Connect with us

જામનગર

જામનગરના નાઘેડીમાં નજીવી બાબતે બે પરિવાર વચ્ચે મારામારી

ધ્યાનથી બાઈક ચલાવવાની બાબતે માતા-પુત્ર સહિતના ત્રણ શખ્સોએ યુવતીને માર મારી ધમકી આપી: સામા પક્ષે દંપતી અને યુવતીએ મહિલા સહિત બે વ્યક્તિઓને માર મારી ધમકી આપી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તાલુકાના નાઘેડી ખાણ વિસ્તારમાં આવેલા આંબેડકર આવાસમાં બાઈક ધ્યાનથી ચલાવવાનું કહેતા માતા-પુત્ર સહિતના ત્રણ શખ્સોએ યુવતીને ફડાકા મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના આ બનાવમાં સામાપક્ષે પણ દંપતી અને તેની પુત્રીએ મહિલા ઉપર હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. સામ-સામી નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

સામ-સામી મારામારીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ખાણ વિસ્તારમાં આવેલા આંબેડકરવાસમાં રહેતી દક્ષા નારણભાઈ પરમાર નામની યુવતીના ઘર પાસેથી બાઈક પર નિકળેલા દિનેશ ઉર્ફે દીપો ચાવડા નામના શખ્સને બાઈક ધ્યાનથી ચલાવવાનું કહેતા દિનેશ તથા તેની માતા વિજયાબેન અને દિનેશનો મિત્ર ચિરાગ ગોજિયા નામના ત્રણ શખ્સોએ યુવતી સાથે ફડાકાવાળી કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. યુવતી ઉપર થયેલા હુમલાની જાણ થતા તેણીના પિતા નારણભાઈ અને માતા પાર્વતીબેન દોડી આવ્યા હતાં ત્યારબાદ બન્ને પરિવાર વચ્ચે સામ-સામી મારામારી થઈ હતી. જેમાં દક્ષાબેને દિનેશ, તેની માતા અને ચિરાગ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે વિજયાબેન નારણ પરમાર, તેની પત્ની પાર્વતી પરમાર અને પુત્રી દક્ષા પરમાર નામના ત્રણેય શખ્સોએ એક સંપ કરી, અપશબ્દો બોલી, ઝપાઝપી કરી વિજયાબેનને ઝપાઝપી કરી તથા ચિરાગને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી, પતાવી દેવાની ધમકી આપી હતી. આ હુમલામાં વિજયાબેને પણ સામી ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની જાણ થતા હે.કો. પી.એ. ખાણધર તથા સ્ટાફે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ