Connect with us

રાજ્ય

સલાયા ગામનો ફર્લો રજા પરથી ફરાર થયેલો આરોપી ઝડપાયો

એલસીબીની ટીમે અઢી માસ પૂર્વે ફર્લો પર રહેલા શખ્સને દબોચ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા તાલુકામાં આશરે 15 વર્ષ પૂર્વે નિર્મમ હત્યાનો એક બનાવ જાહેર થયો હતો. આ બનાવના મુખ્ય આરોપી અને આજીવન કેદની સજા થયા બાદ ખંભાળિયા તાલુકાના સલાયા ગામનો રહીશ એવો એક શખ્સ આજથી આશરે અઢી માસ પૂર્વે ફર્લો પર ગયા બાદ નાસી છુટતાં અહીંના એલસીબી પોલીસે ઉપરોકત આરોપીને દબોચી લીધો હતો.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં વર્ષ 2005ની સાલમાં હત્યાનો એક બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. જે અંગે કેટલાક શખ્સોના નામો પણ જાહેર થયા હતા. તે અંગેની કાર્યવાહી દરમિયાન જે તે સમયે ખંભાળિયા તાલુકાના સલાયા ગામના બારલો વાસ ખાતે રહેતા રજાક મુસાભાઈ ગંઢાર નામના એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તા. 15 મે 2008 ના દિને ઉપરોક્ત આરોપીને નામદાર અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.

રાજકોટની મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલા ઉપરોક્ત આરોપી રજાક ગંઢાર તા. 19 મે 2020ના રોજ ચૌદ દિવસની ફર્લો રજા ઉપર ગયો હતો. જે તારીખ 6 જૂનના રોજ રાજકોટ મધ્યસ્થ જેલમાં હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો.

આના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક સી.સી. ખટાણાની સુચના મુજબ એલસીબી પોલીસ દ્વારા આ અંગેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે અંગે એલસીબીના એએસઆઈ સજુભા જાડેજા, કેશુરભાઈ ભાટીયા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત આરોપીને શુક્રવારે સલાયા વિસ્તારમાંથી ઝડપી લઇ, આગળની કાર્યવાહી અર્થે સલાયા મરીન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ જે.એમ. ચાવડાની સુચના મુજબ પીએસઆઈ વી.એમ.ઝાલા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

જાહેરાત
કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − nine =

જાહેરાત

રાજ્ય

કલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કલ્યાણપુર તાલુકામાં ગત જુન 2018 માસમાં વિદેશી દારૂ પ્રકરણમાં ભાણવડ તાલુકાના રાણપર ગામના બાધા નાથા કોડીયાતર નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. આ દરમિયાન જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગમાં એલસીબીના એ.એસ.આઇ. કેસુરભાઈ ભાટિયા, મશરીભાઇ ભરવાડીયા, જેસલસિંહ જાડેજા, તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા- ભાણવડ માર્ગ પર આવેલી એક હોટલ પાસેથી વાહનની રાહ જોઇને ઉભેલા રાણપુર ગામના મુળ રહીશ અને હાલ જંબુસર ગામે રહેતા રબારી બાધા નાથા કોડીયાતર (ઉ. વ. 26) ની પોલીસે અટકાયત કરી, તેનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસની પૂછપરછમાં ઉપરોક્ત શખ્સ બે વર્ષ પૂર્વે વિદેશી દારૂ પ્રકરણમાં પાયલોટિંગ કરવાના ગુનામાં નાસતો ફરતો હતો. આ પ્રકરણમાં પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ પણ કરી હતી.

વધુ વાંચો

રાજ્ય

વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વડોદરામાં સોમવારે મોડી રાત્રે 3 વાગે બાવામાન પુરા વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 વ્યક્તિઓ દબાયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં ત્રણ મજૂંરોના મોત થયા છે, જ્યારે બાકી ઘાયલ લોકોને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 9 પૈકી 1 બાળક સહિત 3ને બચાવી લેવાયા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના પાણીગેટના બાવામાનપુરામાં સોમવારે મોડીરાત્રે એક 5 માળની બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડી હતી. બિલ્ડિંગના કાટમાળમાં 7 લોકો દટાયા હતા, આ ઘટના મોડીરાત્રે બનતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને ઘટનાની જાણકારી આપી હતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. રાત્રે 7 પૈકી 1 બાળક સહિત 3નું રેસ્ક્યૂ કરાયું હતું. બાકીના 6 વ્યક્તિઓની શોધખોળ ચાલું છે.

વધુ વાંચો

રાજ્ય

કલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કલ્યાણપુર તાલુકાના ટાટોડી ગામે રહેતા મંગળદાસ ઉર્ફે મંગાભાઈ કરસનભાઈ ગોહિલ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, ચલાવતા જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડ્યો હતો. જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ આહિર, બોઘાભાઈ કેસરિયા, તથા સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ટીટોડી ગામે પાડવામાં આવેલા આ જુગાર દરોડામાં પોલીસે ટીટોડી ગામના મંગળદાસ ઉર્ફે મંગાભાઈ કરસનભાઈ ગોહેલ, પરબત ઉર્ફે જયેશ ગોવિંદભાઈ આંબલીયા, અરશી ભાયાભાઈ છુછર, ધાના અરજણભાઈ છુછર, પાલા પાચાભાઈ લાબરિયા, મેરુ નારણભાઈ ચાવડા, ભીમશી કારાભાઈ આંબલીયા, અને માલદે સવદાસભાઇ છુછર નામના આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી 71,820 રોકડા તથા રૂપિયા બાવીસ હજારની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 93,820 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. વી.એમ. ઝાલા, એ.એસ.આઇ. અરવિંદભાઈ નકુમ, રામશીભાઈ ભોચિયા, બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટીયા, દેવશીભાઇ ગોજીયા, વિપુલભાઈ ડાંગર, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહિર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, બોધાભાઇ કેસરિયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, જીતુભાઈ હુણ, તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ