Tuesday, March 2, 2021
Tuesday, March 2, 2021
Home સ્પોર્ટ્સ ટીકાઓ સહન કર્યા પછી મેળવેલા વિજયની ક્ષણોમાં પંત થયો ભાવુક

ટીકાઓ સહન કર્યા પછી મેળવેલા વિજયની ક્ષણોમાં પંત થયો ભાવુક

ગાબા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અણનમ 89 રનોની ઈનિંગ રમીને ભારતને ઐતિહાસિક જીત અપાવનાર યુવા બેટ્સમેન ઋષભ પંત મેચ જીત્યા બાદ ભાવુક થઈ ગયો હતો. તેણે મેચ બાદ કહ્યું કે, આ તેના જીવનના સર્વશ્રેષ્ઠ પળ છે.
ઓસ્ટ્રેલિયા ભારત સામે 328 રનોનો પડકાર રાખ્યો હતો. જેને ભારતે મેચના અંતિમ દિવસે સાત વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પંતે તેની શ્રેષ્ઠ ઈનિંગ રમતા મેન ઓફ ધ મેન સિલેક્ટ કરાયો હતો. પંતે કહ્યું કે, આ મારા જીવનની અત્યાર સુધીની સૌથી મોટી પળ છે. હું એ વાતથી ખુશ છું કે સપોર્ટ સ્ટાફ અને મારી ટીમના તમામ સાથીઓએ ત્યારે મારો સાથ આપ્યો જ્યારે હું રમી રહ્યો ન હતો. આ સીરિઝ એક સપનાં જેવી રહી છે.
પંતે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે હંમેશા મારો સાથ આપ્યો અને હંમેશા કહ્યું કે તમે મેચ વિનિંગ ખેલાડી છો અને તમારે મેચ જીતવાની છે. હું દરેક દિવસ વિચારતો રહેતો હતો કે મને ભારત માટે મેચ જીતવી છે અને આજે મેં તે કરી દેખાડ્યું છે.

 

Most Popular