Connect with us

રાજ્ય

ખંભાળિયામાં ધર્મમય માહોલ વચ્ચે માતાજીની આરાધના

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની આજરોજ શનિવારથી ખંભાળિયામાં આસ્થાભેર ઉજવણીનો પ્રારંભ થયો છે. ખંભાળિયામાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા માતાજીના મંદિરમાં માતાજીના સ્થાપન તથા માતાજીના વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લાઈટ- ડેકોરેશન સાથે મંદિરોને અનેરા શણગાર તથા રોશની વડે શુશોભિત કરવામાં આવ્યા છે. ખંભાળિયામાં પ્રાચીન તથા અર્વાચીન ગરબીના આયોજનો થયા નથી, પરંતુ માતાજીના ભકતો દ્વારા પૂજન- અર્ચન તથા આરતી અને ગરબાનું ધર્મમય માહોલમાં આયોજન કરવામાં આવ્યા છે.

રાજ્ય

જોડિયા તાલુકાના દુધઇ નજીકથી 43 અબોલ પશુઓ સાથેનો ટ્રક ઝડપાયો

ગૌ રક્ષકની ટીમે ઓપરેશન પાર પાડયું : પોલીસે બે શખ્સોને 10 લાખની કિંમતનો ટ્રક તથા છરી સાથે દબોચ્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જોડિયા તાલુકાના દુધઇ ગામ નજીકથી ગૌ રક્ષકની ટીમે ટ્રકમાં લઇ જવાના 43 અબોલ પશુઓ સાથે બે શખ્સોને ઝડપી લઇ પોલીસને સોંપી આપ્યા હતાં જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના દુધઇ ગામ પાસેથી ટ્રકમાં અબોલ પશુઓની ઘાતકીપણે લઇ જવાતા હોવાની બાતમીના આધારે મોરબીના શિવસેના પ્રમુખ અને ગૌ રક્ષક કમાન્ડો ફોર્સ જિલ્લા પ્રમુખ કમલેશ ભગવાનજીભાઈ રૂજા, ચેતન પાટડિયા (બજરંગદળ ઉપપ્રમુખ), વૈભવભાઈ ગૌરક્ષક, જીતુભાઈ ચાવડા (બજરંગદળ), જીજ્ઞેશભાઈ મીસ્ત્રી (બજરંગદળ) સહિતની ટીમે વોચ ગોઠવી હતી

અને તે સમયે અબોલ પશુ ભરેલો ટ્રક પસાર થતા તેને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.86 હજારની કિંમતના 43 અબોલ પશુઓ (પાડા) ઘાતકીપણે ખીચોખીચ ભરી લઇ જતા હોવાનું જણાતા આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે એએસઆઈ આર.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થર પહોંચી ઈમરાન મહમદ લાડક, હુશેન મીર વાસ્કેલ નામના કચ્છના બે શખ્સોને ઝડપી લઇ 10 લાખની કિંમતનો ટ્રક અને એક છરી કબ્જે કરી અબોલ પશુઓને પાંજરાપોર મોકલવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

રાજ્ય

જામનગરમાં અવિરત મેઘસવારી કાલાવડના નવાગામમાં પોણા બે ઈંચ વરસાદ ખાબકયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લામાં મેઘસવારી અવિરત રહેતા કાલાવડ તાલુકાના નવાગામમાં પોણા બે ઈંચ, અને નિકાવામાં અડધો ઈંચ તથા જામજોધપુર પંથકના વાંસજાળિયામાં પોણો ઈંચ, જામવાડી, ધુનડા અને પરડવામાં અડધો-અડધો ઈંચ વરસાદ પડયો હતો.

જામનગર જિલ્લામાં નોરતા દરમિયાન મેઘમહેર અવિરત રહેતા કાલાવડ તાલુકાના નવાગામમાં ગઈકાલે પોણા બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. તે જ રીતે નિકાવામાં અડધો ઈંચ પાણી પડયું હતું તેમજ જામજોધપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો અને જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામવાડી અને ધુનડા માં 12 મિમી, પરડવામાં 10 મી.મી., શેઠવડાળામાં 8 અને ધ્રાફામાં 3 મીમી વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો

રાજ્ય

ઓલટાઇમ ફેવરિટ બટાકાના ભાવ ઐતિહાસિક સપાટીએ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતીઓના ઓલટાઇમ ફેવરિટ બટાકાનો ભાવ પણ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. ડુંગળીનાં ભાવ આસમાને પહોંચ્યા બાદ બટાકા પણ મોંઘાદાટ બનતા ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે.

કોરોનાની મહામારી વચ્ચે ૨૦૨૦નું વર્ષ બટાકા માટે સુવર્ણ વર્ષ તરીકે જોવા મળી રહ્યુ છે. આ વર્ષે બટાકાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. કોલ્ડ સ્ટોરેજમાંથી વેચાણ થતાં ૧ મણ બટાકાનો ભાવ રૂ.૩૦૦ની આસપાસ રહેતો હતો જે હાલમાં રૂ.૮૦૦એ પહોંચ્યો છે.

ખાવામાં મોટાભાગે વપરાતા લોકર જાતની બટાકાનો ભાવ હાલમાં સૌથી ઊચો છે. આ સિવાય ડીસા સહિતના વિસ્તારમાં વવાતા પુખરાજ જાતના બટાકાનો ભાવ પણ પ્રતિ કિલો રૂ.૨૫થી ૩૦ એટલે કે, એક મણનો ભાવ રૂ.૬૦૦એ પહોચ્યો છે.

છેલ્લા પાંચ વર્ષથી સતત મંદીનો માહોલ લઈને બટાકાનો વ્યવસાય મરણ પથારીએ જોવા મળી રહ્યો હતો. ભાવ ઉચકાવા પાછળનુ કારણ આપતા વેપારીઓએ જણાવ્યુ હતુ કે, ગત માર્ચમાં ઉત્તર પ્રદેશ અને બંગાળમાં બટાકાનું અંદાજે ૧૫ ટકાથી વધારે વાવેતર ફેલ ગયુ હતુ. જેની સીધી અસર આખા દેશમાં પડી છે. જેના કારણે ગુજરાતમાં પણ બટાકાના ભાવ ઊચકાયા છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ