ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ શ્રેણી ગાંધી-મંડેલા ટ્રોફી તરીકે ઓળખાય છે
બે મેચની શ્રેણીમાં કલકત્તાના ઈડન ગાર્ડન્સ અને ગૌહાટીના બારાસાપારા સ્ટેડિયમમાં મેચ
દિલ્હી બ્લાસ્ટ બાદ આવતીકાલથી શરૂ થતા કલકત્તા ટેસ્ટની સુરક્ષામાં વધારો ઈડન ગાર્ડન્સ લશ્કરી છાવણીમાં ફેરવાયું
કલકત્તામાં છ વર્ષ બાદ રેડ બોલ ક્રિકેટ એટલે કે ટેસ્ટ મેચ રમાશે
ટોસના સ્મારક સિક્કાની એક બાજુ ગાંધી અને બીજી તરફ મંડેલા રહેશે
ભારતમાં બંને ટીમો વચ્ચે સાત શ્રેણી રમાઈ જેમાં ભારતે ચાર સીરીઝ જીતી, એક શ્રેણી સાઉથ આફ્રિકાએ તથા બે શ્રેણી ડ્રો
વર્ષ 2000 પછીથી સાઉથ આફ્રિકા ભારતમાં એક પણ ટેસ્ટ શ્રેણી અને વર્ષ 2010 પછી એક પણ ટેસ્ટ જીત્યું નથી