Connect with us

બિઝનેસ

દિશા વિહિન શેરબજાર એક દિવસ નીચે તો બીજા દી’ એ ઉપર

દિશા વિહિન શેરબજાર એક દિવસ નીચે તો બીજા દી’ એ ઉપર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 722 અંક વધીને 33951 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 209 અંક વધી 10023 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ અને ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ 4.61 ટકા વધી 320 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 4.46 ટકા વધી 345 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ગેલ 0.80 ટકા ઘટીને 98.85 પર કારોબાર કરી રહ્યો છે.

બિઝનેસ

ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝ વલણના અંતે નફારૂપી વેચવાલી.…!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૧.૨૦૨૧ ના રોજ…..                                                  

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૭૪૦૯.૯૩ સામે ૪૬૮૩૪.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૬૫૧૮.૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૩.૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૫.૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૪૬૮૭૪.૩૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૯૮૨.૫૫ સામે ૧૩૮૪૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૩૭૦૬.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૦.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૩.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૩૮૧૯.૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના મહામારી સામે વેક્સિનની શોધ બાદ હવે દેશભરમાં કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ વેગ પકડી રહ્યો હોવાના પોઝિટીવ પરિબળ છતાં લાંબા સમયથી સતત ઐતિહાસિક તેજીની દોટ નોંધાવતાં ભારતીય શેરબજારોમાં મહત્વનો માઈલસ્ટોન ૫૦,૦૦૦ પાર થઈ ગયા બાદ ઈન્વેસ્ટરો સાથે ફંડોએ સતત તેજીનો મોટો વેપાર હળવો કરવાનું પસંદ કર્યું હતું. આ સાથે કેન્દ્રિય બજેટની થઈ રહેલી તૈયારી અને આ વખતે બજેટમાં રાહતો – પ્રોત્સાહનો અપેક્ષિત હોવાના અહેવાલ અને ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણના અંત સાથે આજે ઓવરબોટ પોઝિશન હળવી થતાં ઘટાડો જોવા મળ્યો હતો.

કંપનીઓના પરિણામોની સીઝન હાલ ચાલી રહી છે અને અપેક્ષા કરતા સારા પરિણામો રહ્યા છતાં ભારતીય શેરબજારમાં સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ભારત અને ચીન દ્વારા કમાન્ડર સ્તરની વાતચીત છતા સિક્કીમમાં થયેલા ઘર્ષણ અને બજેટ પૂર્વે સાવચેતીએ જોરદાર વેચવાલી નોંધાઈ હતી. આ સાથે લાંબા સમયથી શેરોમાં સતત ખરીદદાર રહેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો હવે શેરોમાં વેચવાલ બનવા લાગતાં ઈન્વેસ્ટરોએ ગભરાટમાં ઓફલોડિંગ કરવાનું શરૂ કરી દેતાં ભારતીય શેરબજારમાં સતત ઘટાડો નોંધાયો હતો.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૪ અને વધનારની સંખ્યા ૧૫૫૧ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ ત્રસ્ત છે ત્યારે ઘણાં દેશોના અર્થતંત્ર સંકટમાં છે. વિશ્વભરમાં કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ વેગ પકડી રહ્યો છે, પણ આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. આ પડકારો વચ્ચે ભારત સરકાર દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર વિશ્વની નજર છે. નેગેટીવ પરિબળો છતાં ગત ૧૦ માસમાં અવિરત મોટી તેજી કર્યા સાથે ગત સપ્તાહમાં ભારતીય શેરબજારે નવો ઈતિહાસ રચીને આ ઐતિહાસિક તેજીના અતિરેકને અપેક્ષિત વિરામ આપીને ફંડોએ શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે.

વૈશ્વિક મોરચે હજુ અનિશ્ચિતતાના દોર કાયમ રહેવા સાથે અમેરિકામાં સત્તા પરિવર્તન થઈ જઈ હવે કોરોના સંક્રમણને રોકવાના બાઈડેન સરકાર દ્વારા મોટાપાયે પ્રયાસો શરૂ કર્યા સાથે અર્થતંત્રને પટરી પર લાવવા લેવાઈ રહેલા પગલાં પર નજર રહેશે. ઉપરાંત સ્થાનિક સ્તરે બજેટની આશા – અપેક્ષાઓ સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ પ્રવાહ પર નજર સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પર નજર રહેશે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે બ્રેક્ઝિટ ડિલની આસપાસ થઈ રહેલા ડેવલપમેન્ટસ સાથે સ્થાનિક સ્તરે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૯.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૮.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૮૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૭૭૦ પોઈન્ટના પ્રથમ અને ૧૩૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૩૮૮૮ પોઈન્ટ થી ૧૩૯૦૯ પોઈન્ટ ૧૩૯૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૮.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૦૪૧૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૦૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૩૦૦૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૦૪૭૪ પોઈન્ટ થી ૩૦૬૦૬ પોઈન્ટ, ૩૦૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • એચડીએફસી લિમિટેડ ( ૨૪૪૨ ) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૯૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૬૪ થી રૂ.૨૪૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • પિરામલ એન્ટરપ્રાઈઝ ( ૧૩૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • લુપિન લિમિટેડ ( ૧૦૫૪ ) :- રૂ.૧૦૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૦૩ ના બીજા સપોર્ટથી ફાર્મા રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • એચસીએલ ટેક્નોલોજી ( ૯૩૬ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૭ થી રૂ.૯૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • બર્જર પેઈન્ટ ( ૭૩૫ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફર્નિચર , ફર્નીશિંગ , પેઇન્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૪૭ થી રૂ.૭૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્પેશિયાલ્ટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ટાઇટન લિમિટેડ ( ૧૪૫૨ ) :- રૂ.૧૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૩૦ થી રૂ.૧૪૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૨૭૭ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૯૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૪૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ટેક મહિન્દ્ર ( ૯૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૬૮ થી રૂ.૯૫૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૬૬ ) :- રૂ.૭૮૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૫૫ થી રૂ.૭૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

ભારતીય શેરબજારમાં બજેટ પૂર્વે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્.…!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૩૪૭.૫૯ સામે ૪૮૩૮૫.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૭૨૬૯.૬૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૧૭.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૩૭.૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૪૭૪૦૯.૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૨૫૩.૧૫ સામે ૧૪૧૯૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૩૯૩૩.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૨.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૩૯૮૧.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક સપાટીએથી નોંધપાત્ર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું રહ્યું છે. સપ્તાહની શરૂઆતમાં સિક્કીમ સરહદે ભારત અને ચીન વચ્ચે અથડામણ સર્જાતા ચીન સરહદે તંગદિલી યથાવત રહેતા અને ગઇકાલે ખેડૂત આંદોલન ઉગ્ર બનતા સરકાર માટે આર્થિક સુધારાઓને અમલી બનાવવું મુશ્કેલ બની જતાં સપ્તાહના સતત બીજા ટ્રેડિંગ દિવસે ફંડોએ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરતાં ભારતીય શેરબજારમાં આજે વર્ષ ૨૦૨૧નો સૌથી મોટો એકદિવસીય કડાકો નોંધાયો હતો. બજેટ પૂર્વેના ટૂંકા સપ્તાહમાં ભારતીય શેરબજારમાં ભારે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે, ઉપરાંત આવતીકાલે ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણના અંત આવી રહ્યો હોવાના કારણે ફંડોએ નફારૂપી વેચવાલી યથાવત રાખી હતી.

બીએસઇ સેન્સેક્સે ગત સપ્તાહે ૫૦,૧૮૪ પોઇન્ટની ઐતિહાસિક સપાટી નોંધાવ્યા બાદ સતત વેચવાલી નોંધાતા અંદાજીત ૨૭૭૫ પોઇન્ટનો અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૭૮૪ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. કોર્પોરેટ પરિણામોની સીઝન એકંદર સાધારણથી સારા પરિણામોની નીવડી રહી હોવા છતાં વૈશ્વિક બજારમાંથી નકારાત્મક સંકેતો અને કેન્દ્રિય બજેટની તૈયારી વચ્ચે ઉદ્યોગોની આશા – અપેક્ષા સામે કેન્દ્ર સરકાર માટે મર્યાદિત અવકાશ હોવાથી ભારતીય શેરબજારમાં ફોરેન – સ્થાનિક ફંડોનું પ્રોફિટ બુકિંગ યથાવત જોવા મળ્યું હતું.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૭ અને વધનારની સંખ્યા ૧૦૬૬ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૩૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વેક્સિનેશન પ્રોગ્રામ આગળ વધવા સાથે હવે કેન્દ્રિય બજેટની તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો વચ્ચે આ વખતે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા ઘણી રાહતો – પ્રોત્સાહનો જાહેર થવાની અપેક્ષા વચ્ચે ફરી બજેટ બાદ તેજી પૂર્વે બજારની તંદુરસ્તી માટે જોઈતું અપેક્ષિત મોટું કરેકશન જોવા મળી રહ્યું છે. આ પડકારરૂપ સમય વચ્ચે કંપનીના પરિણામો એકંદર સારા રહ્યા બાદ હવે આગામી દિવસોમાં મારૂતી સુઝુકી, સિપ્લા, ડો.રેડ્ડીઝ, સન ફાર્માસ્યુટિકલ્સ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રાના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે. ઉપરાંત વૈશ્વિક મોરચે ૨૯,જાન્યુઆરીના જાપાનના ડિસેમ્બર મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના જાહેર થનારા આંક તેમજ અમેરિકામાં આજ રોજ સમાપ્ત થનારી ફેડરલ રિઝર્વની મળનારી મિટિંગમાં અમેરિકાની ઈકોનોમી અને વધુ સ્ટીમ્યુલ્સ પેકેજ પર કેવો અભિપ્રાય અપનાવવામાં આવે છે તેના પર, ઉપરાંત ગત વર્ષે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન તમામ બજારોમાં અફડાતફડી બાદ હવે નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨નાં કેન્દ્રિય બજેટ પર વૈશ્વિક શેરબજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહી છે.

તા.૨૮.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૭.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૯૮૧ પોઈન્ટ :-આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૦૦૪ પોઈન્ટ થી ૧૪૦૮૮ પોઈન્ટ ૧૪૧૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૧૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૭.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૦૩૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૦૦૩૩ પોઈન્ટના પ્રથમ અને ૨૯૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૦૪૦૪ પોઈન્ટ થી ૩૦૪૭૪ પોઈન્ટ, ૩૦૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • એચડીએફસી લિમિટેડ ( ૨૪૭૭ ) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૯૦ થી રૂ.૨૫૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૧૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૮૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૦૩ થી રૂ.૧૯૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • લુપિન લિમિટેડ ( ૧૦૭૭ ) :- રૂ.૧૦૪૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૩૩ ના બીજા સપોર્ટથી ફાર્મા રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૯૩ થી રૂ.૧૧૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • વોલ્ટાસ લિમિટેડ ( ૯૧૫ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ટાટા સ્ટીલ ( ૬૨૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૩૬ થી રૂ.૬૪૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • બાટા ઇન્ડિયા ( ૧૫૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • લાર્સન & ટૂબ્રો લિમિટેડ ( ૧૩૫૯ ) :- રૂ.૧૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૮૧૭ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૯૭ થી રૂ.૭૮૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • રામકો સિમેન્ટ ( ૭૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૬૦ થી રૂ.૭૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ટીવીએસ મોટર ( ૫૩૧ ) :- રૂ.૫૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૧૭ થી રૂ.૫૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૬૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

શેરબજારમાં આજે સવારમાં કડાકો

જો કે કડાકા પાછળનાં કારણો જાહેર નથી થયાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શેરબજારમાં આજે સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 380.11 પોઇન્ટ એટલે 0.79% ટકાના કડાકા સાથે 47,967.48 પર આગળ વધી રહ્યો છે. તેમજ નિફ્ટી 113.80 પોઇન્ટ એટલે 0.80% ટકાના ઘટાડા સાથે 14,125.10 વેપાર કરી રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે આરંભિક કારોબાર દરમિયાન એચસીએલ ટેક, ટેક મહિન્દ્ર્રા, અદાણી પોર્ટ્સ, ડિવીસ લેબ અને કોટક મહિન્દ્ર બેન્કના શેરમાં વધારો થયો છે. તેમજ ગ્રાસીમ, બીપીસીએલ, ઇન્ડસઇન્ડ બેન્ક, હીરો મોટકોકર્પ અને સન ફર્માના શેર લાલ નિશાન પર ખુલ્યા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, આજે બેંકો, ફાઇનાન્સ સેવાઓ, મેટલ અને ફાર્મા શરૂઆત વધારા સાથે થઇ છે. તેજમ ઓટો, ખાનગી બેંક, આઇટી, પીએસયુ બેંક, એફએમસીજી, મીડિયા અને રિયલ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ