આજે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ

સંત શિરોમણી જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવંત 1856ની કારતક સુદ સાતમના દિવસે રાજકોટ જીલ્લાના વીરપુર ગામમાં ઠક્કર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતુ

બાળપણથી જ જલારામ બાપાનું મન ભક્તિ અને પરોપકારમાં લીન રહેતું  18 વર્ષની ઉંમરે તેમણે ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર (સદાવ્રત) શરુ કર્યું અહી કોઈપણ જાતના ભેદભાવ વિના કોઈપણ વ્યક્તિને ભોજન કરાવવામાં આવતું

વીરપુરનું આ અન્નક્ષેત્ર આજે પણ ચાલુ છે  આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં કોઈપણ જાતનું દાન સ્વીકારવામાં આવતું નથી

આજે જલારામ બાપાની 226મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ત્યારે વિશ્વભરમાં આવેલા જલારામ મંદિરોમાં ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી અને પ્રસાદનું આયોજન કરાયું છે

જલારામ બાપાએ આપણને એક સંદેશ આપ્યો છે કે ‘સાચી ભક્તિ માત્ર પૂજા-પાઠમાં નહિ પરંતુ નિસ્વાર્થ ભાવે કરવામાં આવતી માનવ સેવામાં છે. 'તેમનું સૂત્ર આજે પણ લોકો ભાવથી યાદ કરે છે ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિ કા નામ...’