તુલસી વિવાહ....

દેવી તુલસીના ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપ સાથે વિવાહ  એટલે તુલસી વિવાહ

:: મંડપ :: તુલસી કયારા આસપાસ શેરડી, કેળાના પાન અથવા ફુલોથી મંડપ બનાવવો

:: શણગાર - વધુ :: તુલસી માતાને નવી લાલ ચુંદડી, બંગડી, ચાંદલો, હાર અર્પણ કરી હળદર કંકુ લગાવો

:: શણગાર - વર :: શાલિગ્રામને સ્વચ્છ વસ્ત્ર પર બિરાજમાન કરો અને વસ્ત્રો તેમજ માળાથી શણગાર કરો

:: લગ્નવિધિ :: ગણપતિ પુજન, કળશ પુજનથી વિધીની શરૂઆત કરો

:: લગ્નબંધન :: શાલિગ્રામ અને તુલસી વચ્ચે સાંકેતિક લગ્નનો દોરો બાંધો અને શાલિગ્રામ સાથે સાત વાર ફેરા કરાવો

:: લગ્નના મંગળાષ્ટક :: ભોગ અને આરતી કરો, વસ્ત્ર, ફળ, મીઠાઈ અથવા અનાજનું દાન કરવું

આ દિવસથી ચાતુર્માસ પુરો થાય છે તેથી તુલસી વિવાહથી લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થાય છે