Connect with us

રાષ્ટ્રીય

પૂર્ણિમા સ્નાન બાદ ભગવાન જગન્નાથ કવોરેન્ટીન થયા

પૂર્ણિમા સ્નાન બાદ ભગવાન જગન્નાથ કવોરેન્ટીન થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જ્યેષ્ઠ પૂર્ણિમા પર સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથ અને તેમનાં ભાઈ-બહેન બીમાર થઈ ગયાં છે, જેના કારણે આગામી 15 દિવસ માટે તેઓ ક્વોરેન્ટાઈનમાં રહેશે. કેટલાક ખાસ સેવકોને જ તેમની પાસે જવાની મંજૂરી રહેશે. 15 દિવસના આ સમયને ‘અણસર’ કહેવાય છે. આ દરમિયાન તેમને માત્ર પાણી, ફળ અને ઉકાળાનો જ ભોગ ચઢાવાય છે. એવી માન્યતા છે કે એકાંતવાસ અને ઔષધિઓના સેવનથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા 15 દિવસમાં સ્વસ્થ થઈ જશે અને અષાઢ પ્રતિપદાના રોજ નવયૌવન ધારણ કરશે. દ્વિતીયા (23 જૂન)ના રોજ 9 દિવસની રથયાત્રા શરૂ થશે.

રાષ્ટ્રીય

5 જૂલાઈથી ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં સટાસટી બોલાવશે મેઘરાજા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી શનિવારથી મેઘરાજા ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં   ભારે સટાસટી બોલાવી શકે છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી તા.4 જુલાઈથી એક સપ્તાહ સુધી રાજ્યના જુદાં-જુદાં વિસ્તારોમાં તબક્કાવાર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

અરબી સમુદ્રના ગુજરાતના કાંઠા નજીક સક્રિય અપર એર સાઈકલોનિક સરકયુલેશનને કારણે અરબી સમુદ્રની અને બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ  સમગ્ર રાજ્યને ઘમરોળી શકે છે. જુદી જુદી હવામાન એજન્સીઓને અનુમાન અનુસાર, મુંબઇ અને મહારાષ્ટ્ર થઈને આ સિસ્ટમ પ્રથમ દ.ગુજરાતમાં ત્યારબાદ મધ્ય ગુજરાતમાં ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તબક્કાવાર એક સપ્તાહ સુધી ભારે વરસાદ વરસાવશે. જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ સાત કે આઠ જુલાઈના રોજ ભારે વરસાદ વરસવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

મધ્યપ્રદેશ મંત્રીમંડળનું વિસ્તરણ ૧૨ સિંધીયા સમર્થકોનો સમાવેશ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભોપાલ. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે વિસ્તરણ થયું છે. જેમાં ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ સારંગ, ઈમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, પ્રધ્યુમન સિંહ તોમાર, ઓમ પ્રકાશ સકલેચા, ઉષા ઠાકુર,પ્રેમ સિંહ પટેલ, હરદીપ સિંહ ડંગ, અરવિંદ સિંહ ભદૌરિયા, ડો. મોહન યાદવ અને રાજ્યવર્ધન સિંહે પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા.

ત્યાર પછી ભારત સિંહ કુશવાહ, ઈન્દર સિંહ પરમાન, રામખિલાવન પટેલ, રામકિશોર કાંવરે, બૃજેન્દ્ર સિંહ યાદવ અને ગિર્રાજ દંડોદિયાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. કાર્યક્રમ પહેલા શિવરાજે રાજ્યપાલ આનંદીબેન પટેલને 20 કેબિનેટ અને 8 રાજ્યમંત્રીની યાદી સોંપી હતી.જૂના ચહેરાઓમાં પારસ જૈન, ગૌરીશંકર બિસેન, રામપાલ સિંહ, રાજેન્દ્ર શુક્લા, સંજય પાઠક, જાલમ સિંહ પટેલ અને સુરેન્દ્ર પટવા અંગે સહમતિ નથી બની.

વધુ વાંચો

રાષ્ટ્રીય

GST નાં ત્રણ વર્ષ બાદ પણ સરળીકરણ નો અભાવ

GST નાં ત્રણ વર્ષ બાદ પણ સરળીકરણ નો અભાવ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં 2017ની સાલમાં પહેલી જુલાઇથી જીએસટીનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ અમલને આજે ત્રણ વર્ષ પૂરા થાય છે. જુદા-જુદા પાંચ મકસદની પૂર્તિ માટે જીએસટી દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સરકાર માટે મંજિલ દૂર છે. જીએસટી દાખલ કરવા માટેના મકસદો હજુ પૂરા થયા નથી. આ દિશામાં ઘણું કામ કરવું પડશે. મોંઘવારી તથા કરચોરી પર લગામ અને જીએસટીની આવક વધારવા તેમજ જીડીપીનો દર વધારવા અંગે સરકારે વધુ કવાયત કરવી પડશે. પાછલાં 3 વર્ષ દરમ્યાન જીએસટી સંબંધી ટેકનિકલ ખામીઓને પરિણામે પણ લોકોને ખૂબજ મુશ્કેલીઓ અને નુકસાન સહન કરવા પડયા હતા જો કે, કરમાળખામાં સુધારાની દિશામાં જીએસટી એક મહત્વનું પગલું છે. પરંતુ તે માટે સરકારે આગામી સમયમાં વધુ ધ્યાન આપવું પડશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ