Connect with us

સ્પોર્ટ્સ

32 વર્ષ બાદ ઇંગ્લેન્ડની ધરતી પર શ્રેણી જીતવા વેસ્ટઇન્ડિંઝને તક

આજથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઇંગ્લેન્ડ અને પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટની શ્રેણીનો બીજો મુકાબલો આજથી રમાશે. આ ટેસ્ટ જીતવાની સાથે વિન્ડીઝ ઇંગ્લેન્ડની ધરતી ઉપર ૩૨ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહેશે. છેલ્લે વિન્ડીઝ ટીમે 1988 માં ઇંગ્લેન્ડને તેની જ ધરતી ઉપર પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૪-૦થી પરાજય આપ્યો હતો. બીજી તરફ નિયમિત સુકાની જોઇ રુટના પુનરાગમનના કારણે ઇંગ્લેન્ડની બેટિંગ વધારે મજબૂત બની છે. ઇંગ્લિશ ટીમ શ્રેણીને સરભર કરવા માટેના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઊતરશે પરંતુ તેણે કેરેબિયન ટીમથી સાવચેત રહેવું પડશે. આ બંને ટીમો ૨૪મી જુલાઈથી ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. યજમાન ઇંગ્લેન્ડે છેલ્લી ૧૦ શ્રેણીમાં આઠમી વખત પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી છે અને આંકડાને જોતાં આ સ્થિતિમાં તે વળતો પ્રહાર કરીને શ્રેણીને જીતવામાં સફળ રહી છે. તાજેતરમાં જ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડે વળતો પ્રહાર કરીને શ્રેણી ૩-૧થી જીતી હતી. જોઇ રુટ માટે ડેનલીએ પોતાનું સ્થાન છોડવું પડશે જેણે પ્રથમ ટેસ્ટ મેચમાં ૧૮ અને ૨૯ રનની ઇનિંગ્સ રમી હતી.

કોચ સિલ્વરવૂડે જણાવ્યું હતું કે રુટ થોડાક દબાણ હેઠળ રહેશે. અમે રુટની મેચવિનિંગ ઇનિંગ્સ જોવા માટે આતુર છીએ. જેક ક્રાઉલી, ઓલી પોપ તથા ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ તરફથી પણ મોટી ઇનિંગ્સની આશા રાખીએ છીએ.પેસ બોલર સ્ટુઅર્ટ બ્રોડને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી પૂરી સંભાવના છે.

બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમ તેની વિજેતા ટીમને યથાવત્ રાખી શકે છે. શાઇ હોપનું ખરાબ ફોર્મ પ્રવાસી ટીમ માટે ચિંતાનો વિષય છે. બ્લેકવૂડે કપરી પરિસ્થિતિમાં શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ટેસ્ટમાં ટીમને વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.

સ્પોર્ટ્સ

ટીમ ઇન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે સગાઇ કરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે શનિવારે એટલે કે 8 ઓગસ્ટે પોતાની સગાઈની જાહેરાત કરી છે. આ સ્પિનરે સોશિયલ મીડિયા પર દરેકને સમાચાર આપતાં જ ચર્ચા થવા લાગી છે. ચહલે ટ્વિટર પર લખ્યું, અમે અમારા કુટુંબીજનો સાથે હા કહી દીધું.

આ સમાચાર દરેક માટે આશ્ચર્યજનક છે. ફેન્સએ આ જોડીને તેમના જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી છે. ચહલની મંગેતર, ધનાશ્રી વર્માએ પણ તેના ચાહકોને આ સમાચાર આપવા માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તે જ ફોટો અને તે જ કેપ્શન સાથે પોસ્ટ કરી છે. ધનાશ્રી વર્મા એક પ્રખ્યાત યુ-ટ્યુબર છે અને દેખાવમાં પણ ખુબ સુંદર છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ભારતીય હોકી ટીમના કેપ્ટન સહીત પાંચ ખેલાડીઓને કોરોના

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોઇ એવુ ક્ષેત્ર બચ્યુ નથી જે કોરોનાની ઝપેટમાં ન આવ્યુ હોય હાલ તમામ મેચ અને ખેલાડીઓ પણ કોરોનાના ભયના ઓથાર હેઠળ છે. ક્રિકેટ હોય કે પછી હોકી મોટા ભાગના મેચ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પાંચ ખેલાડીઓએ બેંગલુરૂમાં SAIના નેશનલ સ્પોર્ટસ સેન્ટરમાં યોજાયેલી શિબિરમાં તમામ ખેલાડીઓનો મેચ પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પાંચ ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મનપ્રીત સિવાય ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર, જસકરન સિંહ અને ડ્રેગ ફ્લિકર વરૂણ કુમાર કોરોના પોઝિટીવ છે. પાછળથી ખબર પડી કે ગોલકીપર કૃષ્ણા બી. પાઠકને પણ કોરોના થયો છે. ગોલકીપરનો રિપોર્ટ રાજ્ય સરકારને પાછળથી મળ્યો હતો.

જો કે રાષ્ટ્રીય શિબિર તેના નિર્ધારિત કાર્યક્રમમાં જ શરૂ થશે. આ ખેલાડીઓઘરે બ્રેક લીધા બાદ ટીમ સાથે શિબિરમાં પહોંચ્યા હતા. એક મહિનાથી ખેલાડીઓ બ્રેક પર હતા. આ પહેલા લોકડાઉનના કારણે બે મહિનાથી વધારે સમય બેંગલુરૂમાં SAI કેન્દ્રમાં ફસાયા હતા. શિબિરમાં જે ખેલાડીઓ તંદુરસ્ત હળે તેઓ 20 ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવશે. શિબિરમાં ભાગ લે એ પહેલા તમામ ખેલાડીઓએ તેનો રિપોર્ટ કરાવવાનો રહેશે અને ત્યારબાદ જ ખેલાડીઓ ભાગ લઇ શકશે.

પોઝિટીવ આવેલા આ ખેલાડીઓ સાથે તમામ ખેલાડીઓએ મુસાફરી કરી હોવાથી શક્યતા છે કે ઘરથી બેંગલુરૂ આવતા આ વાયરસનો શિકાર થયા હોય. આ તમામ ખેલાડીઓનો રૈપિટ ટેસ્ટ કરાવ્યો તો નેગેટિવ આવ્યા હતા, મનપ્રીત અને સુરેન્દ્રને પાછળથી લક્ષણો દેખાતા તેમજ સાથે મુસાફરી કરતા 10 બીજા ખેલાડીઓના ગુરૂવારે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યા જેમાં 4 ખેલાડીઓ પોઝિટીવ આવ્યા છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

IPL નાં તમામ ખેલાડીઓ અને સ્ટાફે પાંચ વાર કોરોના ટેસ્ટ કરાવવો પડશે

BCCI દ્વારા તૈયાર કરવામાં આવી ગાઇડલાઇન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઈંડિયન પ્રીમિયર લીગમાં હિસ્સો લેવા વાળા ખેલાડીઓ અને સહયોગી સ્ટાફનો યૂએઈમાં પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા કોવિડ-19ની તપાસમાં 5 વાર નેગેટિવ આવવું પડશે. એટલું જ નહીં ટૂર્નામેન્ટ શરૂ થયા પછી ખેલાડીઓએ દર 5માં દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ભારતીય ખેલાડિઓ અને સહયોગી સ્ટાફને ભારતમાં પોતાની બીજી ટીમો સાથે જોડાવાના એક સપ્તાહ પહેલા 24 કલાકના સમયગાળામાં બે વાર કોવિડ-19 ટેસ્ટ કરાવવાનો રહેશે. જેના પછી ભારતમાં 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે.

તપાસમાં કોઈપણ વ્યક્તિને જો કોરોના પોઝિટિવ આવે તો તેને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે.19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આઈપીએલ માટે યૂએઈ જવા માટે તેના કોરોન્ટાઈનનો સમય પૂરો થયા પછી 24 કલાકના સમયગાળામાં 2 વખત કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. કોવિડની તપાસ બાદ રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે.

ખેલાડીઓ પ્રથમ અઠવાડિયામાં કોઈ સાથી મિત્રને મળી શકશે નહીં. યુએઈમાં પ્રથમ અઠવાડિયા દરમિયાન ટીમોના ખેલાડીઓ અને અધિકારીઓને હોટેલમાં એકબીજાને મળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તપાસ ત્રણ વાર નકારાત્મક આવે તે પછી જ તેમને ટુર્નામેન્ટમાં સુરક્ષિત વાતાવરણમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે.

એઈમાં ખેલાડીઓ અને સહાયક કર્મચારીઓની આઈસોલેશન દરમિયાન પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે તપાસ કરવામાં આવશે. જેમાં તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 53 દિવસ સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટમાં દર પાંચમા દિવસે તપાસ કરવામાં આવશે. બીસીસીઆઈ તપાસ પ્રોટોકોલ સિવાય ટીમો પોતાની રીતે યૂએઈ સરકાર દ્વારા લાગુ નિયમો પ્રમાણે વધારાનો ટેસ્ટ કરાવી શકે છે. ટીમોને કહેવામાં આવ્યું છે કે તે 20 ઓગસ્ટ પહેલા ન નિકળો. જેથી તેને જરૂરી સમયે આવશ્યક પરિક્ષણ અને પ્રોટોકોલ અને આઈસોલેશન માટે કોઈ તકલીફ ન પડે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ