Connect with us

રાજ્ય

ખંભાળિયામાં શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયામાં શિક્ષક દિન નિમિત્તે અહીંની નગરપાલિકા સંચાલિત યોગ કેન્‍દ્ર ખાતે આયોજિત શ્રેષ્ઠ જિલ્‍લા તાલુકા શિક્ષક સન્માન સમારોહ આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના કલેકટ ડૉ. નરેન્‍દ્રકુમાર મીનાના અધ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટ ડૉ. મીનાએ શિક્ષકોને સંબોધતા જણાવ્‍યું હતુ કે, શિક્ષકનું કાર્ય બાળકો માટે વાતાવરણ, ભાવાવરણ નિર્માણ કરવાનું છે. ફીનલેન્‍ડ દેશની શિક્ષણ પધ્‍ધતિ પણ ખૂબ જ સારી છે. શિક્ષક પાસે જ્ઞાનની સાથે કોમ્‍યુનીકેશન સ્‍કીલ પણ હોવી જરૂરી છે. સમગ્ર વ્‍યવસાયોમાં શ્રેષ્‍ઠતા સાબિત કરવાની એક પણ તક શિક્ષક છોડી શકે નહિ. શાળા, સમાજ અને વિધાર્થી આમ શિક્ષણની ત્રીધ્રુવી પ્રક્રિયામા શિક્ષક ઉત્તમ સાબીત થયો છે. સૌના માન, વિવેક, પુષ્‍કળ પ્રમાણમા મેળવનાર શિક્ષક દુનીયાના સમગ્ર જ્ઞાનને એકત્રીત કરી પોતાના વિધાર્થીઓને ઉત્તમ રીતે પિરસવાનું કાર્ય કરે છે. ખરેખર તો શિક્ષક વ્‍યવસાયે નહિં પરંતુ સ્‍વભાવે શિક્ષક હોય છે. વધુમાં કલેકટરએ કુરંગા પ્રાથમિક શાળાનું ઉદાહરણ આપી શિક્ષકના કાર્યને બિરદાવ્‍યું હતું. તેમજ તેમણે પોતાના બાળપણના અનુભવો રજુ કર્યા હતા.

આ દિવસે વિશિષ્‍ટ કામગીરી બદલ મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાના ડો. રામદેભાઇ કાનાભાઇ ગોજીયા, સુરેન્‍દ્રભાઇ સોલંકી, મુકેશકુમાર વાળા, અખિલેશ મોદી, તેમજ તાલુકા કક્ષાએ દેવેન્‍દ્રકુમાર પટેલ, તન્‍વીબેન કાસુન્‍દ્રાને રોકડ પુરસ્કાર, શાલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્‍યા હતા. સ્વાગત પ્રવચન શિક્ષણાધિકારી બી.એચ.વાઢેળ તથા આભાર વિધી એસ.કે. ધેડીયાએ કરી હતી. આ સાથે જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા અને જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજાએ પ્રાસંગિક પ્રવચનો આપ્‍યા હતા. આ કાર્યક્રમમાં ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ શ્વેતાબેન શુકલ, શિક્ષકો વીગેરે સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહયા હતા.

રાજ્ય

જામજોધપુર પોલીસે જૂગારનો ખોટો કેસ કરી ‘તોડ’ કર્યાની ફરિયાદ

મંદિરના જિર્ણોધ્ધાર માટે બેસેલા લોકોને જૂગારમાં ફીટ કરી દીધાં!: જિર્ણોધ્ધારની દોઢ લાખની રકમ ગાયબ: ખોટા જૂગાર કેસમાં મામુલી રકમ દર્શાવી : જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના રબારિકા ગામની સીમમાં મંદિરના જિર્ણોધ્ધાર માટે ભેગા થયેલા ગ્રામજનોને પોલીસે જૂગારમાં ફીટ કરી જિર્ણોધ્ધારની દોઢ લાખની રોકડ રકમના બદલે જૂગારમાં મામુલી રકમ બતાવી ખોટો કેસ કર્યાની જામજોધપુરના ફોજદાર સહિતના પોલીસકર્મીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના રબારિકા ગામની સીમમાં આવેલા મંદિરના જિર્ણોધ્ધાર માટે ગત તા.19 ના રોજ રાત્રિના સમયે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય માલદે પરબતભાઈ કરમુર સહિતના 14 થી 15 વ્યક્તિઓ મંદિર પાસે બેઠા હતાં. તે દરમિયાન રાત્રિના સમયે જામજોધપુર પીએસઆઈ ઝાલા અને સુરેન્દ્રસિંહ જાડેજા તથા રાકેશ ભના ચૌહાણ સહિતના પોલીસકર્મીઓએ આવીને ગ્રામજનોને અહિયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેવી બાતમી મળી છે અને આ લોકોને માસ્ક માટે દંડ ભરવો પડશે તેમ જણાવી પહોંચ મેળવવા માટે સાથે આવવું પડશે તેમ કહી બધાંને પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં. જ્યાં માલદેભાઈના ખીસ્સામાં રહેલી મંદિરના જિર્ણોધ્ધારની દોઢ લાખની રોકડ અને અને અન્ય છ લોકોના ખીસ્સામાં રહેલી રોકડ પોલીસે કાઢી લીધી હતી અને ત્યારબાદ આ વ્યક્તિઓ ઉપર જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમતા હોવાનો મામુલી રોકડ રકમ સાથેનો કેસ કર્યો હતો.
જે સ્થળે જૂગાર રમતા હોવાનું પોલીસ રેકર્ડમાં દર્શાવાયું છે તે સ્થળે બેસવાની જગ્યા પણ નથી અને પોલીસે ગ્રામજનો વિરૂધ્ધ કરેલા ખોટા જૂગારના કેસ અને મંદિરના જિર્ણોધ્ધારની રોકડ રકમ દર્શાવી ન હતી. આ લોકો વિરૂધ્ધ પોલીસ દ્વારા દાખવેલી ક્ધિનાખોરી મામલે માલદેભાઈ કરમુર દ્વારા જામનગર જિલ્લા પોલીસવડા, રાજકોટ રેંજ આઈજી, લાંચ-રૂશ્વત શાખા અને જામનગર સાંસદને લેખિત રજૂઆત કરી આવી રીતે ગ્રામજનોને પરેશાન કરી ‘તોડ’ કરતા પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા રજૂઆત કરી હતી.

રબારિકાના અગ્રણી સામાજિક કાર્યકર અને રાજકીય આગેવાન માલદેભાઈ બે દાયકાથી રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે તેમજ જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ પણ રહી ચૂકયા છે અને જિલ્લા પંચાયતના માજીસભ્ય તથા જુદી જુદી સમિતિઓમાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી છે. આ આગેવાનની રાજકીય કારકિર્દી પૂર્ણ કરી દેવા કિન્નાખોરી રાખી જૂગારના ખોટા કેસમાં ફીટ કરી દીધાની રજૂઆત કરી હતી.

વધુ વાંચો

રાજ્ય

બનાવટી ડીઝલ સરકારનું ધ્યાન દોરવા છતાં ચેકીંગ નહીં !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજયમાં હાઇવે પર ગ્રામ્ય વિસ્તારમાં અને અર્ધશહેરી વિસ્તારમાં બાયોડિઝલ પંપના હાટડા ખુલી ગયા છે. તેના કારણે ત્રણ સરકારી કંપનીઓના પેટ્રોલ-ડિજલનું વેચાણ કરતાં પંપધારકોને નુકસાન જઇ રહયું છે. છેલ્લા એક વર્ષની બાયોડિઝલ નામે શું વેચાઇ છે તેની કોઇ તપાસ સુધ્ધાં કરતું નથી. અનેક વખત ધ્યાન દોરવા છતાં પણ સરકારે કોઇ પગલાં નહીં ભરતા પેટ્રોલ-ડિઝલ પંપધારકરોએ મંગળવારે અને શુક્રવારે રાજયવ્યાપી નો પરચેઝનું એલાન જાહેર થયું છે.
રાજયમાં છેલ્લા એક વર્ષથી ડુપ્લીકેટ બાયોડિઝલનું ગેરકાયદે વેચાણ થાય છે તેનાથી રાજયને ગ્રાહકને, પર્યાવરણને તથા ડિલરોને ખૂબજ નુકસાન વેઠવું પડે છે. આ બાબતે ત્રણેય સરકારી ઓઇલ કંપની તથા સરકારનું અનેક વખત ધ્યાન દોયું છે. પરંતુ આજ સુધી આ વાતને ગંભીરતાથી લેવાઇ નથી. તેના કારણે ગેરકાયદે ડુપ્લીકેટ બાયોડિઝલનો ધંધો અનેકગણો વધી ગયો છે, તેમ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના સેક્રેટરીને પાઠવેલા આવેદનમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનને જણાવ્યું છે.

એસોસિએશન જણાવે છે કે, સરકારે કોઇ પગલાં નહીં લેતા અમારે નાછૂટકે તા. 29-9ને મંગળવારે નો-પરચેઝનું એલાન કરવું પડે છે. અમારા પ્રશ્ર્નનો નિકાલ થાય નહીં ત્યા સુધી અમે દરેક સપ્તાહના મંગળવાર અને શુક્રવારે પેટ્રોલ તથા ડિઝલની ખરીદી કરીશું નહીં. આ દિવસે રાજયના તમામ ડિલરો પેટ્રોલ તથા ડિઝલની ખરીદી ઓઇલ કંપનીઓ પાસેથી નહીં કરે પરંતુ પેટ્રોલ-ડિઝલનું વેચાણ ચાલુ રહેશે જેથી ગ્રાહકોને તકલીફ પડે. રાજયવ્યાપી નો-પરચેઝ એલાનમાં અમદાવાદ પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના તમામ સભ્ય પંપધારકો જાણે જોડાવાના છે તેમ પ્રમુખ ધર્મેન્દ્રભાઇ પટેલ અને પદ્યજયરાજસિંહ રાઠોડે જણાવ્યું છે તેમણે કહયું કે બાયોડિઝલના નામે કેમિકલ સોલ્યુશન વેચાય છે. સરકાર ચેક કરતી નથી તેના કારણે કશું પકડાતું નથી. ડીઝલના બજારભાવ કરતાં રૂા. 12 થી 15 નીચા ભાવે બાયોડિઝલ વેચાતું હોય વાહનચાલકો પણ કશું વિચારતા નથી. નો-પરચેઝથી સામાન્ય ગ્રાહકોને કોઇ તકલીફ નહીં પડે.

વધુ વાંચો

રાજ્ય

સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાં ભારતનું એકમાત્ર શહેર સુરત

યુનેસ્કોનાં એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સુરત શહેર સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોની યાદીમાં યુનેસ્કોના સર્વેમાં પ્રથમ સ્થાને આવ્યું છે. યુનેસ્કો નેટેક્સપ્લો એવોર્ડ-2020માં સુરતને સ્માર્ટ સિટીઝ એક્સેલેટર અંતર્ગત શ્રેષ્ઠ ‘રિઝિલિયન્સ’ (સ્થિતિસ્થાપકતા)ની કેટેગરીમાં એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

સ્માર્ટ સિટીઝ એક્સેલેટર અંતર્ગત 10 અલગ-અલગ કેટેગરીમાં (ક્ષેત્રે) પ્રગતિ કરનાર શહેરોને એવોર્ડ આપવામાં આવશે, જેમાંથી ભારતમાં એકમાત્ર સુરત છે.

યુનેસ્કો દ્વારા કરાયેલા સર્વેમાં સુરત મનપાની ઉક્ત કેટેગરીમાં પસંદગી કરવામાં આવી હતી. પુર, પ્લેગ, ધરતીકંપ વગેરે જેવી કૃદરતી મુશ્કેલીઓ વખતે પણ સુરત ઝડપથી પુન સ્થાપિત થયું હતું. જેના કારણે રિઝિલિયન્સ એવોર્ડ સુરતીઓ માટે ગૌરવની વાત છે. ગમે તેવી સ્થિતિમાંથી નીકળી આગ‌ળ વધવાની પ્રવૃત્તિ સુરતને મહાન બનાવે છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ