Connect with us

રાજ્ય

ખંભાળિયામાં રહેણાંક વિસ્તારમાં સદી જુનું બંધ મકાન ધરાશાયી

સદ્દભાગ્યે જાનહાની ટળી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયાના એક રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રીના સમયે આશરે એક સદીથી વધુ જુનું બંધ મકાન એકાએક ધડાકાભેર તૂટી પડતા થોડો સમય આ વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. નગરપાલિકાની નોટિસ છતાં પણ મકાન માલિકે તેનું આ જર્જરીત બાંધકામ દૂર ન કરાતા આ બનાવ બન્યો હતો. સદ્દભાગ્યે જાનહાની થતાં અટકી હતી.
ખંભાળિયાના ગગવાણી ફળી વિસ્તારમાં એક આસામીનું આશરે સો વર્ષ કરતાં પણ વધુ જૂનું બંધ મકાન આવેલું છે. બે માળનું વિશાળ આ મકાન છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં તેમજ તદ્દન જર્જરિત અને ભયગ્રસ્ત હાલતમાં હતું. આ ખખડધજ ઈમારતને તાકીદે દૂર કરવા માટે ખંભાળિયા નગરપાલિકા દ્વારા અગાઉ અહીં જ રહેતા તેના માલિકને બે વખત નોટિસો પણ ફટકારવામાં આવી હતી. છતાં પણ તેમના દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ભયજનક બિલ્ડીંગ અંગે લત્તાવાસીઓના ડર મુજબ તાજેતરના ભારે વરસાદ બાદ રાત્રીના સમયે એકાએક ધડાકાભેર આ બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ મકાનનો મોટા ભાગનો કાટમાળ જાણે વિસ્ફોટ જેવા અવાજ સાથે બેસી જતા લતાવાસીઓમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. નસીબ જોગે આ ખખડધજ ઈમારતનો વજનદાર ઈમલો આસપાસના મકાન કે આ વિસ્તારમાંથી પસાર થતા લતાવાસીઓ પર ન પડતા જાનહાની થતાં અટકી હતી.
આ બનાવ બનતા પ્રાંત અધિકારી ડી.આર. ગુરવ, ચીફ ઓફિસર એ.કે. ગઢવી, બાંધકામ વિભાગના વડા નંદાણીયા, વિગેરે કાફલો આ વિસ્તારમાં દોડી ગયો હતો અને આ ઈમારત ઉપરાંત આસપાસની અન્ય પણ બંધ અને જર્જરીત ઈમારત અંગે અપાયેલી નોટિસ બાબતે જરૂરી ચર્ચા વિચારણા કરી અને આ બાંધકામ તાકીદે દૂર કરવા જરૂરી પગલાં લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેરમાં ડઝનબંધ મકાનો જર્જરિત અને જોખમી હાલતમાં હજુ પણ ઊભા છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર નોટિસ પાઠવીને સંતોષ માનવાના બદલે કોઈ માનવ મૃત્યુ જેવા અઘટિત બનાવ બને તે પહેલા તાકીદે નક્કર પગલાં લઈ, અને નગરપાલિકાની નોટિસને માત્ર ફરફરિયું સમજીને ઘોરીને પી જતા આસામીઓ સામે પોલીસ ફરિયાદ સહિતના દાખલારૂપ પગલા લેવા જોઈએ તેમ પ્રબુદ્ધ નાગરિકો ઈચ્છી રહ્યા છે.

રાજ્ય

જામજોધપુર તાલુકાના વરવાળામાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત

જામનગરમાં પ્રૌઢનું મોત : પોલીસ દ્વારા તપાસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના વરવાળા ગામના પાટીયા પાસે યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગર શહેરના નવી જેલ પાછળના વિસ્તારમાં રહેતા પ્રૌઢનું તેના ઘરે મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતા દાના જીવા ચંદ્રવાડિયા (ઉ.વ.45) નામના યુવાને મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ઝેરી ગેસના ટીકડા તથા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સવદાસભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 45 મા નવી જેલ પાછળ ગણેશફળીમાં રહેતા વીરાભાઈ દાનાભાઈ વરૂ (ઉ.વ.55) નામના પ્રૌઢનું તેના ઘરે બે દિવસ દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ લાખાભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.આઇ. મુળિયાણા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

રાજ્ય

સાયબર ક્રાઇમથી બચવા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધતા જતા સાઇબર ક્રાઇમને લઈ લોકોએ જાગ્રત થવાની જરૂર છે તેમજ અજાણ્યા લોકો સાથે પોતાની અંગત વાત કે ડિટેલ શેર ન કરવા માટે સાઇબર એક્સપર્ટ અને અધિકારીઓ સલાહ આપી રહ્યા છે.

સાઇબર ક્રાઈમમાં મોટે ભાગે ઓનલાઈન છેતરપિંડી, હેકિંગ, ગેરકાયદે કોલસેન્ટર, સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટ, બીભત્સ કોમેન્ટ કે પોસ્ટ જેવા ગુના નોંધાયા છે સાઇબર ક્રાઈમ દ્વારા ટેક્નિકલ એનાલિસિસના આધારે અનેક ગુનાઓ ડિટેકટ પણ કરવામાં આવ્યા છે. કેટલાક ગુનેગારો દેશની બહારથી પણ ગુના આચરતા હોય છે, જેથી તેમને પકડવા મુશ્કેલ છે અને કેટલાક ગુનેગારો બહારના દેશનું સર્વર વાપરે છે, જેથી તે પણ ફલેશ થતા નથી, માટે એ ગુના ડિટેકટ થઈ શકતા નથી. સાઇબર ક્રાઈમમાં ચાલુ વર્ષ દરમિયાન સૌથી વધુ ગુના PAYTM KYCના નામે થયેલી છેતરપિંડીના નોંધાયા છે.

  • ચાલુ વર્ષે PAYTM KYCના નામે સૌથી વધારે લોકો ભોગ બન્યા.
  • OTP કે બેન્ક-વિગત કોઈને ફોન પર ના આપો.
  • કોઈ ફ્રોડ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવો ફરિયાદ.
  • પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શકય હોય તો પ્રાઇવસી રાખો.
  • સમયાંતરે ઇ-મેલ, સોશિયલ મીડિયા અકાઉન્ટનો પાસવર્ડ બદલ
  • સિક્યોરિટી ફીચર પણ ખાસ એપ્લિકેશનમાં ધ્યાન રાખો.
  • કોઈ અજાણી વ્યક્તિ સાથે ફોન પર વધુ વાત ન કરો.

વધુ વાંચો

રાજ્ય

હવે દર 6 મહિને ફાયર સેફટી NOC રિન્યુઅલ કરાવવુ પડશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને કોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયા બાદ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં તમામ જગ્યાએ ફાયર સેફ્ટીનું NOC ફરજિયાત હોવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હાઈરાઈઝ બિલ્ડીંગો, વાણિજ્યક સંકુલ, સ્કૂલો, કોલેજ, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો માટે NOC ફરજિયાત કરી દીધી છે અને દર 6 મહિને ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ કરાવવું પડશે. તેના માટે રાજ્યમાં ખાસ ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂક કરાશે. સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરોની પેનલ બનાવાશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર આ હેતુસર પ્રાયવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિક, કબજેદારો, ફેકટરી ધારકોએ એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને રીન્યુઅલ કરાવવું પડશે. આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકાર નિર્દિષ્ટ તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફીસર તરીકે પ્રેકટીસ કરવા મંજૂરી આપશે.

રાજ્યના નગરો અને મહાનગરોમાં આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર કરવામાં આવશે. શહેરોમાં ફાયર સેફ્ટી એકટની કલમ 12 મુજબ આવા ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણુક કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ પહેલ રૂપ નિર્ણયથી સિવિલ, મિકેનીકલ, ઇલેક્ટ્રીકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સને સ્વ રોજગારીની નવી તકો મળતી થશે

શહેરીકરણના વધતા વ્યાપ સામે આવા ફાયર સેફ્ટી ઓફિસરની સેવાઓ વ્યાપક સ્તરે મળતી થવાથી એનઓસી મેળવવાનું અને રીન્યુએલ સરળતાથી થઈ શકશે. બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજ્ય સરકાર ઓફલાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ