Connect with us

શહેર

જામનગર કલેકટર દ્વારા આજે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

જામનગર કલેકટર દ્વારા આજે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Khabar Gujarat

પ્રકાશિત

on

જામનગર કલેકટર રવિશંકર દ્વારા આજે તા.૨૫ એપ્રિલના રોજ જાહેર કરાયેલા જાહેરનામામાં જામનગર મહાનગર પાલિકાના વિસ્તાર તથા કાલાવડ, ધ્રોલ, જામજોધપુર અને સિક્કા નગરપાલિકા સિવાયના તથા કોરોના કન્ટેઇનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયેલા વિસ્તાર સિવાયના વિસ્તારોમાં તમામ દુકાનો ખુલી રાખી શકાશે. પરંતું બજાર, બજારસંકુલ, મોલ, સિંગલ બ્રાંડ મોલમાં દુકાનો બંધ રહેશે. તેમજ જામનગર જીલ્લાના તમામ વિસ્તારો પાન-માવા, તમાકુ, સિગરેટ, ગલ્લાઓ, ચા, વાણંદની દુકાનો, રેસ્ટોરન્ટઓ, હોટલો બંધ રાખવી પડશે.

ઉપરોક્ત જાહેરનામામાં દુકાનદારે નિયમિત સ્ટાફના ૫૦% સ્ટાફ રાખવો પડશે.

  • સ્ટાફ માટે માસ્ક, સેનીટાઈઝર, ગ્લોવ્સની વ્યવસ્થા કરવી પડશે.
  • ગ્રાહકો માટે હાથ ધોવાની વ્યવસ્થા અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની જવાબદારી દુકાનદારની રહેશે.
  • દુકાનમાં દરરોજ સેનેટાઈઝ કરવું પડશે.
  • ભીડ એકત્રિત ના થાય તેની તકેદારી દુકાનદારે રાખવી પડશે.
  • દુકાનદારે પાસ મેળવવાની જરૂર નથી.
  • લાયસન્સ અને ફોટો આઈ ડી સાથે રાખવું ફરજીયાત છે.

શહેર

જામનગરના ક્યા વિસ્તાર ક્યારે કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થશે ?

જાણો કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના જુદા-જુદા 6 કન્ટેઈનમેન્ટ વિસ્તારને તબક્કા વાર મુક્તિ આપવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા આજે આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્તિની તારીખ જાહેર કરવામાં આવી છે.

કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામા અનુસાર જામનગર શહેરના ઇબા ચોક, હમીદા મંજીલ વાળી ગલીનો વિસ્તાર, 3 જૂનના રોજ કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત ગણાશે. જ્યારે સનરાઇઝ એપાર્ટમેન્ટ 4 જૂનના રોજ, બજરંગ ફ્લોર મીલની ગલીથી માં-ખોડલ આશિષ મકાન સુધીનો વિસ્તાર પણ 4 જૂનના રોજ, સત્યસાંઇ નગર શેરી નં.6 તા.5 જૂનના રોજ, ધોળિયાફળી અનુરાગ મુખવાસની શેરી તા.5 જૂનના રોજ તથા નૂરી પાર્ક શેરી નં.3 તા.6 જૂનના રોજ કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થયેલા ગણાશે.

વધુ વાંચો

શહેર

હાપા જલારામ મંદિરમાં આંબા મનોરથ

હાપા જલારામ મંદિરમાં આંબા મનોરથ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હાપામાં આવેલ જલારામ મંદિરમાં આજે પ્રથમ વાર આંબા મનોરથના દર્શન યોજવામાં આવ્યા હતાં. લેસ્ટરવાળા જલારામ ભક્ત ઇલાબેન દિપેશ કુમાર મશરૂ પરિવાર તરફથી આજે સવારે 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી જલારામ મંદિરમાં આંબા મનોરથ યોજવામાં આવ્યો હતો.

વધુ વાંચો

શહેર

જામનગર એનસીસી ગ્રુપ દ્વારા માસ્ક બનાવાયા

જામનગર એનસીસી ગ્રુપ દ્વારા માસ્ક બનાવાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટરના એનસીસી કેડેટસ દ્વારા માસ્ક બનાવી કોરોનાની મહામારી સામે રક્ષણ માટે આ માસ્કનું વિતરણ કરાયું હતું. જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટર દ્વારા 1400 જેટલા માસ્ક બનાવી જામનગર શહેરના એસડીએમ હર્ષવર્ધનસિંહ સોલંકીને સુપ્રત કરાયા હતા.

આ તકે ચાર એએનઓ તથા બે પીઆઇ સ્ટાફ તેમજ ત્રણ એનસીસી કેડેટસ ઉપસ્થિત રહી આ માસ્ક સોંપવામાં આવ્યા હતા. એનસીસી કેડેટસે ગ્રુપ કમાન્ડર કે.એસ. માથુર તથા લેફ. કમાન્ડર ચંદ્રેશ મિત્તલના માર્ગદર્શન હેઠળ આ માસ્ક તૈયાર કર્યા હતા.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ