Connect with us

ગુજરાત

મતદારયાદીની ખાસ સંક્ષિપ્તી સુધારણા કાર્યક્રમ અંગે બેઠક યોજાઇ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જિલ્લા ચૂંટણી અધિકારી દેવભૂમિ દ્વારકાના જણાવ્યા મુજબ તા.01.01.2021ની લાયકાતની તારીખના સંદર્ભે ખાસ સંક્ષિપ્ત સુધારણા-2021 હેઠળની તા.09/11/2020 ના રોજ પ્રસિદ્ધ થયેલ સંકલિત મુસદ્દા મતદારયાદીની નકલ જિલ્લાના માન્ય રાજકીય પક્ષોના પ્રમુખ/પ્રતિનિધિઓની બેઠક તા.11 ના રોજ કલેકટર કચેરી ખાતે રાખવામાં આવી હતી. જેમાં BLA ની નિમણૂક કરવા તથા આગામી તા.22 નવેમ્બર, 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર રવિવારના દિવસોમાં ખાસ ઝુંબેશના કાર્યક્રમની માહિતી આપવામાં આપી અને આ ઝુંબેશના દિવસોમાં સાથ સહકાર માટે અનુરોધ કરવા જણાવ્યું હતું.

ભારતનાં ચૂંટણીપંચ દ્વારા તા.01/01/2021ની લાયકાતની તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. આ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.19/11/2020 ના રોજ જિલ્લાના કલ્યાણપુર, ભાણવડ, દ્વારકાના જ્યારે ખંભાળિયામાં 21/11/20 તમામ બૂથ લેવલ ઓફિસરો તથા સુપરવાઈઝરોની તાલુકા કક્ષાએ મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી ખંભાળિયા/દ્વારકા દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી મતદારયાદી ખાસ ઝુંબેશના દિવસોએ કરવાની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમજ મતદારયાદીનું સાહિત્ય તથા તમામ જાહેર સ્થળોએ માહિતી અને સમગ્ર કાર્યક્રમની જાણકારી દર્શાવતા પોસ્ટરો, બેનર્સ રાખવામાં આવ્યા હતા. ઝુંબેશમા કોવીડ-19 ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બૂથ ઉપર પણ બે ગજ ની દુરી, માસ્ક અને સેનીટાઈઝારની વ્યવસ્થા કરવા જણાવેલ જેમાં આરોગ્ય વિભાગનો સહકાર મેળવવામાં આવ્યો હતો.

તા.01.01.2021 ની લાયક્તાની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની કામગીરી માટે તાજેતરની Covid-19 મહામારીની સ્થિતિ દરમિયાન વાઈરસનું સંક્રમણ ટાળવા માટે રૂબરૂ સંપર્ક ઓછો થાય તે જરૂરી છે. જેથી આ પરિસ્થિતિમાં ટેકનોસેવી યુવા વર્ગ તેમના નામની નોંધણી, વિગતોમાં સુધારો જેવી બાબતો માટે ઓનલાઈન પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ કરે તે આવશ્યક છે. જેથી જિલ્લામાં આવેલ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના તથા તેમના કુટંબીજનોના મતદારયાદીમાં નામ ઉમેરવા/સુધારો-વધારો કે કમી કરવા માટે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે વેબીનારનું આયોજન કરવા જણાવેલ.

તા.20/11/2020 ના રોજ ગોકાણી કોલેજ, ખંભાળિયાના વિદ્યાર્થીઓ સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ-30 વિદ્યાર્થીઓએ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવામાં આવેલ હતી. તા.20/11/2020 ના રોજ ચૂંટણી પંચ દ્વારા વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવેલ હતી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રોલ ઓબ્ઝર્વર નલીન ઉપાધ્યાય દ્વારા કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.01.01.2021 ની લાયક્તાની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની કામગીરી માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જાહેરાત
કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત

ગુજરાત

માસ્ક મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ ‘બેજવાબદાર લોકોને પકડીને કોવિડ સેન્ટરમાં કામ કરાવો’

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં માસ્ક પહેરવાને લઇને ભયંકર બેદરકારી દાખવી રહેલા લોકો સામે હાઇકોર્ટ આકરા પાણીએ આવી ગઇ હોય તેમ આવા બેદરકાર લોકોને પકડી પકડીને તેમની પાસેથી દંડ વસૂલવા ઉપરાંત આઠ દિવસ સુધી કોવિડ સેન્ટરમાં કામ કરાવવા સરકારને સુચન કર્યુ છે. એટલું જ નહીં આ મુદ્દે સરકારને ગંભીરતા વિચાર કરી આગામી મુદ્દતમાં જવાબ રજૂ કરવા પણ આદેશ કર્યો છે.

ગુજરાતમાં જાણે કોરોના મહામારીથી લોકોને ડર જ ન રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે, કારણ કે લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. ત્યાં જ સોશિયલ ડિસ્ટન્સ પણ લોકો જાળવતા નથી. જેના કારણે રોજબરોજ રાજ્યમાં કોરોના કેસના સૌથી કેસો સામે આવી રહ્યા છે. ગઇ કાલે તો ગુજરાતમાં કોરોના વાયરસના 1560 પોઝિટિવ કેસ આવ્યા હતા અને સાથે જ 16 લોકો મોતને ભેટ્યા હતા. ત્યાં જ કેટલાક નમૂનાઓ તો કોરોનાનાં લક્ષણો હોવા છતા માસ્ક પહેરતા નથી. જે એક કડવી વાસ્તવિક્તા છે. કોરોના મહામારીમાં લોકો મોતને ભેટી રહ્યા છે પરંતુ ગુજરાતની પ્રજામાં સરકારી ગાઇડલાઇન પ્રત્યે સહેજ પણ સજાગ્તા જોવા મળી રહી નથી. આ મામલે તંત્ર દ્વારા કડક નિયમો બનાવી ઉલ્લંઘન કરનાર સામે મસમોટો દંડ પણ વસૂલવામા આવે છે છતો લોકો સજાગ બની રહ્યા નથી.

હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ આકરી ટકોર કરી છે. ગુજરાત હાઇકોક્ટે આકરી ટકોર કરતા રાજ્ય સરકારને કહ્યું છે કે, જો કોઇ વ્યક્તિ જાહેરમાં માસ્ક પહેર્યા વગર જોવા મળે તો માસ્ક ન પહેરનારને કોરોના સેન્ટરમાં મોકલો. ત્યાં જ હાઇકોર્ટે તેવું પણ કહ્યું કે, માસ્ક પહેરવા મુદ્દે લોકોમાં હજુ પણ ઉદાસીનતા છે.

ત્યાં જ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલે કહ્યું કે, આગામી શનિવાર તથા રવિવાર માટે સરકાર મોટો નિર્ણય લેશે. અને કોરોનાની સ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી મેળાવડા નહીં યોજાય. સાથે જ કોરોના સંક્રમણ રોકવા સરકારને HCએ ટકોર કરી હતી. આ અંગે સરકાર પોતાના જવાબ રજૂ કરે તેવો હાઇકોર્ટે આદેશ કર્યો છે.

વધુ વાંચો

ગુજરાત

‘મોદીજી યુવા સંગઠન’ ના નામે અમદાવાદના શખ્સ દ્વારા ઠગાઈ

જામનગરના મહિલા સામાજિક કાર્યકર સહિત 293 મહિલાઓ સાથે છેતરપિંડી : બીજેપીનો બનાવટી લેટરપેડ બનાવી આચર્યુ કૌભાંડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમદાવાદમાં રહેતા શખ્સોએ ‘મોદીજી યુવા સંગઠન’ના નામે મહિલાઓને ફ્રી માં સિલાઈ મશીન વિતરણ કરવા માટે 293 મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમની સાથે છેતરપિંડી આચર્યાની જામનગરમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની વિગત મુજબ, પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદમાં જામનગરમાં રહેતા અને સામાજિક કાર્યકર્તા હર્ષાબેન પ્રફુલ્લભાઈ રાવલ નામના મહિલાએ અમદાવાદમાં રહેતા યુવરાજસિંહ જુંજીયા નામના શખ્સે સપ્ટેમ્બર 2020 સુધીમાં હર્ષાબેન સહિતના મહિલાઓ સાથે ‘મોદીજી યુવા સંગઠન’ ના બીજેપીના લોગો વાળુ બનાવટી લેટરપેડ બનાવી ફ્રીમાં સિલાઈ મશીન સંગઠન મારફતે વિતરણ કરવા અંગેની લોભામણી સ્કીમ માટે વિશ્વાસમાં લઇ એક મહિલા લાભાર્થી દીઠ રૂા.250 ભરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ શખ્સ દ્વારા હર્ષાબેન સહિતના 293 મહિલાઓ પાસેથી 250 રૂપિયા લેખે રૂા.73,500 ની રકમ આંગડિયા મારફતે મેળવી લઇ આ લાભાર્થી મહિલાઓને સિલાઈ મશીન ન આપતા હર્ષાબેન સાથે છેતરપિંડી થયા હોવાનું જણાતા તેને આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે પોલીસે અમદાવાદના યુવરાજસિંહ વિરૂધ્ધ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. હર્ષાબેન ઉપરાંત 293 મહિલાઓ સાથે યુવરાજસિંહે ‘મોદીજી યુવા સંગઠન’ ના નામે છેતરપિંડી આચરતા પોલીસે અમદાવાદ સુધી તપાસનો દોર લંબાવ્યો છે અને આ કૌભાંડમાં વધુ મહિલાઓ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ ? તે અંગેની પણ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

ગુજરાત

ગુજરાતમાં લોકડાઉનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટુ નિવેદન

કોરોના વેક્સીનને લઇને પણ આપ્યા મહત્વના સમાચાર :  આ ચાર તબ્બકામાં અપાશે વેક્સીન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યું યથાવત છે. જયારે એવી અફવાઓ વહેતી થઇ છે કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવી રહ્યું છે. તેને પગલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું છે. ગુજરાતમાં લોકડાઉન અંગે સરકારની કોઈ પણ જાતની વિચારણા નથી.

ગુજરાતમાં ફરી લોકડાઉનને લઇને મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલ લોકડાઉન લાગુ કરવામાં આવશે નથી. રાજ્યની પરિસ્થતિ સારી છે. ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રહેશે. વીકએન્ડમાં દિવસે કર્ફ્યું રાખવાને લઇને કોઈ વિચારણા કરવામાં આવી નથી. હાલ કોરોનાને લઇને પરિસ્થિતિ કાબુમાં છે. લોકોને અત્યારે સારવાર મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.આ ઉપરાંત રાજ્યમાં દિવસે કર્ફ્યું આવે તેવી પણ કોઈ વિચારણા કરવામાં આવી નથી. કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે.

કોરોના વેક્સીન અંગે રૂપાણીએ જણાવ્યું છે કે વેક્સીન  ચાર તબ્બકામાં આપવામાં આવશે. પ્રથમ તબ્બકામાં ફ્રન્ટલાઈન હોસ્પિટલ સ્ટાફ અને તબીબોને વેક્સીન આપવામાં આવશે. બીજા તબ્બકામાં  મ્યુનીસીપલ સ્ટાફ, પોલીસ અને મહેસુલ સ્ટાફને વેક્સીન આપવામાં આવશે.ત્રીજા તબ્બકામાં 50 વર્ષથી ઉપરના અને ચોથા તબ્બકામાં 50 વર્ષની નીચેના લોકોને વેક્સીન આપવામાં આવશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ