થોડા મહિનાઓ પહેલાં દેશના મોટાંભાગના યુવાનો અને ફિલમરસિયાઓએ વેબસિરિઝ મિર્ઝાપુરને જોરદાર વેલકમ આપ્યું હતું. કરોડો લોકોને આ વેબસિરિઝ ખૂબ જ ગમી હતી. આ સિરિઝમાં મિર્ઝાપુરને ગેરકાયદે શસ્ત્રોનું હબ દેખાડવામાં આવ્યું હતું. આ સિરિઝનો વિવાદ ઘણો આગળ વધ્યો છે. સુપ્રિમ કોર્ટે આ સિરિઝના વિવાદ સંદર્ભે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન તથા કેન્દ્ર સરકારને નોટીસ આપી છે.
ઉતરપ્રદેશના કૌશંબીના ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ભાજપાના સેક્રેટરી વિનોદ સોનકરે મિર્ઝાપુરના નિર્માતાઓ પર કામ ચલાવવા માંગણી કરી હતી. સોનકરે વેબસિરિઝ તાંડવ સંદર્ભે રાજય સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંને આવકાર્યા છે અને સાથે જણાવ્યું છે કે, મિર્ઝાપુરના નિર્માતાઓ વિરૂધ્ધ પણ પગલાંઓ લેવાં જોઇએ.
સોનકરે પત્રકારોને જણાવ્યું છે કે, મિર્ઝાપુર વેબસિરિઝના નિર્માતા એમેઝોન પ્રાઇમ વિડીયો વિરૂધ્ધ પગલાં લેવા જોઇએ. કારણ કે, આ સિરિઝે મિર્ઝાપુરની પ્રતિષ્ઠાને નુકશાન કર્યુ છે અને લોકોની ભાવનાને દુભાવી છે. સોનકરે એમ પણ કહ્યું છે કે, મિર્ઝાપુર પોતાના કાર્પેટ બિઝનેસ માટે ફેમશ છે. માં વિંધ્યાવાસીની શકિતપીઠનું મથક છે. સિરિઝે આ સમગ્ર જિલ્લાની છબીને બગાડી છે.