લદ્દાખમાં ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે આજે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાટાઘાટો થઈ રહી છે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બેઠક પૂર્વી લદ્દાખમાં ચૂશુલ સેક્ટરની સામેના મોલ્ડમાં મળી છે.
આ વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે. તે માટેના ઉપાય કરવા માટે આઠ વખત વાટાઘાટો કરવામાં આવી ચૂકી છે. આ છતાં, કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. છેલ્લી વાર 6 નવેમ્બરના રોજ બંને સૈન્ય અધિકારીઓ વાતચીત માટે ચૂશુલમાં મળ્યા હતા. અઢી મહિના પછી મળેલી આ બેઠકમાં કોઈ સમાધાન થવાના આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગલવાનમાં થયેલી હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો સતત બગડતા રહ્યા છે. બંને દેશનું સૈન્ય ભારે શસ્ત્રો અને હજારો સૈનિકો સાથેઆમને-સામને છે. ભારતે આર્મી, એરફોર્સ અને નેવી ત્રણેયના ખતરનાક કમાન્ડો આ વિસ્તારમાં તૈનાત કરી રાખ્યા છે. લડાકુ વિમાનો સતત ઉડાન ભઋ રહ્યા છે. કેટલાક મહિનાની સૈન્યની તૈનાતીથી તણાવ ઘટી રહ્યો નથી. ચીન તરફથી પણ આવી જ તૈયારીઓ છે.