Connect with us

આંતરરાષ્ટ્રીય

ડેટા પ્રોટેકશન અંગે સરકાર

અમેરિકાની અદાલતે જાયન્ટ ટેક કંપની એપલને રૂા. 814 કરોડનો દંડ ફટકાર્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારત સહિત સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીના વિકાસ સાથે ડેટાની સલામતિ અને રક્ષણનો પ્રશ્ન જટિલ બન્યો છે. મુદાની વાત એ છે કે, ભારતમાં હજુ સુધી ડેટાના રક્ષણ માટે કોઇ કાયદો નથી. સરકાર જણાવી રહી છે કે, આ માટેનો કાયદો-ડેટા પ્રોટેકશન બિલ-અમે ઝડપથી લાવીશું. અત્રે નોંધનિય છે કે, મોબાઇલ તથા નેટના વપરાશકારોને લગતી અબજો પ્રકારની માહિતી જુદી-જુદી રીતે ડેટા ચોરીના રૂપમાં વિવિધ લોકો તથા કંપનીઓ પાસે જઇ રહી છે. સૌ ના આશ્ચર્ય વચ્ચે મોબાઇલ તથા વપરાશ કારોનો ડેટા બજારોમાં વેચાઇ પણ રહ્યો છે. આ પ્રકારના ડેટાનો ધંધાકીય ઉપયોગ પણ થઇ રહ્યો છે અને દૂરઉપયોગ પણ થઇ રહ્યો છે. ભારત જેવા વિશાળ દેશમાં ડિજિટલ ઇકો સિસ્ટમને કારણે અતિશય વિશાળ સંખ્યામાં ડેટાનું દૈનિક ધોરણે સર્જન થઇ રહયું છે. આ ડેટાના રક્ષણ માટે હાલમાં કોઇ કાયદો અસ્તિત્વ ધરાવતો નથી. કેન્દ્રના ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશન મંત્રાલયના મંત્રી રવિશંકર પ્રસાદે જાહેર કર્યુ છે કે, ડેટા પ્રોટેકશન માટેનો કાયદો દેશમાં ખૂબ ઝડપથી આવી રહ્યો છે. આ કાયદાનું ફાઇનલાઇઝેશન કરવાની પ્રક્રિયા ખૂબજ ઝડપથી ચાલી રહી છે. ભારત દેશ પોતાની ડેટા ઇકોનોમોની મુવમેન્ટ, ડેટા ઇનોવેશન તથા ડેટા રિફાઇનરીની રાહ જોઇ રહી છે. દેશની ડેટા ઇકોનોમિનું સૌથી મોટું સેન્ટર કર્ણાટક રાજય બને તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આગામી પાંચ વર્ષમાં કર્ણાટકની ડિજિટલ ઇકોનોમી 300 બિલિયન ડોલરની થવાની સંભાવના પર કર્ણાટકની રાજય સરકાર હાલમાં કામ કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય

ઇસ્લામિક દેશોના સંગઠનોએ પાકિસ્તાનને આપ્યો મોટો આંચકો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પાકિસ્તાન પ્રત્યેની ભારતીય કૂટનીતિનો આડકતરો પરંતુ મોટો વિજય આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળે છે. દૂનિયાભરના ઇસ્લામિક રાષ્ટ્રોના સંગઠને પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. ઓરગેનાઇઝેશન ફોર ઇસ્લામિક કો.ઓપરેશન એટલે કે, OIC એ પોતાના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના કાશ્મીરનો મુદ્દો એજન્ડામાં સામેલ ન કરીને પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. જો કે, આમ છતાં પાકિસ્તાન પોતાનો ચહેરો બચાવવા માટે આ મહત્વની ઘટના અંગે લિપાપોતી કરી રહ્યું છે.

ઇસ્લામિક રાષ્ટ્રોના આ સંગઠનોએ અંગ્રેજી અને અરજી ભાષામાં નિવેદન જાહેર કર્યુ છે. આજે શુક્રવારે નાઇઝરની રાજધાની નાયમી ખાતે આ સંગઠનના વિદેશ મંત્રીઓની કાઉન્સિલની બેઠક અંગે આ નિવેદન આવ્યું છે. જેમાં કોઇપણ એજન્ડામાં કાશ્મીરનો ઉલ્લેખ નથી. આજની આ બેઠકનું નેતૃત્વ સાઉદી અરેબિયા કરી રહ્યુું છે.

પાકિસ્તાનના સૌથી વધુ લોકપ્રિય અખબાર ડોનમાં એમ લખવામાં આવ્યું છે કે, આ ઇસ્લામિક રાષ્ટ્રોના સંગઠને કાશ્મીરને પોતાના એજન્ડા માંથી એવા સમયે બહાર કર્યુ છે. જયારે પાકિસ્તાનના સાઉદી અરેબિયા તથા સંયુકત આરબ અમિરાત સાથેના સંબંધો ખુબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે. જો કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ આ સમગ્ર ઘટનાક્રમ અંગે એમ જણાવ્યું છે કે, કાશ્મીર ઇસ્લામિક રાષ્ટ્રોના આ સંગઠનનો સ્થાઇ મુદ્દો છે. અત્રે એ પણ નોંધનીય છે કે, પાકિસ્તાન ને આ બેઠકમાં કાશ્મીર પર જોરદાર સમર્થન મળવાની અપેક્ષા હતી.

પાકિસ્તાન એક ઇસ્લામિક રાષ્ટ્ર છે અને કાશ્મીરને તે કાયમ માટે મુસ્લમાનો સાથે જોડતું રહ્યું છે. આ તર્કના આધાર પર આ સંગઠનમાં પણ પાકિસ્તાન કાયમ કાશ્મીરનો મુદ્દો જોર શોર થી ઉઠાવે છે. જોકે, અત્યાર સુધીમાં પાકિસ્તાનને સમર્થન મળ્યું નથી. ભારત અને સાઉદી વચ્ચેના સંબંધો મજબુત બની રહ્યા છે. આ ઉપરાંત સંયુકત આરબ અમિરાત દ્વારા પાકિસ્તાનના નાગરીકોને નવા વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આજની આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કૂરેશી પણ હાજર છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

વિશ્વનો પહેલો દેશ જે મહિલાઓને મફત આપશે ‘પિરિયડ પ્રોડકટ્સ’

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સ્કોટલેન્ડ વિશ્વનો પહેલો દેશ બન્યો છે જ્યાં “પિરિયડ પ્રોડક્ટ્સ” ને નિશુલ્ક કરી દેવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણય ચાર વર્ષના અભિયાન બાદ લેવામાં આવ્યો છે. જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં હજી પણ ઘણી ભ્રાંતીઓ અને રૂઢિચુસ્ત પરંપરાઓ રહેલી છે, સ્કોટલેન્ડએ એક દ્રષ્ટાંત બેસાડ્યું છે. દેશમાં સર્વસંમતીથી પીરિયડ પ્રોડક્ટ (ફ્રી પ્રોવિઝન) (સ્કોટલેન્ડ) એક્ટ પસાર કરી દેવામાં આવ્યો.

આ દાયદા હેઠળ સ્થાનિક વહીવટી તંત્રએ પિરિયડ પ્રોડક્ટમને ફ્રિમાં ઉપલબ્ધ કરાવવી પડશે, આ નોર્થ આયરશાયર જેવી કાઉન્સિંલ પહેલાથી જ કરવામાં આવતા કામ પર આધારીત કરવું પડશે, આ પહેલાથી જ ફ્રી ટૈપોન અને સેનેટરી ટાલ જાહેર ઇમારતોમાં વર્ષ 2018થી આપવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું વલણ હકારાત્મક અને વેલકમ કહેવાલાયક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પોતાની વિદેશ નીતિ માટેની ટીમને ઇન્ટ્રોડ્યૂસ કરતી વખતે અમેરિકાના ભાવિ પ્રમુખ જો બાઇડને બે સંકેતો ખૂબ સરસ આપ્યા. આ બંને સંકેતો ખૂબ જ મહત્વના છે.
બાઇડને કહ્યું : અમેરિકા ફરી એક વખત વૈશ્ર્વિક નેતૃત્વની પોઝિશનમાં છે અને સાથીદારોની સાથે કામ કરવાથી તે (અમેરિકા) સૌથી વધુ શકિતશાળી બન્યું છે. બાઇડનની આ વાત આવકારપાત્ર છે. વિશ્ર્વ જે કોઇ સમસ્યાઓ અનુભવે છે. તેનાં સામના માટે બહુરાષ્ટ્રીય નેતૃત્વ અસરકારક ભૂમિકા ભજવી શકે.
આક્રમક અને પારંપરિક ચીનની સરખામણીએ આ બાબતમાં USA હંમેશા આગળ રહ્યું છે. અમેરિકાની પાછલાં 4 વર્ષની નીતિઓને કારણે ચીનને ફાયદો થયો છે, ચીન વિશ્ર્વની બીજી સૌથી મોટી આર્થિક સતા હોવાના કારણે ટ્રમ્પની ગેરહાજરીમાં ચીન વિશ્ર્વના નેતૃત્વ માટે કમરકસી રહ્યું છે ત્યારે બાઇડનનું આ નિવેદન મહત્વનું બની રહેશે. ટ્રમ્પ દ્વારા અમેરિકાને જે સ્થિતિમાં મૂકવામાં આવ્યું છે તેમાંથી બહાર નીકળવું બાઇડન માટે અનિવાર્ય છે.
જે દેશો કાયદાઓને માન આપે છે, ક્ષેત્રિય સાર્વભૌમત્વને માનની નજરોથી જૂએ છે તેઓ સ્વાભાવિક રીતે જ ચીનથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો કે, અમેરિકા રાતોરાત આ ચમત્કાર ન કરી શકે. પરંતુ તે દિશામાં ઝડપથી આગળ જરૂર વધી શકે.
RCEP નાં સંદર્ભમાં જાપાન તથા દક્ષિણ કોરિયા જેવાં દેશોનું ચીન પ્રત્યેનું વલણ પણ મહત્વનું છે. ન્યૂઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયા જેવાં દેશો પણ RCEP મુદ્દે અમેરિકાની સાથે છે.
ટ્રમ્પ શાસન દરમિયાન ચીન સાથેનો અમેરિકાનો વ્યવહાર અન્ય રીતે ભલે યોગ્ય હોય પરંતુ ટ્રમ્પશાસને સાથીદેશોને સાથે રાખવાને બદલે પોતે જ આગળ વધવાનું વલણ દાખવ્યું હતું. બાઇડને આ સંક્રાન્તિકાળમાં સાથીદારો પાસે સહયોગનું મન બનાવ્યું છે. આ સ્થિતિમાં ભારત પણ USA સાથે વ્યૂહાત્મક ટ્રેડ ડીલ કરી શકે છે. એકંદરે બાઇડનનો એપ્રોચ વેલકમ કરવા યોગ્ય અને સરખામણીએ હકારાત્મક છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ