Connect with us

રાજ્ય

જામનગર તરફથી આવતું દારૂ ભરેલું ટેન્કર ખંભાળિયા એલસીબી એ ઝડપી લીધું..!

સિમેન્ટના ટેન્કરમાં લઈ જવાતી 460 પેટી દારૂની ઝડપાઈ: રૂા. 16,72,800 ની કિંમતની 5,520 બોટલ વિદેશી દારૂ કબ્જે: રૂા. 12 લાખના ટેન્કર સહિત 28.73 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો: ટેન્કર ચાલક તથા પાયલોટિંગ કરનાર ફરાર બાઈક ચાલક ફરાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળીયા જામનગર હાઈવે પર ગતમોડી રાત્રીના સમયે એલસીબી પોલીસના પેટ્રોલીંગ દરમ્યાન પસાર થતા સિમેન્ટના એક વાહનને પોલીસે અટકાવી ચેકિંગ કરતા તેમાંથી રૂા.16.73 લાખની કિંમતની 460 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કુલ રૂા.28.73 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સને દબોચી લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન ઉપરોક્ત ટેન્કર ચાલક તથા પાયલોટીંગ કરનાર બાઈક ચાલક નાસી છૂટવામાં સફળ થયા હતા.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા- જામનગર હાઈવે પર અત્રેથી આશરે પાંચેક કિલોમીટર દૂર આરટીઓ ચોકડી પાસે ગતરાત્રીના એલસીબીના પીઆઈ એમ. ડી. ચંદ્રવાડીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગતરાત્રીના આશરે સાડા બારેક વાગે પેટ્રોલિંગમાં રહેલા પીએસઆઈ વી. એમ. ઝાલા તથા સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાઈવે પરના મુંદ્રા ફર્નિચર પાસેથી પસાર થઈ રહેલા જીજે-12-ઝેડ-4944 નંબરના એક ટેન્કરને અટકાવામાં આવ્યું હતું. જામનગર તરફથી ખંભાળિયા બાજુ આવી રહેલા અને હાઈબોન્ડ સિમેન્ટના ટેન્કરને પોલીસ સ્ટાફે થોભવા માટે કહેતા ઉપરોક્ત ટેન્કર ચાલક વાહન ઉભુ રાખવાને બદલે જામનગર તરફ નાસી ગયો હતો. પરંતુ આગળ જલિયાણ પેટ્રોલ પંપ પાસે વોચમાં રહેલા સ્ટાફે આ ટેન્કરને રોકી કીધું હતું.

આ દરમિયાન ઉપરોક્ત ટેન્કરનો ચાલક અંધારામાં નાસી છૂટવામાં સફળ થયો હતો. જ્યારે આ સ્થળેથી ઉપરોક્ત કરને ક્લીનર અને રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના બેડવા તાલુકાના ભેરુડી ગામનો રહીશ દિનેશ ભાગીરથરામ બિશનોઈ (ઉ. વ. 24) નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો.

આથી પોલીસે આ ટેન્કરનું ચેકિંગ કરતા ટેન્કરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂના તોતિંગ જથ્થા સાથેનું આખુ ટેન્કર ઘટના સ્થળથી થોડે દૂર આવેલા “પોલીસ ભવન” ખાતે લઈ ગયા હતા. ત્યાં ધોરણસર તપાસ કરતા આ ટેન્કરમાં મેકડોવેલ નંબર વન વ્હીસ્કી ની 14 પેટી તથા એપિસોડ ગોલ્ડ વ્હીસ્કીની 446 પેટી મળી કુલ 460 પેટી વિદેશી દારૂની હોવાનું ધ્યાને આવ્યું હતું.
આમ, કુલ રૂા. 16,72,800 ની કિંમતની 5520 બોટલ વિદેશીદારૂનો જથ્થો સાંપડ્યો હતો. આ ઉપરાંત રૂપિયા બાર લાખની કિંમતના ટેન્કર મળી કુલ રૂા. 28,72,800 નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા ટેન્કરના ક્લીનર દિનેશ બીશનોઈની અટકાયત કરી, કોરોના અંગેનું સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી.

મહત્ત્વની બાબત તો એ છે કે ઉપરોક્ત ટેન્કરને પાયલોટિંગ કરવા માટે આગળની તરફથી જીજે-37-ઈ-6888 નંબરનો એક મોટરસાયકલ ચાલક આગળ જઈ રહ્યો હતો. પરંતુ પોલીસ કાર્યવાહી દરમિયાન ઉપરોક્ત બાઈક ચાલક પણ નાશી છૂટવામાં સફળ થયો હતો.

આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના મુજબ એલસીબી પી. આઇ. ચંદ્રાવાડીયા, પી.એસ.આઈ. વી. એમ. ઝાલા, અજીતભાઈ બારોટ, દેવશીભાઇ ગોજીયા, સહદેવસિંહ જાડેજા, જેસલસિંહ, મશરીભાઈ આહીર, અરજણભાઈ મારુ, તથા સાયબર સેલના ભરતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણની તપાસ એલ.સી.બી. પોલીસે આગળ ચલાવી, આ ગુનામાં ઝડપાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

રાજ્ય

આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડશે, એનડીઆરએફની 7 ટીમ તૈનાત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિદ વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દ્વારકા, જામનગર, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને લઈ વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. તો દરિયા પર સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાહ દ્વારા આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે પવન પણ ફુંકાઇ શકે છે. સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દ્વારકા, જામનગર, કચ્છ સહિત અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યમાં અન્ય જગ્યાએ પણ વરસાદની શક્યતા છે.

વધુ વાંચો

રાજ્ય

ગુજરાતમાં પહેલી વખત કોરોનાનું આઉટકમ 700 ને પાર

સુરત ૨૦૧ , અમદાવાદ ૧૬૫ અને રાજકોટ ૩૬ કેસ સાથે અગ્રેસર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં અનલોકનાં તબક્કામાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું ધીમું પડ્યું હોય તેવાં કોઇ લક્ષણો ગુજરાતમાં દેખાતાં નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીનાં સૌથી વધુ 712 કેસ નોંધાયા છે. આમ અગાઉ જે કેસો 600ને પાર નોંધાતા હતા, તે હવે 700ને પાર થઈ ગયા છે. જ્યારે આજના દિવસમાં 21 લોકોનાં મોત અને 473 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 35398 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1927 તો ડિસ્ચાર્જનો કુલ આંક 25414 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાએ હવે પેટર્ન બદલી છે. હવે અમદાવાદના બદલે સુરતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલ કેસોની વિગત જોઈએ તો, સુરત કોર્પોરેશન ૨૦૧, અમદાવાદ કોર્પોરેશન ૧૬૫, સુરત ૫૨, રાજકોટ ૩૬, વડોદરા કોર્પોરેશન ૩૪, વડોદરા ૨૭, વલસાડ ૧૯, ભરૂચ ૧૫, રાજકોટ કોર્પોરેશન ૧૧, ગાંધીનગર ૧૧, નવસારી ૧૧, ભાવનગર કોર્પોરેશન ૧૦, બનાસકાંઠા ૧૦, ખેડા ૧૦, ભાવનગર ૧૦, જુનાગઢ કોર્પોરેશન ૯, મહેસાણા ૮, અમદાવાદ ૭, અરવલ્લી ૭, કચ્છ ૭, પાટણ ૬, સાબરકાંઠા ૬, સુરેન્દ્રનગર ૬, જામનગર ૬, ગાંધીનગર કોર્પોરેશન ૪, આણંદ ૪, ગીર-સોમનાથ ૪, મોરબી ૩, જામનગર કોર્પોરેશન ૨, પંચમહાલ ૨, મહીસાગર ૨, બોટાદ ૨, અમરેલી ૨, દાહોદ ૧, જુનાગઢ ૧, દેવભૂમિ દ્વારકા ૧ કેસ નોંધાયો હતો.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયાના બે કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા

હાલ જિલ્લામાં છ એક્ટિવ કેસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધી અન્ય જિલ્લાના એક મળી કુલ 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પખવાડિયા પૂર્વે મુંબઈથી આવેલા ખંભાળિયાના ભીખુભાઈ લાલજીભાઈ વાઘેલા નામના 72 વર્ષના વૃદ્ધ કે જે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોના અંગેની સારવાર લઈ રહ્યા હતા, તે સ્વસ્થ થતાં તેમને આજરોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ સાથે સુરતથી ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આવેલા રંભીબેન કાનાભાઈ કંડોરીયા નામના પચાસ વર્ષની મહિલાને કોરોનાની સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જેની તબિયત પણ સ્વસ્થ થઈ જતા આજરોજ તેમને  પણ રજા આપવામાં આવી છે. આ બંને વ્યક્તિઓને હાલ થોડા દિવસ હોમ કવોરોન્ટાઈન રાખવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 318 વ્યક્તિઓ હોમ કવોરોન્ટાઈન છે. આ સાથે જિલ્લામાં કુલ 564 લોકોને કવોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે.

જિલ્લામાં આજ સુધી કુલ 4161 કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી અન્ય જિલ્લાનો એક મળી 28 ના રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. હાલ જિલ્લામાં છ એક્ટિવ કેસ છે. જે પૈકી એક દર્દીને જામનગર જી. જી. હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આજ સુધી 19 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે બે વ્યક્તિઓના દુઃખદ અવસાન થયા છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ