Connect with us

સ્પોર્ટ્સ

આઇપીએલમાં આજથી 90 ખેલાડીઓની ટીમ અદલા-બદલી થઇ શકશે

સ્ટોક્સ, મોરિસ, રહાણે, ગેઇલ જેવા ધૂરંધર અને મોંઘા ખેલાડીઓ ઉપલબ્ધ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આઈપીએલની 13મી સીઝનમાં અડધી મેચીસ રમાઈ ચૂકી છે. ફર્સ્ટ હાફ પૂરી થવાની સાથે જ આઈપીએલમાં પાંચ દિવસની મિડ સીઝન ટ્રાન્સફર પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. એ અંતર્ગત ખેલાડી બંને ટીમોની પારસ્પરિક અનુમતિથી ફ્રેન્ચાઈઝી બદલી શકે છે.

ટ્રાન્સફર વિન્ડો માત્ર એ ખેલાડીઓ પર જ લાગુ થશે, જેમણે આ સીઝનમાં 7 મેચમાંથી બે કે એનાથી ઓછી મેચ રમ્યા છે. આ વખતે 90 પ્લેયર્સ એવા છે, જેમની અદલાબદલી મિડ સીઝન ટ્રાન્સફર વિન્ડો અંતર્ગત થઈ શકે છે. એમાં 12.50 કરોડ રૂપિયાની કિંમતવાળી રાજસ્થાન રોયલ્સના બેન સ્ટોક્સ, 10 કરોડ રૂપિયાની કિંમતના રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિસ મોરિસ, 8 કરોડ રૂપિયાની કિંમતના મુંબઈ ઈન્ડિયન્સના નાથન કુલ્ટર નાઈલ અને 5.25 કરોડ રૂપિયાની કિંમતવાળા દિલ્હી કેપિટલ્સના અજિંક્ય રહાણે સામેલ છે.

આઈપીએલમાં મિડ સીઝન ટ્રાન્સફર માટેના નિયમ
1. આ ટ્રાન્સફર માત્ર ફર્સ્ટ હાફ પૂરો થવાથી, એટલે કે 7 મેચ રમી ચૂકેલી ટીમો માટે હશે.

2. ખેલાડીઓની ટ્રાન્સફર માટે બંને ટીમોની પારસ્પરિક સંમતિ જરૂરી બનશે.

3. એ ખેલાડી કે જેણે આ સીઝનમાં અત્યારસુધીમાં બે કે એનાથી ઓછી મેચ રમી છે, માત્ર તેમની જ અદલાબદલી માટે અનુમતિ મળશે.

4. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આ વર્ષે મિડ સીઝન ટ્રાન્સફરના નિયમોમાં વધુ એક ફેરફાર કર્યો છે. આ સીઝનમાં અનકેપ્ડની સાથે કેપ્ડ પ્લેયર્સની પણ મિડ સીઝન ટ્રાન્સફરની અનુમતિ હશે. ગત સીઝનમાં બીસીસીઆઈએ માત્ર અનકેપ્ડ પ્લેયર્સ માટે જ આવી ટ્રાન્સફરની અનુમતિ આપી હતી.

મિડ સીઝન ટ્રાન્સફર માટે મુંબઈ ઈન્ડિયન્સના 13, દિલ્હી કેપિટલ્સના 9, કોલકાતા નાઈટ રાઈડર્સના 10, રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 11, સનરાઈઝર્સ હૈદરાબાદના 13, રાજસ્થાન રોયલ્સના 11, ચેન્નઈ સુપર કિંગ્સના 10, કિંગ્સ ઈલેવન પંજાબના 13 ખેલાડી યોગ્ય છે.

સ્પોર્ટ્સ

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કપીલ દેવને હાર્ટએટેક આવ્યો

દિલ્હીની હોસ્પિટલમાં ખસેડાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ-અટેક આવ્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાર્ટમાં બ્લોકેજને કારણે કપિલ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.

ડોકટર્સે આપેલી માહિતી મુજબ, કપિલ દેવની સ્થિતિ હાલ સ્થિર છે. તેઓ ખતરાથી બહાર છે. હાર્ટ-અટેકના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હર્ષા ભોગલે અને આકાશ ચોપડા સહિત અનેક ફેન્સે તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરી છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

જાન્યુઆરીમાં અમદાવાદનાં મોટેરામાં યોજાશે ડે-નાઇટ ટેસ્ટ મેચ

ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીની ટેસ્ટ રમાશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઇંગ્લેન્ડની ટીમ આગામી વર્ષની શરૂઆતમાં 5 ટેસ્ટ અને વન-ડે મેચોની શ્રેણી માટે ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે અમદાવાદમાં ડે-નાઇટ (પિન્ક બૉલ) ટેસ્ટ રમાશે. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ માહિતી આપી. અમદાવાદનું નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. કોલકાતા અને ધર્મશાલામાં પણ મેચો રમાઇ શકે છે. મોટેરા સ્ટેડિયમ નવું બન્યા બાદ ત્યાં હજુ સુધી કોઇ મેચ રમાઇ ન હોવાથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ અહીં રમાનારી પ્રથમ મેચ બની રહેશે.

કોરોનાના કારણે આ શ્રેણી બીજા કોઇ દેશમાં રમાડવાની વાત થઇ રહી હતી. જોકે, બીસીસીઆઇ શ્રેણી ભારતમાં જ રમાડવાના શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. ગાંગુલીએ કહ્યું કે અમે હાલ કેટલાક પ્લાન બનાવ્યા છે પણ કોઇ પ્લાન અંગે અંતિમ નિર્ણય નથી થયો. હાલ બોર્ડની પ્રાથમિકતા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે, જે માટે થોડા દિવસોમાં ટીમ જાહેર થશે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ડબલ સુપર ઓવરમાં પંજાબનો વિજય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

IPLની 13મી સીઝનની 36મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઈ ઇન્ડિયન્સને ડબલ સુપર ઓવરમાં હરાવ્યું. આ પહેલા બંને ટીમ વચ્ચે રમાયેલી પ્રથમ સુપર ઓવર પણ ટાઈ થઇ હતી. બીજી સુપર ઓવરમાં મુંબઈએ 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પંજાબે 4 બોલમાં ચેઝ કર્યો. પંજાબ માટે ક્રિસ જોર્ડન અને મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે સુપર ઓવર નાખી. IPLમાં પહેલીવાર એક દિવસમાં 3 સુપર ઓવર રમાઈ.

મુંબઈ ઈન્ડિયન્સે પહેલાં બેટિંગ કરતાં 6 વિકેટ પર 176 રન બનાવ્યા હતા. તે બાદ કિંગ્સ ઈલેવન પંજાબે પણ આ જ સ્કોર બનાવ્યો હતો. તે બાદ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જસપ્રિત બુમરાહે સુપર ઓવરમાં ફક્ત 5 રન આપ્યા હતા. તે બાદ મોહમ્મદ શમીએ પણ ઘાતક બોલિંગે રોહિત અને ડી કોકને 5 રન પર રોકી દીધા હતા. તે બાદ શરૂ થઈ બીજી સુપર ઓવર જેમાં મુંબઈએ 11રન બનાવ્યા અને પંજાબે 15 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

પહેલી સુપર ઓવરમાં પંજાબે 5 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ પણ 5 રન જ કરી શક્યું હતું. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ અને પંજાબ માટે મોહમ્મદ શમીએ સુપર ઓવર નાખી હતી. નિયમ અનુસાર, પ્રથમ સુપર ઓવરમાં બેટિંગ અને બોલિંગ કરનાર ખેલાડીઓ બીજી સુપર ઓવરમાં માત્ર ફિલ્ડિંગ જ કરી શકે છે. આ કારણે મેચની બીજી સુપર ઓવરમાં અલગ-અલગ ખેલાડીઓએ બેટિંગ-બોલિંગ કરી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ