Connect with us

રાજ્ય

શેઠવડાળામાં ભરબજારે યુવાનની કાર ઉપર બીજી વખત હુમલો

ભરબજારમાં કારના કાચ તોડી નાખ્યા : પોલીસની કામગીરી ઉપર અનેક તર્ક-વિર્તકો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના શેઠવડાળાની મુખ્ય બજારમાં મોડીરાત્રીના સમયે યુવાનની કાર ઉપર અજાણ્યા શખ્સોએ બીજી વખત હુમલો કર્યો હતો. બનાવમાં પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતા અને પ્રેસ પ્રતિનિધિ તરીકે કામ કરતા નિખિલ ખાખરિયા નામના યુવાનની GJ-10-TX-0408 નંબરની કાર ઉપર ગતરાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ હુમલો કરી કારના કાચ તોડી નાખ્યાં હતાં. મુખ્ય બજારમાં જાહેરમાં થયેલા હુમલાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. દુ:ખદ બાબત એ છે કે, યુવાન ઉપર છ માસ અગાઉ 9 જાન્યુઆરીના રોજ પણ કાર ઉપર હુમલો થયો હતો. છ માસ પૂર્વેના હુમલામાં પોલીસે હજુ સુધી એક પણ વ્યકિતની ધરપકડ કરી નથી. ત્યાં બીજી વખત યુવાનની કાર ઉપર બીજી વખત હુમલો થતાં પોલીસની કામગીરી ઉપર અનેક તર્કવિર્તકો થઈ રહ્યા છે. બીજી વખત થયેલા હુમલાની જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્ય

આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડશે, એનડીઆરએફની 7 ટીમ તૈનાત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિદ વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દ્વારકા, જામનગર, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને લઈ વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. તો દરિયા પર સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાહ દ્વારા આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે પવન પણ ફુંકાઇ શકે છે. સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દ્વારકા, જામનગર, કચ્છ સહિત અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યમાં અન્ય જગ્યાએ પણ વરસાદની શક્યતા છે.

વધુ વાંચો

રાજ્ય

ગુજરાતમાં પહેલી વખત કોરોનાનું આઉટકમ 700 ને પાર

સુરત ૨૦૧ , અમદાવાદ ૧૬૫ અને રાજકોટ ૩૬ કેસ સાથે અગ્રેસર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં અનલોકનાં તબક્કામાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું ધીમું પડ્યું હોય તેવાં કોઇ લક્ષણો ગુજરાતમાં દેખાતાં નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીનાં સૌથી વધુ 712 કેસ નોંધાયા છે. આમ અગાઉ જે કેસો 600ને પાર નોંધાતા હતા, તે હવે 700ને પાર થઈ ગયા છે. જ્યારે આજના દિવસમાં 21 લોકોનાં મોત અને 473 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 35398 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1927 તો ડિસ્ચાર્જનો કુલ આંક 25414 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાએ હવે પેટર્ન બદલી છે. હવે અમદાવાદના બદલે સુરતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલ કેસોની વિગત જોઈએ તો, સુરત કોર્પોરેશન ૨૦૧, અમદાવાદ કોર્પોરેશન ૧૬૫, સુરત ૫૨, રાજકોટ ૩૬, વડોદરા કોર્પોરેશન ૩૪, વડોદરા ૨૭, વલસાડ ૧૯, ભરૂચ ૧૫, રાજકોટ કોર્પોરેશન ૧૧, ગાંધીનગર ૧૧, નવસારી ૧૧, ભાવનગર કોર્પોરેશન ૧૦, બનાસકાંઠા ૧૦, ખેડા ૧૦, ભાવનગર ૧૦, જુનાગઢ કોર્પોરેશન ૯, મહેસાણા ૮, અમદાવાદ ૭, અરવલ્લી ૭, કચ્છ ૭, પાટણ ૬, સાબરકાંઠા ૬, સુરેન્દ્રનગર ૬, જામનગર ૬, ગાંધીનગર કોર્પોરેશન ૪, આણંદ ૪, ગીર-સોમનાથ ૪, મોરબી ૩, જામનગર કોર્પોરેશન ૨, પંચમહાલ ૨, મહીસાગર ૨, બોટાદ ૨, અમરેલી ૨, દાહોદ ૧, જુનાગઢ ૧, દેવભૂમિ દ્વારકા ૧ કેસ નોંધાયો હતો.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયાના બે કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા

હાલ જિલ્લામાં છ એક્ટિવ કેસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધી અન્ય જિલ્લાના એક મળી કુલ 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પખવાડિયા પૂર્વે મુંબઈથી આવેલા ખંભાળિયાના ભીખુભાઈ લાલજીભાઈ વાઘેલા નામના 72 વર્ષના વૃદ્ધ કે જે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોના અંગેની સારવાર લઈ રહ્યા હતા, તે સ્વસ્થ થતાં તેમને આજરોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ સાથે સુરતથી ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આવેલા રંભીબેન કાનાભાઈ કંડોરીયા નામના પચાસ વર્ષની મહિલાને કોરોનાની સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જેની તબિયત પણ સ્વસ્થ થઈ જતા આજરોજ તેમને  પણ રજા આપવામાં આવી છે. આ બંને વ્યક્તિઓને હાલ થોડા દિવસ હોમ કવોરોન્ટાઈન રાખવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 318 વ્યક્તિઓ હોમ કવોરોન્ટાઈન છે. આ સાથે જિલ્લામાં કુલ 564 લોકોને કવોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે.

જિલ્લામાં આજ સુધી કુલ 4161 કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી અન્ય જિલ્લાનો એક મળી 28 ના રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. હાલ જિલ્લામાં છ એક્ટિવ કેસ છે. જે પૈકી એક દર્દીને જામનગર જી. જી. હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આજ સુધી 19 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે બે વ્યક્તિઓના દુઃખદ અવસાન થયા છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ