Connect with us

રાજ્ય

ખંભાળિયામાં મહામારીને અટકાવવા સેવાભાવીઓ દ્વારા દસ દિવસનો અનોખો સેવાયજ્ઞ

સ્વાસ્થ્ય વર્ધક ઉકાળા, નાસ તેમજ જરૂરિયાતમંદ લોકોને માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા શહેરમાં વધતા જતા કોરોનાના કેસોને અટકાવવા અને કોરોના મહારોગની મહામારીથી લોકોને બચાવવા ખંભાળિયા શહેર સેવાભાવી કાર્યકરો, વેપારી આગેવાનો, સામાજિક સંસ્થાઓ, વિગેરે 50 જેટલા કાર્યકરોની ટિમ દ્વારા શુક્રવારથી તા. 20 સુધી દરરોજ સવારે 10 થી 12 વાગ્યા સુધી શહેરમાં 21 જેટલા સ્થળોએ સ્ટોલ ઉભા કરી, લોકોને આયુર્વેદિક ઉકાળા અને વરાળથી નાસ આપવા માટેના સેવાયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના રામનાથ સોસાયટી, પોર ગેઈટ,જોધપુર ગેઈટ, જલારામ મંદિર, નગર ગેઇટ, સતવારા વાડ, પરેશ ટ્રેડિંગ પાસે, સ્ટેશન રોડ, ગાંધી ચોક, બંગડી બજાર, વ્હોરા વાડ, અતુલભાઈ સોનીના ઘર પાસે, ગુજરાત મિલ પાસે, શિવમ સોસાયટી, ખામનાથ મંદિર પાસે, માંડવી ચોક, રેલવે સ્ટેશનપાસે, તિરૂપતિ સોસાયટી, ચારરસ્તા, હરસિધ્ધિનગર, પઠાણ પાડો, વિગેરે વિવિધ વિસ્તારોમાં આ સ્ટેન્ડ રાખવામાં  આવ્યા છે.
લોકો આ વિનામૂલ્યે સેવાયજ્ઞનો મોટા પ્રમાણમાં લાભ લઈ શકે, તે માટેનું આ સુચારુ આયોજન કાબિલે દાદ બની રહ્યું છે.
આ સેવાયજ્ઞ માટે પચાસથી વધુ સેવાભાવી યુવાનો પરેશભાઈ મહેતા, નિલેશભાઈ કુંડલીયા, હસમુખભાઈ ધોળકિયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, દીપકભાઈ ચોક્સી, દિવુભાઈ સોની, જયેશભાઇ ગોકાણી, વિનુભાઈ બરછા (ઘી વારા), ધીરેનભાઈ બદીયાણી, પરબતભાઇ ગઢવી, જયેશભાઇ કણઝારીયા, મિલનભાઈ વોરીયા, દિલીપસિંહ ચાવડા, અશોકભાઈ કાનાણી, ડૉ. સાગર ભૂત, ડૉ. પડિયા, ઈમ્તિયાઝખાન પઠાણ, યુનુસ દારૂવારા, વનરાજસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ વાઢેર, સંજયભાઈ બથિયા, જીતુભાઈ નકુમ, ભીખુભા જેઠવા, નીરજ કાકુ, નીરવ કવૈયા, પુનિત તન્ના, કિરીટભાઈ મજીઠીયા, હિતેન્દ્રભાઇ આચાર્ય, મહેન્દ્રભાઈ જોષી, મિલનભાઈ સાયાણી, રાકેશભાઈ દાવડા, અતુલભાઈ દાવડા, જીજ્ઞેશભાઇ પરમાર, વિજયભાઈ કટારીયા સહિતના કાર્યકરો પોતાની સેવા આપશે.
જીવલેણ સાબિત થઈ રહેલી કોરોના મહામારીમાં તંત્ર દ્વારા કરાતા પ્રયાસો અપૂરતા સાબિત થઈ રહ્યા છે. જેથી ખંભાળિયાના પ્રબુદ્ધ સેવાભાવીઓ દ્વારા આ પડકારને સ્વૈચ્છિક રીતે ઝીલી લઈને કોઈપણ પ્રકારના તંત્રના સહયોગની આશા વગર સ્વૈચ્છિક રીતે અને સ્વખર્ચે આ વિરાટ શ્રમયજ્ઞનો પ્રારંભ થયો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મહત્વની એવી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયાસોમાં દરરોજ ઉકાળા વિતરણ, માસ્ક વિતરણ, તથા ગરમ નાસ આપવાના આ હોંશભેર હાથ ધરાયેલા સેવાકાર્યમાં યુવાનો કાર્ય કરો તથા વિવિધ સંસ્થાના હોદ્દેદારો દ્વારા સ્વૈચ્છિક રીતે જુદી જુદી ટીમો બનાવી અને દરરોજ અવિરત રીતે સેવા કરવામાં આવનાર છે. હાલની વિકટ પરિસ્થિતિમાં નગરજનોના સ્વાસ્થ્ય સાથે સરકારને પણ સહાયભૂત થવાના આ સુંદર અને નક્કર આયોજન અન્ય શહેરીજનો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.

રાજ્ય

દ્વારકા પોલીસે આંતર જિલ્લા તસ્કર ટોળકીને દબોચી લીધી

ટોળકીના 6 સભ્યની અટકાયત : રાજ્યભરની 20 ચોરીનો ભેદ ઉકેલાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દ્વારકા પોલીસને એક આંતર જિલ્લા તસ્કર ટોળકીને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસની એલસીબી શાખાએ 6 સભ્યની વેડવા દેવીપૂજક ગેંગને પકડી પાડી તેની પાસેથી રૂા.1.21 લાખનો ચોરીનો માલસામાન કબ્જે કર્યો છે. જ્યારે તેમની પૂછપરછ દરમ્યાન રાજ્યવ્યાપી અન્ય 20 ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ટોળકી સમગ્ર રાજ્યમાં વેપારીઓની નજર ચૂકવી થડા અને કાઉન્ટર પરથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરી કરતી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકાના એસપી સુનિલ જોશીની સુચના અનુસાર એલસીબી પીઆઇ જે.એન.ચાવડા તેમજ પીએસઆઇ વી.એમ.ઝાલા તથા તેમની ટીમ ગુનેગારોને પકડી પાડવા માટે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીકથી સતિષ ઇલાશ સીંદે, ઝફાન ઉર્ફે જગત ઉસ્વાસ પરમાર, સુનીલાબેન ઝફાન પરમાર, રેખાબેન સતિષ સીંદે, સુનિતાબેન ઝફાન પરમાર તથા નિર્મલાબેન ઉર્ફે શશીકલા ઇલાશ સીંદે નામના 6 સ્ત્રી પુરૂષોને પકડી પાડ્યા હતા. તેમના કબ્જામાંથી પોલીસને રૂા.68,000 રોકડા પાંચ નંગ મોબાઇલ, ચાંદીના દાગીના, પેનડ્રાઇવ, મેમરીકાર્ડ વગેરે મળી કુલ રૂા.1 લાખ 21 હજાર 600નો માલસામાન મળી આવ્યો હતો. આ અંગે પુછપરછ કરતા તે ચોરાવ હોવાનું બહાર આવતા પોલીસે તમામની અટકાયત કરી આગવી ઢબ્બે પુછપરછ હાથ ધરી હતી.

આ પુછપરછ દરમ્યાન આ ટોળકીએ માત્ર ખંભાળિયામાં જ નહી પરંતુ જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ધોરાજી, ગોંડલ, જેતપુર, મોરબી, જામનગર, વાપી, વડોદરા, સુરત, રાજપીપળા વગેરે સ્થાનોએ કુલ 20 જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી. આ ટોળકી ભીક્ષાવૃતિના ઓઠા હેઠળ દુકાન, રેસ્ટોરન્ટ, રેલ્વે સ્ટેશનોમાં ભીડભાડનો લાભ લઇ વેપારીની નજર ચૂકવી થડા અને કાઉન્ટર પરથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરી કરી પલાયન થઇ જતા હતા. તાજેતરમાં જ આ ટોળકીએ ખંભાળિયામાં દરબારગઢ પાસે ઘાંચી શેરીમાં આવેલ ફ્રુટના ગોળાઉનમાં વેપારીની નજર ચૂકવી રૂા. 50 હજારની ચોરી કરી હતી. પોલીસે તમામને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી તેમની સામે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

રાજ્ય

જામજોધપુરના ગઢકડા ગામના સરપંચના ભાઇ પર ફાયરીંગ

ગઇ મોડીરાત્રે બાઇક પર આવેલા 2 શખ્સો ફાયરીંગ કરી નાશી ગયા : જુની અદાવત કારણભૂત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામે ગઇરાત્રે બાઇક પર આવેલા બે અજ્ઞાત શખ્સો સરપંચના ભાઇ પર ફાયરીંગ કરીને નાસી જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સરપંચના ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફાયરીંગ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામના સરપંચ યાસીન ઓશમાણ સફિયાના ભાઇ ફિરોઝ સફિયા ગઇરાત્રે ગ્રામપંચાયતની ઓફિસમાં પાક નુકશાની અંગેના ઓનલાઇન ફોર્મ ભરતા હતા ત્યારે રાત્રે એકાદ વાગ્યે બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા. જેમણે ગ્રામપંચાયત ઓફિસની સામે પોતાનું બાઇક ઉભુ રાખી બાર બોરની રાયફલ જેવા હથિયારમાંથી ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગનો અવાજ સાંભળી ફિરોઝ સફિયા નીચે પડી ગયો હતો. પરિણામે તેને કોઇ ઇજા પહોંચી ન હતી. પરંતુ ઓફિસમાં કોમ્પ્યુટર કામ કરી રહેલા ગામના ઇસ્માલ જુસબ સફિયાને સાથળમાં ગોળીનો છરો વાગતા ઇજા પહોંચી હતી. ફાયરીંગ કર્યા બાદ બાઇક પર આવેલા બંન્ને શખ્સો આંબરડી ગામ તરફ નાસી ગયા હતા. આ ઘટના અંગે ફિરોઝ સફિયાએ પોતાની હત્યા નિપજાવવાના પ્રયાસ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા પ્રયાસ આર્મ્સ એકટ સહિતની કલમો અંતર્ગત ગુન્હો નોંધી નાસી ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ હુમલો જુની અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચાર મહિના પહેલા ફિરોઝના ભાઇની હત્યા નિપજાવવામાં આવી હતી. જેના આરોપીઓ હાલ જેલમાં છે. ત્યારે આ આરોપીઓએ તેમના મળતીયા મારફત ફાયરીંગ કરાવ્યું હોવાની આશંકા ફિરોઝે પોલીસ સમક્ષ વ્યકત કરી છે.

વધુ વાંચો

રાજ્ય

જોડિયાના નાયબ મામલતદાર કોરોના સામેનો જંગ હારી ગયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં રણજીત સાગર રોડ પર મયુર ગ્રીન્સ વિસ્તારમાં રહેતા અને જોડિયા ની મામલતદાર કચેરીમાં ઇ-ધરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રસિકભાઈ પરષોત્તમભાઈ પાડલીયા (ઉ.વ.57)કે જેઓ 12 દિવસ પહેલા કોરોના સંક્રમિત બની ગયા હતા, છેલ્લા એક સપ્તાહથી તેની જામનગરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ અંગેની જાણ થતાં જામનગર જિલ્લાના સરકારી વર્તુળમાં ભારે ગમગીની છવાઈ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જોડિયાની મામલતદાર કચેરીના ત્રણ અધિકારીઓ સંક્રમિત બન્યા હતા. જોડિયાના મામલતદાર પુનિતભાઈ સરપદડીયા, ઉપરાંત નાયબ મામલતદાર અમરીશભાઈ દવે અને નાયબ મામલતદાર રસિકભાઈ પાડલીયા કે જેઓ ત્રણેય કોરોના સંક્રમિત બન્યા હતા અને જોડીયા ની મામલતદાર કચેરી ને બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે મામલતદાર પુનિતભાઈ તેમજ નાયબ મામલતદાર અમરીશભાઈ દવે હાલ હોમ કોરોન્ટાઈન થયેલા છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ