Connect with us

મનોરંજન

એક્ટર કિરણ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

તેમની અંદર કોઈ પ્રકારના લક્ષણો જોવા મળ્યાં નહોતાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બોલિવૂડ તથા ગુજરાતી એક્ટર કિરણ કુમારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ ઘરે જ ક્વૉરન્ટીન છે. 10 દિવસ પહેલાં તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે, તેઓ બીજો ટેસ્ટ 25 કે 26 મેએ કરાવશે.

કિરણ કુમારે કહ્યું હતું કે તેઓ હોસ્પિટલમાં એક નાનકડી તપાસ કરવા માટે ગયા હતાં. ટેસ્ટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને કેટલાંક પ્રારંભિક ટેસ્ટ કરાવવા પડ્યાં હતાં. તેમને લાગે છે કે સાવચેતી દાખવીને તેમણે શરૂઆતમાં જ કોવિડ 19નો ટેસ્ટ કરાવી લીધો. આ જ કારણથી તેમને પોઝિટિવ હોવાની જાણ થઈ.

વધુમાં કિરણ કુમારે કહ્યું હતું કે તેમની અંદર કોઈ પ્રકારના લક્ષણો જોવા મળ્યાં નહોતાં. ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ પડી નહોતી. તેઓ પૂરી રીતે ઠીક છે. લક્ષણો ના હોવાથી તેમને પહેલાં તપાસ કરાવવાની જરૂર લાગી નહીં.

 

મનોરંજન

સિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે ?

દીપિકાએ કરેલી કોડવર્ડની વ્યાખ્યા જાણી તમે પણ ચકરી ખાઇ જશો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એનસીબીએ દીપિકા પાસેથી એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે માલ શું હોય છે?

દીપિકાએ તેનો જે જવાબ આપ્યો તેનાથી તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા. દીપિકાએ કહ્યું- હા મેં પૂછ્યું હતું. શું માલ છે, પરંતુ આ એ માલ નહોતો જે તમે લોકો સમજી રહ્યા છો. અમે માલ સિગારેટને કહીએ છીએ. માલ સિગારેટ માટેનો અમારો કોડ વર્ડ છે. એનસીબીએ દીપિકાને ચેટના રેફરન્સમાં બીજો પ્રશ્ન પૂછયો હતો.

એનસીબીએ દીપિકાને પૂછ્યું પછી હેશ શું છે? આ પણ તમારી ચેટનો એક ભાગ છે. દીપિકાએ તેનો પણ જવાબ આપ્યો. તેણે કહ્યું માલ અમે લોકો સિગરેટને કહીએ છીએ અને હેશ અને વીડ ટાઇપ ઓફ સિગરેટને એટલે કે અલગ-અલગ બ્રાન્ડની સિગરેટને.

એનસીબી તેનાથી આગળ વધી ફરીથી પ્રશ્ન પૂછે છે કે આ હેશ અને વીડ જુદી-જુદી બ્રાન્ડની સિગારેટ કેવી રીતે હોઈ શકે? દીપિકાએ જવાબ આપ્યો હેશ અમે પાતળી સિગરેટને કહીએ છીએ અને વીડ મોટી સિગરેટને.

દીપિકાએ કહ્યું કે અમે સિગરેટ પીએ છીએ પરંતુ તે ડ્રગ્સ નથી. જ્યારે એનસીબી દીપિકાને પૂછયું કે તે આ કોડવર્ડ્સનો ઉપયોગ શા માટે કરે છે. દીપિકાએ દલીલ કરી હતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ અમે ઘણીબધી પરસ્પર વાતચીત માટે ઘણા બધા કોડવર્ડનો ઉપયોગ કરીએ છીએ. તેમણે એવા ઘણાબધા કોડ વર્ડ કહ્યા. જેમાં બે ખાસ છે. એક પનીર અને બીજું ક્વિકી એન્ડ મેરેજ.

દીપિકા પનીરનો ઉપયોગ એ લોકો માટે કરે છે જે ખૂબ જ દૂબળા પાતળા હોય છે. તેમણે કહ્યું કે એવા દૂબતા પાતળા શખ્સને જોતા અમે પરસ્પર તેને પનીર કહીએ છીએ. ક્વિકી એન્ડ મેરેજનો કોડ પણ તેમણે ડિકોડ કર્યો. કહ્યું આ લોન્ગ એન્ડ શોર્ટ રિલેશનશિપ માટે ઉપયોગ કરાય છે. ક્વિકી મતલબ શોર્ટ રિલેશન. મેરેજ મતલબ લોન્ગ રિલેશન.

વધુ વાંચો

મનોરંજન

આપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ

જાણો આ વખતે કોરોનાને કારણે શું જોવા મળશે ફેરફાર…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

‘કૌન બનેગા કરોડપતિ’ની 12મી સીઝન આજે એટલે કે 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ વખતે કોરોના વાઈરસને કારણે શોમાં દર્શકો જોવા મળશે નહીં. 77 વર્ષીય અમિતાભ સહજતાથી સ્પર્ધકો સાથે શૂટિંગ કરી રહ્યા છે. લોકોનું સામાન્ય જ્ઞાન વધારતો અને અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરાતો આ શો ભારે લોકપ્રિય બની રહ્યો છે. આજે રાત્રે 9 વાગ્યાથી આ શોનો પ્રારંભ થશે. કેબીસીને સોની ટીવી ઉપરાંત મોબાઇલ પર પણ જોઇ શકાશે. કોરોનાને કારણે આ વખતે શો માં કેટલાંક બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં ફાસ્ટેસ્ટ ફિંગરોની સંખ્યા ઘટાડીને આઠ કરી દેવામાં આવી છે. આ વખતે સેટ પર દર્શકો ન હોવાને કારણે ઓડીયન્સ પોલની લાઇફલાઇન હટાવી દેવામાં આવી જેની જગ્યાએ વિડીયો ફ્રેન્ડની નવી લાઇફલાઇન ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત સ્પર્ધક પોતાની સાથે માત્ર એક વ્યકિતને જ લાવી શકશે. વર્ષ 2000 માં શરૂ થયેલા આ શો ને આ વર્ષે 20 વર્ષ પુરા થઇ રહ્યા છે. આ વખતે શોની વિશેષતા એ છે કે, એમાં એવા સ્પર્ધકોને લેવામાં આવ્યા છે જેમણે કોરોનાનો માર સહન કર્યો હોય

શો પ્રત્યે અમિતાભના ડેડિકેશનનું એક કારણ એ પણ છે કે 20 વર્ષ પહેલાં જ્યારે તેઓ 90 કરોડ રૂપિયાના દેવામાં ડૂબેલા હતા ત્યારે આ શોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બિગ બીએ એક ઈન્ટરવ્યુમાં ‘કેબીસી’ અંગે કહ્યું હતું, ‘આ શો એ સમયે મારી પાસે આવ્યો જ્યારે મને સૌથી વધારે કામની જરૂર હતી. પ્રોફેશનલ તથા ફાઇનાન્શિયલી મને આ શો કામમાં આવ્યો હતો. આ શોને કારણે મને લેણદારોને પૈસા ચૂકવવામાં ખાસ્સીએવી મદદ મળી હતી.’ રિપોર્ટ્સ પ્રમાણે, અમિતાભને પહેલી સીઝનના 85 એપિસોડ માટે 15 કરોડ રૂપિયા મળ્યા હતા.

વધુ વાંચો

મનોરંજન

દીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે ડ્રગ્સ એંગલ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. NCBના રડાર પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ ટીવી સ્ટાર્સ પણ છે. NCB એ 23 સપ્ટેમ્બરના રોજ અનેક બોલિવૂડ સેલેબ્સ તથા ટીવી સેલેબ્સને સમન્સ પાઠવ્યા છે, જેમાં સારા અલી ખાન તથા દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકરને સમન પાઠવવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસમાં આ તમામ એક્ટ્રેસની પૂછપરછ કરવામાં આવશે. માનવામાં આવે છે કે દીપિકા પાદુકોણની 24 સપ્ટેમ્બરના રોજ NCB પૂછપરછ કરશે. દીપિકા પાદુકોણ હાલમાં ગોવામાં શકુન બત્રાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે તો સારા અલી ખાન પણ હાલમાં ગોવામાં જ છે. અહીંયા તેની માતા અમૃતા સિંહનું ઘર છે અને તે માતા સાથે અહીંયા સમય પસાર કરી રહી છે.

આ કડીમાં હવે ટીવી એક્ટર અબીગેલ તથા સનમ જોહરના ઘરે NCBએ દરોડા પાડ્યા હતા અને બંનેને NCBની ઓફિસ બોલાવવામાં આવ્યા હતા. આ બંને રિયાલિટી શો ‘નચ બલિયે’માં જોવા મળ્યા હતા.

NCBએ દીપિકા પાદુકોણની ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશને સમન પાઠવ્યું હતું. જોકે, તેની તબિયત ખરાબ હોવાથી તેણે 25 સપ્ટેમ્બર પછી આવવાની વાત કરી હતી. કરિશ્મા તથા જયા સાહા એક જ ટેલેન્ટ કંપનીમાં કામ કરે છે.

NCBને અબીગેલ તથા સનમ વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા છે. આજે સવારે NCBની એક ટીમે બંનેના ઘરે દરોડા પાડ્યા હતા. કલાકો સુધી ચાલેલી આ રેડમાં NCBના હાથમાં શું પુરાવા મળ્યા તે સામે આવ્યું નથી. જોકે, આ બંને NCBની ઓફિસની બહાર જોવા મળ્યા હતા. આ વાત જ સંકેત આપે છે કે તેઓ ડ્રગ્સ વિવાદમાં ફસાયા છે અને તેમને અનેક સવાલ-જવાબ કરવામાં આવશે.

સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ બોલિવૂડની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલમાં જ શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન, નમ્રતા શિરોડકર, મધુ મન્ટેનાના નામ સામે આવ્યા છે. મધુ મન્ટેનાની NCBએ પૂછપરછ કરી છે. તો બીજી બાજુ શ્રદ્ધા તથા દીપિકા વિરુદ્ધ NCBને નક્કર પુરાવા મળ્યા છે. NCB પોતાની તપાસ માત્ર સુશાંત કેસ પૂરતી સીમિત રાખવા માગતી નથી.

દીપિકાની વાત કરીએ તો મેનેજર કરિશ્મા તથા તેની વચ્ચેની ચેટ સામે આવી છે. આ ચેટમાં દીપિકાએ કરિશ્મા પાસે ગાંજો મંગાવ્યો હતો. આ ચેટ 2017ની છે. NCB દીપિકાને સમન પાઠવ્યું છે અને તેની પૂછપરછ કરવામાં આવશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ