Connect with us

જામનગર

જામનગર શહેર-જીલ્લામાં વધુ 46 કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, અયોધ્યાનગર શેરી નં.૦૭, હેરૂબેન અરજણભાઈ સોનગરાના એક ઘરનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમર્પણ હોસ્પીટલ કવાર્ટર બ્લોક નં.બી/૭, અક્ષય કાનજીભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પોસ્ટ ઓફીસ રોડ, હરસિધ્ધી પાનની બાજુમાં કમલેશભાઈ પરસોતમભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખીજડા મંદિર રોડ, ભાનુશાળીવાસ સાજીદભાઈ જમાલભાઈ શેખના એક ઘરનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવાઈ ચોક, લાલા મહેતાની શેરૂ, મંગલધ્વાર એપાર્ટમેન્ટ-૪૦૧,નાગર ચકલો, નિશાબેન મયંકભાઈ પંચમતીયાના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીરપાર્ક રણજીતસાગર રોડ, શેરી નં.૨૦/પીપી રાધે પાર્ક,મહેશભાઈ ભીમજીભાઈ રાડીયાના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તિરૂપતીપાર્ક-૨, બ્લોક નં.6/એ, નિખીલ મકવાણાના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, મુરૂલીધર શેરી નં.૭, મુળજીભાઈ લાલજીભાઈ સંચાણીયાના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખીજડા મંદીર રોડ, સુધરાઈનો ડેલો ભાનુશાળીવાસ, અફઝલભાઈ જમાઈલભાઈ શેખના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૧૨, મનમંદીર એપાર્ટમેન્ટ, આહીર બોર્ડીંગ પાસે, મમતા ચાતુર મહેતાના એક ઘરનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતી હાર્મોની, એફ/૪૦૩, કાંતીલાલ પાસાભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની ૩/૩, અર્પવ-૨૦૧, પરેશ પરસોતમભાઈ રાયટ્ટાના એક ઘરનો વિસ્તાર.
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોહનનગર-૧, કિર્તીબેન ભારડીયાના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮ દિ.પ્લોટ, ક્રિષ્ના કોલોની-૫, કિશોર જયંતીલાલ ભદ્રાના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૬, દિ.પ્લોટ, પોલીસ ચોકી પાસે, મીરાબેન આચાર્યના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલપુર બાયપાસ પટેલ સમાજ સેટેલાઈટ પાર્ક શેરી નં.૫, પ્લોટ નં.૨ર૫, જેરામભાઈ ખોડાભાઈ હાપલીયાના એક ઘરનો વિસ્તાર.
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોમાઈકૃપા-૫૩, દિ.પ્લોટ ડાંગરવાડા, જામનગર કાંતીલાલ ટી.મુંજાલના એક ઘરનો વિસ્તાર,
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮, દિ.પ્લોટ, શક્તિ હોટલ આશાપુરા નિવાસ, વિશાલ કિશોરભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં.૧૨, રામજીભાઈ જેઠાભાઈરાઠોડના એક ઘરનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની બ્લોક નં.૧૧૭, પોલીસ ચોકી પાસે, રાજેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જૈન સોસાયટી, બી-૧૧, હિંમતનગર રોડ, દિપકભાઈ રમણીકભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપાર્ક, રેણુકા ધીરજલાલ પોબારના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડીફેન્સ કોલોની અગ્રાવત ટેલીકોમ, જામનગર બીદેશ્વરી તિવારીના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષનગર, જામનગર મયુર ઓડેદરાના એક ઘરનો વિસ્તાર.
  25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટી, ૩/વાય/ઈ, જગદીશભાઈ કરમુરના એક ઘરનો વિસ્તાર.
  26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન સોસાયટી, શેરી નુંઉ, અનિલસીંગ ચંદ્રાવલીસીંગના એક ઘરનો વિસ્તાર.
  27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એમ/૪૪/૩૭૮૫, સાધના કોલોની રણજીતસાગર રોડ, ઈન્દ્રપાલસિહ સોબરસીંગ તોમરના એક ઘરનો વિસ્તાર.
  28. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બચાસીંગ એલ/૨૮/૩૨૨૯, સાધના કોલોની. રણજીતસાગર રોડ, પ્રભાનાથ બી સીંગના એક ઘરનો વિસ્તાર.
  29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડીસ્ટ્રીકટ જેલ ભીખાભાઈ બુધનાયક, દિલીપસીંગ, શૈલેષ ડીતાનીયાના એક ઘરનો વિસ્તાર.
  30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્શિવાદ પટેલ કોલોની-૯, જયભાઈ મનોજભાઈ દવેના એક ઘરનો વિસ્તાર.
  31. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાનાં બાંગા ગામમાં આવેલ રબારી ફળીયામાં દીપક કરણા રબારીનું ઘર કુલ ઘર ૧.
  32. જામનગર જીલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં મીઠી વીડીમાં આવેલ સંતોષ ગૌણનું ઘર કુલ ઘર ૧.
  33. જામનગર જાલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં ખત્રીવાડમાં આવેલ સુરેશ બારોટનું ઘર કુલ ઘર ૧.
  34. જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં આવેલ હનુમાન મંદિર પાસે ભરતસિંહ વેરુભા જાડેજા નું ઘર કુલ ઘર ૧.
  35. જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના જાબીડા ગામમાં આવેલ દરબાર વાસ માં અજીતસિંહ રામસિંહ જાડેજાનું ઘર કુલ ઘર ૧.
  36. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં આવેલ જૂની પોસ્ટ ઓફીસની બાજુમાં દિનેશ નથુંભાઈ પરમાર નું ઘર કુલ ઘર ૧.
  37. જામનગર જીલ્લાના જામનગર તાલુકાનાં ઠેબા ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે મોતી ડુંગર મુંગરાનું ઘર ફુલ ઘર ૧.
  38. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલ ટી.પી.એસ વિસ્તારમાં સંઘમિત્રાજશવંત ગોહિલ નું ઘર કુલ ઘર ૧.
  39. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારનાં ચકલા ચોકમાં આવેલ અશ્વિન દેવજી દેલવાડીયા નું ઘર કુલ ઘર ૧.
  40. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાનાં પીપરટોડા ગામમાં આવેલ ભાલારા ફળીમાં મનસુખ મોહન ભાલારાનું ઘર કુલ ઘર ૧.
  41. જામનગર જીલ્લાના ધ્રોલ નગરપાલિકા વિસ્તારનાં કૃષ્ણનગર સોસાયટીમાં આવેલ રામજી કારા ખાદ્રોજાનું ઘર કુલ ઘર ૧.
  42. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાનાં ગોવાણા ગામમાં આવેલ ગોવાણા વાલોર વિસ્તાર પવનચકકી પાસે હીરા અરશી પાથરનાં ઘર થી પ્રવીણ હીરા પાથરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ધર ૧.
  43. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાનાં સેવકધુણીયા ગામમાં આવેલ ગજણા તરફની વાડી વિસ્તારમાં પ્રતાપસિંહ અનિરૂધ્ધસિહ જાડેજાનું ઘર કુલ ઘર ૧.
  44. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં આવેલ પ્લોટ વિસ્તારમાં ધનજી વેલજી ખાંટનું ઘર કુલ ઘર ૧.
  45. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના ચેલા ગામમાં આવેલ વાડી વિસ્તારમાં રાધુબેન જેઠાભાઈ કરંગીયાનું ઘર કુલ ઘર ૧.
  46. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારનાં રામવાડીમાં આવેલ કમલેશ ગોવિંદ કંટારીયાનું ઘર કુલ ઘર ૧.

જામનગર

જામનગર જિલ્લા જેલમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લા જેલમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા સરપ્રાઇઝ  ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ બેરેકની તપાસ કરવામાં હતી.

સીઆઇડી ક્રાઇમના પી.આઈ વી એન ગઢવીની આગેવાનીમાં સીઆઇડી ક્રાઇમના મેહુલભાઈ ભરવાડ અને પંકજભાઈ ઠાકર ઉપસ્થિત રહી ચેકિંગ કર્યું હતું. જામનગર જિલ્લા જેલમાં 500થી વધુ કેદીઓ રહેલા છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા તમામ બેરેકમાં તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમ્યાન જેલમાંથી એક પણ વસ્તુ વાંધાજનક મળી આવી નથી. ઉલ્લેખનીય છે કે, દર વખતે જિલ્લા જેલમાં ઝડતી વખતે કેદીઓ પાસેથી કોઈ ને કોઈ વસ્તુ મળી આવતી હોય છે જોકે આ વખતે જિલ્લા જેલમાં કડક અનુશાસન હોવાના કારણે કોઈ પણ કેદી પાસેથી એક પણ વસ્તુ મળી આવી ન હતી. થોડા સમય પહેલાં રાજકોટની ટીમ દ્વારા પણ જિલ્લા જેલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

જામનગર

જામનગર સહિત રાજ્યની 6 મહાપાલિકાઓમાં વહીવટદાર નીમવા હલચલ

પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય બની શકે છે જામ્યુકોના વહીવટદાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના સંક્રમણને કારણે રાજ્યની 6 મહાપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે આગામી ડિસેમ્બરમાં આ સંસ્થાઓની મુદ્દત પુરી થાય તે પહેલા ત્યાં વહીવટદાર નીમવા માટેનો સળવળાટ શરૂ થયો છે. જે અંતર્ગત જામનગર મહાપાલિકાની મુદ્દત આગામી 13 ડિસેમ્બરે પૂર્ણ થતી હોય અહીં પણ વહીવટદાર આવે તેવી સંભાવના પ્રબળ બની છે. સુત્રોમાંથી પ્રાપ્ત જાણકારી અનુસાર હાલ જામનગરના પ્રભારી સચિવ અને અગાઉ કલેકટર રહી ચુકેલા નલિન ઉપાધ્યાયને જામ્યુકોના વહીવટદાર તરીકે નિમણૂંક મળી શકે છે.

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ટર્મ પુરી થવાને હવે બે સપ્તાહ જેટલો સમય રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ સંસ્થાઓમાં વહીવટદાર નીમવા કે પછી હાલની બોડીની મુદ્દત વધારવી તે અંગેની સઘન પ્રક્રિયા અને વિચારણા શરૂ કરવામાં આવી છે. સુત્રો અનુસાર તમામ જગ્યાએ વહીવટદાર નીમવામાં આવે તેવી સંભાવનાઓ વધુ જણાય રહી છે કેમ કે 6 મહિના સુધી વહીવટદાર નીમવાની સતા રાજ્ય સરકાર પાસે પહેલેથી જ છે. જ્યારે પ્રવર્તમાન બોડીની મુદ્દતમાં વધારો કરવો હોય તો સરકારે આ અંગે અલગથી અધ્યાદેશ લાવવાની પ્રક્રિયા હાથ ધરવી પડે ત્યારબાદ વિધાનસભાનું સત્ર બોલાવીને તેમાં આ અધ્યાદેશની મંજૂરી પણ લેવી પડે. આ સમગ્ર પ્રક્રિયા થોડી જટીલ અને લાંબી હોવાથી સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદ્દત વધારવાને બદલે અહી વહીવટદાર નીમવા ગંભીર રીતે વિચારણા કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. સચિવાલયમાં આ અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જે અનુસાર જુદા-જુદા અધિકારીઓની યાદી તૈયાર કરવામાં પણ આવી રહી છે. સુત્રો અનુસાર જામનગરમાં પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયને વહીવટદાર બનાવી શકાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવ્યા બાદ મુદ્દત પુરી થયે બોડીની મુદ્દત લંબાવવી કે વહીવટદાર નીમવા તે અંગે સરકાર અને સંગઠન લેવલે જે તે સંસ્થાઓ અને જિલ્લાના આગેવાનોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર મહાપાલિકા વિસ્તારોમાં સતાપક્ષના મોટાભાગના આગેવાનો વહીવટદાર શાસન ઇચ્છતા ન હતા.

વધુ વાંચો

જામનગર

જામનગરના નાઘેડીમાં નજીવી બાબતે બે પરિવાર વચ્ચે મારામારી

ધ્યાનથી બાઈક ચલાવવાની બાબતે માતા-પુત્ર સહિતના ત્રણ શખ્સોએ યુવતીને માર મારી ધમકી આપી: સામા પક્ષે દંપતી અને યુવતીએ મહિલા સહિત બે વ્યક્તિઓને માર મારી ધમકી આપી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તાલુકાના નાઘેડી ખાણ વિસ્તારમાં આવેલા આંબેડકર આવાસમાં બાઈક ધ્યાનથી ચલાવવાનું કહેતા માતા-પુત્ર સહિતના ત્રણ શખ્સોએ યુવતીને ફડાકા મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના આ બનાવમાં સામાપક્ષે પણ દંપતી અને તેની પુત્રીએ મહિલા ઉપર હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. સામ-સામી નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

સામ-સામી મારામારીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ખાણ વિસ્તારમાં આવેલા આંબેડકરવાસમાં રહેતી દક્ષા નારણભાઈ પરમાર નામની યુવતીના ઘર પાસેથી બાઈક પર નિકળેલા દિનેશ ઉર્ફે દીપો ચાવડા નામના શખ્સને બાઈક ધ્યાનથી ચલાવવાનું કહેતા દિનેશ તથા તેની માતા વિજયાબેન અને દિનેશનો મિત્ર ચિરાગ ગોજિયા નામના ત્રણ શખ્સોએ યુવતી સાથે ફડાકાવાળી કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. યુવતી ઉપર થયેલા હુમલાની જાણ થતા તેણીના પિતા નારણભાઈ અને માતા પાર્વતીબેન દોડી આવ્યા હતાં ત્યારબાદ બન્ને પરિવાર વચ્ચે સામ-સામી મારામારી થઈ હતી. જેમાં દક્ષાબેને દિનેશ, તેની માતા અને ચિરાગ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે વિજયાબેન નારણ પરમાર, તેની પત્ની પાર્વતી પરમાર અને પુત્રી દક્ષા પરમાર નામના ત્રણેય શખ્સોએ એક સંપ કરી, અપશબ્દો બોલી, ઝપાઝપી કરી વિજયાબેનને ઝપાઝપી કરી તથા ચિરાગને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી, પતાવી દેવાની ધમકી આપી હતી. આ હુમલામાં વિજયાબેને પણ સામી ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની જાણ થતા હે.કો. પી.એ. ખાણધર તથા સ્ટાફે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ