈ સ્ક્વૉડ કેપિટલ, જેકેબી ઈન્ફ્રા વગેરે કંપનીનાં નામ સામેલ છે. આ સ્ટેશન 60 વર્ષ સુધી કોઈ ખાનગી કંપનીને સોંપવાની સરકારની યોજના છે, જેથી તેનો વિકાસ થઈ શકે.

હાલ નવી દિલ્હી રેલવે સ્ટેશનની આસપાસ રેલવેની જે કોઈ જમીન છે, તે ખાનગી કંપની પાસે જતી રહેશે. આ જમીન ડિઝાઈન-બિલ્ડ ફાઈનાન્સ ઓપરેટ ટ્રાન્સફર મોડલના આધારે વિકસિત કરવા 60 વર્ષ સુધી કોઈ ખાનગી કંપનીને અપાશે કારણ કે, અત્યાર સુધી સરકાર તેનો વિકાસ કરી શકી નથી. હવે રેલવેને આશા છે કે, નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં આશરે રૂ. 6,500 કરોડનું રોકાણ કરાશે. આ પરિયોજના ચાર વર્ષમાં પૂરી થઈ જશે. ખાનગી કંપની અહીં કોમર્શિયલ હબ વિકસિત કરશે. આ સાથે ત્યાં વર્લ્ડ ક્લાસ પ્રવાસી સુવિધાઓ પણ વિકસિત થઈ શકશે.

રાષ્ટ્રીય

વડાપ્રધાન માટે ઉડતા કિલ્લા જેવું વિમાન દિલ્હી આવી ગયું

જાણો શું છે આ વિમાનની ખુબીઓ અને ખાસીયતો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એર ઈન્ડિયા વન અમેરીકાથી ગુરુવારે દિલ્હી પહોંચી ગયું છે. કોરોના સંકટના કારણે આધુનિક ટેક્નોલોજી અને સુવિધાથી સજ્જ આ વિમાન મોડું આવ્યું છે.

આ વિમાન લાર્જ એરક્રાફ્ટ કાઉંટરમેજર્સ અને સેલ્ફ પ્રોટેક્શન સૂટ્સ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ હશે. આ વિમાન અમેરીકાના રાષ્ટ્રપતિ માટે ઉપયોગમાં લેવામાં આવતા એરફોર્સ વનની ખુબીઓ જેવું જ હશે.

એર ઈન્ડિયા વન આધુનિક અને સુરક્ષિત કોમ્યૂનિકેશન સિસ્ટમથી સજ્જ છે. આ વિમાનમાં ઉડતા સમયે થતી વાતચીતને ના તો કોઈ હેક કે ના તો કોઈ ટેપ કરી શકાય છે. આ વિમાનનો ઉપયોગ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની યાત્રામાં થશે. આ એર ઈન્ડિયા વન વિમાન આજે અમેરીકાથી દિલ્હી પહોંચી ગયું છે.

એર ઈન્ડિયા વનને એર ઈન્ડિયાના પાયલટ નહી પરંતુ વાયુસેનાના પાયલટ ઉડાવશે. અતિ વિશિષ્ટ વ્યક્તિઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી B-747 વિમાનોને એર ઈન્ડિયાના પાયલટ ઉડાવે છે અને એર ઈન્ડિયા એન્જીનિયર સર્વિસિઝ લિમિટેડ આ વિમાનનું મેઈન્ટેનન્સ કરે છે.

અમેરીકાની કંપની બોઈંગે 1200 કરોડ રૂપિયાના ખર્ચે એર ઈન્ડિયા વન(B-777)નું નિર્માણ કર્યું છે. આ વિમાનમાં લગભગ એવી જ ખાસિયત હશે જે અમેરીકાના રાષ્ટ્રપતિના વિમાન એરફોર્સ વનમાં છે. અમેરીકાના રાષ્ટ્રપતિ જે વિમાનમાં મુસાફરી કરે છે તેને દુનિયાનું સૌથી સુરક્ષિત વિમાન માનવામાં આવે છે. એરફોર્સ વન બોંઈગ 747-200B સીરીઝનું એરક્રાફ્ટ છે જેને અમેરીકાના રાષ્ટ્રપતિન મુસાફરી માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

એર ઈન્ડિયા વન વિમાન પર અશોક ચક્ર અંકિત કરેલું હશે અને હિંદીમાં ભારત લખેલું હશે. આ વિમાન એકવારમાં સતત 17 કલાકથી વધારેની ઉડાન ભરી શકે છે જ્યારે બોઈંગ 747 એકવારમાં 10 કલાકથી વધારે ઉડી શકતું નહોતું. એર ઈન્ડિયા વન પોતાની એક ઉડાનમાં દુનિયાના મોટા ભાગના હિસ્સામાં પહોંચી જશે. એટલું જ નહી જરૂર પડ્યે વિમાનમાં હવેમાં પણ ઈંધણ ભરી શકાશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનના ચેરમેનની વિજ્ઞાપનકારોને અપીલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એનબીએના ચેરમેન રજત શર્માએ કહ્યું છે કે, અમે પત્રકારોના એ વિડીયો જોયા છે. જેઓ સાક્ષીઓને પરેશાન કરે છે, એજન્સીઓએ જેઓને પૂછપરછ માટે બોલાવ્યા છે તેઓની પાછળ દોડતાં પત્રકારોના વિડીયો પણ જોયા છે. અમે પત્રકારોને ઓનએર અયોગ્ય શબ્દોનું પ્રયોગ કરતાં પણ જોયા છે. કોઇથી એ છૂપું નથી કે કોણ શું કરી રહ્યું છે ?

સમાચારના નામે મર્યાદાઓ ઓળંગી રહેલી સમાચાર ચેનલો પર સતત વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. દેશની કેટલીક ટોચની જાહેરાત કંપનીઓએ ચેનલોએ આ પ્રકારના વાતાવરણ બનાવવાથી દૂર રહેવાની સલાહ પણ આપી છે. એનબીએના ચેરમેન રજત શર્માએ આ મુદા પર કહયું છે કે, સમાચારના નામ પર કેટલીક ચેનલો ડ્રામા દેખાડી રહી છે. આ બાબત માત્ર સમાચાર ચેનલોના હિતની વિરૂધ્ધ નથી. પરંતુ સમાજ માટે પણ આ બાબત અયોગ્ય છે.

એક ઈન્ટરવ્યુમાં શર્માએ જણાવ્યું છે કે, અમે જાહેરાત આપતી એજન્સીઓ અને પ્રતિષ્ઠિત બ્રાન્ડોને આવી નફરત ફેલાવતી ચેનલોથી દુર જતી પણ જોઇ છે. શર્માએ કહયું કે, અમે સુપ્રિમકોર્ટમાં એનબીએ માટે વધુ સત્તાની માંગણી કરી નથી. પરંતુ તમામ સમાચાર ચેનલો નકકી કરેલી માર્ગદર્શિકાઓનું પાલન કરે એવું અમે ઇચ્છીએ છીએ. ન્યુઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાન્ડર્ડ એસોસિએશન ધારે તો ઝેરી કન્ટેન્ટને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે. પરંતુ સમસ્યા એ છે કે, જે ચેનલો સ્કેનર હેઠળ છે તે ચેનલો એનબીએની સભ્ય નથી. આ ચેનલો એનબીએસએના દાયરામાં પણ નથી આવતી. અમે સૂચના અને પ્રસારણ મંત્રાલય પાસે માત્ર એટલી જ માંગણી કરીએ છીએ કે, તમામ ચેનલોએ એનબીએસએની માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઇએ. કેટલીક ચેનલો લોકોનું ધ્યાન ખેંચવા માટે હાઇવોલ્ટેજ ડ્રામા કરે છે અને પ્રાઇવસીનું ઉલ્લંઘન કરે છે. દુનિયાભરમાં આપણે જોયું છે કે, આ પ્રકારની ચેનલોથી પ્રતિષ્ઠિત વિજ્ઞાપનદાતાઓ દુર રહે છે. તોજતરમાં સમાચારોનુ જે રીતે કવરેજ થઇ રહયું છે તે માત્ર ટીવી ઇન્ડસ્ટ્રી માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે નુકસાનકારક છે. સમાચાર ચેનલો અને વિજ્ઞાપનદાતાઓની દેશ પ્રત્યે જવાબદારીઓ છે. આપણે અમુક લોકોને એ અનુમતિ ન આપી શકીએ કે, તેઓ લોકોને ટાર્ગેટ કરે, દરરોજ ઝેર ઓકે અને પછી બચી પણ જાય.

લોકતંત્રની ચોથી જાગીર હોવાના કારણે મીડિયા દેશના બંધારણ સાથે જોડાયેલું છે. દેશના વાતાવરણને કલુષિત કરવાની કે, બે સમુદાયો વચ્ચે અંતર ઉભું કરવાની અનુમતી કોઇને નથી. પત્રકારોએ આચારસંહિતાનું પાલન કરવું જોઇએ અને મીડિયા ટ્રાયલથી દૂર રહેવું જોઇએ. પત્રકારોને કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો પરવાનો નથી. એમ રજત શર્માએ ઇન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું હતું.

વધુ વાંચો

રાષ્ટ્રીય

અનલોક-5 ની ગાઇડલાઇન જાહેર: શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય રાજ્યસરકાર પર છોડાયો

અન્ય કઇ-કઇ છૂટછાટો આપવામાં આવી એ જાણો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ 15 ઓકટોબરથી દેશભરમાં 50 ટકા ક્ષમતા સાથે સિનમા, થિએટર અને મલ્ટીપ્લેક્સ ખોલી શકાશે. જ્યારે શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય જે-તે રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે.

15 ઓક્ટોબર પછી આ રીતે અમલ થશે

 • સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિએટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે
 • બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે જે વાણિજ્ય મંત્રાલયની શરતોને આધિન રહેશે.
 • ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમીંગ પુલ ખુલશે.
 • મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.
 • સ્કૂલ-કોલેજ-કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકાર નિર્ણય લેવા મુક્ત.
 • હજી પણ ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવા ભલામણ.
 • સ્કૂલો ખૂલ્યા પછી પણ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ જ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડવી.
 • વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ/કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે.
 • હાજરી માટે કોઈ ફરજ નહીં પાડી શકાય, તેનો સંપૂર્ણ આધાર વાલીની સંમતિ પર રહેશે.
 • સ્કૂલોએ ખૂલ્યા પછી પણ શિક્ષણ વિભાગની એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે.
 • કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય પણ આ રીતે જ લેવાશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ