Connect with us

ગુજરાત

જામનગરમાં વિજયપુર ગામેથી ઘોડા ડોકટર ઝડપાયો

માત્ર 10 પાસ આ શખ્સ લોકોનાં જીવન સાથે કરતો હતો ચેડાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તાલુકાનાં વિજયપુર ગામેથી પોલીસની એસ.ઓ.જીની ટૂકડીએ બોગસ ડોકટરને ઝડપી લીધો છે. માત્ર ધો-10 પાસ આ ઘોડા ડોકટર જનરલ સ્ટોરની દુકાનની આડમાં દરદીઓની સારવાર કરી તેના આરોગ્ય અને જીવન સાથે ચેડાં કરતો હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,જામનગર તાલુકાના વિજયપુર ગામે શ્રી નાથજી જનરલ સ્ટોરની દુકાનની આડમાં રાજેશભાઇ બચુભાઇ રાણપરીયા મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતાના હોવા છતા ડોકટર તરીકેની ખોટી ઓળખ આપી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. તેવી બાતમીના આધારે રેઇડ કરી તેના કબ્જામાથી સ્ટેથો સ્કોપ મશીન, બી.પી.માપવાનુ મશીન, તથા અલગ અલગ પ્રકારની દવાઓ મળી કુલ રૂ.3,458/- નો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી વિરૂધ્ધ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ ઇસમની પુછપરછ કરતા પોતે ધોરણ-10 સુધી જ અભ્યાસ કરેલ હોવાની હકિકત જણાવેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર એસ.એસ.નીનામા તથા પોલીસ સબ ઈન્સ.આર.વી.વીછી તથા વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. મહેશભાઈ સવાણી, તથા જ્ઞાનદેવસિંહ જાડેજા,તથા હિતેષભાઇ ચાવડા તથા પો. હેડ કોન્સ. બશીરભાઇ મલેક, ધનશ્યામભાઇ ડેરવાળીયા તથા દોલતસિહ જાડેજા તથા અરજણભાઇ કોડીયાતર તથા મયુદીનભાઈ સૈયદ તથા અનિરૂધ્ધસિંહ ઝાલા, દિનેશભાઈ સાગઠીયા, રમેશભાઈ ચાવડા તથા સોયબભાઈ મકવા, રવિભાઈ બુજડ, સંજયભાઈ પરમાર, લાલુભા જાડેજા, પ્રિયંકાબેન ગઢીયા ડ્રા.પો. કોન્સ. દયારામભાઈ ત્રીવેદી વગેરેએ કરી હતી.

ગુજરાત

 PPE કીટ પહેરીને PM મોદીએ ઝાયડસના પ્લાન્ટમાં કોરોનાની ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યું

1 કલાકના રોકાણમાં વૈજ્ઞાનિકો તેમજ ઝાયડસના ચેરમેન સાથે ચર્ચા કરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદના ચાંગોદર ખાતે પહોચ્યા હતા. જ્યાં તેઓએ ઝાયડસ ફાર્મા કંપનીની મુલાકાત લીધી હતી. તેઓએ એક કલાકના રોકાણમાં ઝાયડસના પ્લાન્ટમાં ચાલી રહેલી કોરોનાની વેક્સીનનું નિરીક્ષણ કર્યું. અને વૈજ્ઞાનિકો તેમજ ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે પણ બેઠક કરી છે.

વડાપ્રધાન મોદી સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક કરીને વેક્સીન અંગે ચર્ચાઓ કરી હતી. બાદમાં વૅક્સિન તૈયાર કરનાર સાયન્ટિસ્ટો સાથે પૂછપરછ કરીને વેક્સીનનું નિરીક્ષણ કર્યું હતું.

બાદમાં પીએમ મોદી પુણે જવા માટે ચાંગોદર હેલીપેડથી વાયુસેનાના હેલીકોપ્ટર મારફતે રવાના થયા હતા. જ્યાં તેઓ સિરામ ઇન્સ્ટીટયુટની મુલાકાત લેશે અને બાદમાં હૈદરાબાદ જવા રવાના થશે.

વધુ વાંચો

ગુજરાત

અમદાવાદ કેવડીયા વચ્ચે ચાલતી સી પ્લેન સેવા બંધ, જાણો કારણ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા અમદાવાદથી કેવડીયા સુધી સી પ્લેનની સેવાનું ઉદ્ઘાટન તા.31મી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. જેને હજુ એક મહિનો પણ નથી થયો ત્યાં સી પ્લેનની સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સેવા શરુ થયા બાદ લોકોને અલગ અલગ બહાનાઓ બતાવીને આ સેવા બંધ રાખવામાં આવી હતી. હાલ પ્લેનને મેન્ટેનન્સ માટે માલદીવ લઇ જવામાં આવ્યું છે.

અમદાવાદના રીવરફ્રન્ટથી લઇને કેવડીયા સુધી 1 મહિના પહેલા પીએમ મોદીના હસ્તે સી પ્લેનની સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસો આ સેવા બંધ રાખવામાં આવી છે. અને લોકો અમદાવાદથી કેવડીયા સુધી સી પ્લેનની સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી. ત્યારે આજે પ્લેનને મેન્ટેનન્સ માટે માલદીવ લઇ જવામાં આવ્યું છે. ત્યાંથી પ્લેન ક્યારે આવશે અને ફરી પાછી સેવા ક્યારે શરુ કરવામાં આવશે તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી. પહેલી ઉડાનમાં 3 ક્રૂ-મેમ્બર્સ અને માત્ર 6 પેસેન્જર સાથે સી-પ્લેને કેવડિયાની ઉડાન ભરી હતી. જ્યારે પેસેન્જર નહીં મળતાં બીજી ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી.

વધુ વાંચો

ગુજરાત

આગ દુર્ઘટનાઓ પછી તપાસો શરૂ થાય, પછી તપાસોનું શું થાય ?!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં આગ લાગતા પાંચ દર્દીઓ ભડથું થઇ ગયા હતા ત્રણ મહિનામાં ગુજરાતમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના માં કુલ 13 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. જોકે મહત્વની વાત એ છે કે, આ સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા પણ તે માત્ર કાગળ પર જ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસનો આક્ષેપ છે, આ બધીય ઘટનામાં પૈકી એક પણ ઘટનાનો અહેવાલ રાજ્ય સરકારે હજુ સુધી જાહેર કર્યો નથી. રાજકોટની ઉદય શીવાનંદ હોસ્પીટલને ભાડે લઈને કોવીડ સેન્ટર ચલાવનાર સંચાલકો ભાજપા સરકારના સાથીદારો છે. ત્યારે સમગ્ર દુર્ઘટનામાં સત્ય શું તપાસમાં સામે આવશે ? શું અગાઉની દુર્ધટનાની જેમ જ માનવ જીંદગીનો ભોગ લેનાર જવાબદારો સામે તપાસ સંકેલી લેવાશે ? તેવા સવાલો ઉઠાવતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા કે, શ્રેય હોસ્પીટલની ઘટનામાં સરકારે અધિક મુખ્ય સચિવ (ગૃહવિભાગ) સંગીતા સીંધ અને અધિક મુખ્ય સચિવ ( શહેરી વિકાસ) ત્રણ દિવસમાં અહેવાલ આપવાનો આદેશ આજે દુર્ઘટનાને 114 દિવસ થયા છતાં અહેવાલ ક્યાં ? તપાસના તારણો શું ? જવાબદાર કોણ ? તે હજુ જાણી શકાયું નથી.

એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરામાં આગની ઘટના સમયે આગ લાગવાના કારણો અંગે નિમાયેલી તપાસ સમિતિનો અહેવાલ કેમ જાહેર કરવામાં આવ્યો નથી? એસ.એસ.જી. હોસ્પીટલે વડોદરામાં આગની ઘટના પાછળ ધમણ વેન્ટીલેટરમાં શોટસર્કિટનું પ્રાથમિક કારણ છતાં આજદિન સુધી એફ.એસ.એલ. અને સમિતિ દ્વારા અહેવાલ ન જાહેર કરીને કોને બચાવવા રાજ્ય સરકાર મહેનત કરી રહી છે.ગુજરાતમાં કોવીલ હોસ્પીટલમાં આગની સતત સાત દુર્ધટના છતાં ભ્રષ્ટ ભાજપ સરકાર કેમ કોઈ પગલા લેતી નથી? નિર્દોષ લોકોના મોત માટે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ જવાબદાર છે. રાજ્યમાં હાઈકોર્ટની ફટકાર છતાં રાજ્ય સરકાર ફાયર સેફ્ટીના નિયમોની અવગણના કરીને શા માટે માનવજીંદગીને આગમાં હોમી રહી છે ? રાજ્યમાં કોવીડ સેન્ટર તરીકે માન્યતા માટે કેમ ધારાધોરણનું પાલન કરવામાં આવતું નથી? કોરોના મહામારીમાં રાજ્યમાં કોવીડ સેન્ટરની મંજુરીમાં સરકારે નિયમો નેવે મુકી જે તે હોસ્પીટલોને લાખો રૂપિયા કમાવવા અને માનવ જીંદગીને મુશ્કેલીમાં મુકવા પરવાના આપી દીધા હોય તેવું એક પછી એક ઘટનામાં સામે આવી રહ્યું છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ